ગોધરા શહેર ખાતે 2011ની સાલમાં પ્રમુખસ્વામીના વરદ હસ્તે બીએપીએસ મંદિરની સ્થાપવામાં કરવામાં આવી હતી.જે હાલમાં સ્વામિનારાયણ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.ત્યારે ગોધરા શહેર BAPS મંદિર સંસ્થા દ્વારા છેલ્લા 23 વર્ષથી મોબાઈલ મેડિકલ વાનની સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે ધર્મ અને સમાજસેવા ને જોડતું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
Prashant Samtani, Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે 2011ની સાલમાં પ્રમુખસ્વામીના વરદ હસ્તે બીએપીએસ મંદિરની સ્થાપવામાં કરવામાં આવી હતી.જે હાલમાં સ્વામિનારાયણ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.ત્યારે ગોધરા શહેર BAPS મંદિર સંસ્થા દ્વારા છેલ્લા 23 વર્ષથી મોબાઈલ મેડિકલ વાનની સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે ધર્મ અને સમાજસેવા ને જોડતું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર હતું કે "દરેક લોકોને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને દરેક લોકો સુખી અને તંદુરસ્ત જીવન જીવે." તેમના સૂત્રને સાર્થક કરી ગોધરા બીએપીએસ સંસ્થા દ્વારા, પંચમહાલ જિલ્લાના આંતરીયાડ વિસ્તારોમાં ગામેગામ જઈને મોબાઈલ મેડીકલ વાન મારફતે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
ખાસ કરીને જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હજી એવા વિસ્તારોને પછાત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં કોઈપણ મોટા ખાનગી દવાખાના આવેલા નથી. ઉપરાંત સરકારી દવાખાના પણ ખૂબ દૂર દૂરના સ્થળે આવેલા છે .જેથી લોકોને નાની મોટી બીમારીઓ માટે ખૂબ દૂર લાંબા થવું પડતું હોય છે .જેથી સંસ્થા દ્વારા ચાલતી મોબાઈલવાન તેમના જ ઘર આંગણે પહોંચે છે અને તેમાં એક એમબીબીએસ ડોક્ટર રહેતા હોય છે, જે દર્દીઓને ત્યાં જ તપાસ કરીને તેમને ત્યાંથી જ દવા મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે .
આ મોબાઈલ વાનમાં ગંભીર બીમારીઓની દવા પણ ઉબલ્બધ હોય છે.જેનાથી જો કોઈને ગંભીર બીમારી હોય તો તેણે સરળતાથી દવા મળી રહે અને તેઓ સ્વસ્થ્ય થઈ જાય.આ મોબાઈલ વાનમાં સંસ્થા દ્વારા નિમણૂક કરેલા MBBS ડોક્ટર પર હોય છે.જેથી કરી દર્દીઓને સારી રીતે સારવાર મળી રહે.ડોક્ટરની સાથે-સાથે મેડિકલની અન્ય ટીમમાં કમ્પાઉન્ડર અને નર્સ પણ હોય છે.આ મેડિકલ સેવાની અંતરિયાણ વિસ્તારના હજારો લોકો લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ અવિરત રીતે સેવા કાર્ય શરૂજ છે.
સંસ્થા દ્વારા મેડિકલ વાનની મદદથી જો કોઈ વ્યક્તિને ગંભીર બીમારી ડિટેક્ટ થાય તો તે દર્દીને શહેરમામ આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જ રાહત દરના દવાખાને મોકલી આપવામાં આવે છે.જ્યા દર્દીની કાળજીપૂર્વક સારવાર કરવામાં આવે છે.મોબાઈલ મેડિકલ સેવાની ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહી છે.
જ્યા હજી સુધી સરકારની મેડિકલ સેવા ઉબલબ્ધ થઈ શકી નથી.ત્યારે મોબાઈલ મેડિકલ સેવાની સુવિધાનોલાભમળતા લુણાવાડા ના કોલવણ ગામે રહેતા રામુભાઇ બારીયા લકવાની જણાવે છે કે તેઓને લકવો થઈ ગયો હતો. પરંતું આ મોબાઈલ વાન સેવાના કારણે તેઓ આજે તબિયતમાં સુધારો જોઈ રહ્યા છે.અને આ સેવાનું ખુબ આભાર માની રહ્યા છે.
મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરમાં દૂર દૂરથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો રામનગર સોસાયટી ખાતે આવેલા બીએપીએસના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે પધારતા હોય છે. આ ઉપરાંત જુદા જુદા તહેવારો નિમિત્તે બીએપીએસ મંદિર ખાતે જુદા જુદા પ્રકારના અન્નકૂટના દર્શનનો લહાવો લેવાનો પણ અનેરૂ મહત્વ હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સાથે અન્ય સંપ્રદાયના લોકો પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરની મુલાકાત લઈને ભગવાન સ્વામિનારાયણની પૂજા અર્ચના કરતા હોય છે.