શહેરના ભુરાવાવ ચોકડી પાસે લધુ ગૃહ ઉધોગ માટે જરૂરિયાત મંદ લોકો ને સહાય અપાવતા રેખાબેન પરમારે સમાજના પરિચત એવા મનહરભાઈ ઝાલા પાસેથી અંદાજે ૩૦ લાખ રૂ. મદદ માટે લીધા હતા. અને શ્રીલંકા ફરવા જવાનું હોઈ મનહરભાઈ એ રેખાબેનને ૫ લાખ રૂ. આપવાનુ કહેતા મામલો અંદરખાને ગરમાયો હતો.
એમાં રેખાબેનની ઈકો ગાડીના ડ્રાઈવર સંજય દેવીપુજકે મનહરભાઈને મારે રેખાબેન સાથે છેલ્લા ૧૦ વર્ષોથી રંગીન સંબધો છે તે નાણાં કેમ આપ્યા હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ શહેરા ખાતે એક ધાર્મિક વિધીમાં રેખાબેનની ઈકો કાર લઈને ગયેલા મનહરભાઈને રેખાબેનના આશિક ડ્રાઈવર સંજય દેવીપુજક અને મિત્ર રાહુલ ઉફે પિન્ટુ પરમારે રાત્રે પરત આવતા સમયે મનહરભાઈને દોરડાની મદદથી ટુંપો આપી હત્યા કર્યા બાદ મૃતદેહને એકસઠ પાટીયા ઘુસર થી આગળ વચ્છેસર નર્મદા કેનાલના પાણીમાં ફેકી દિધો હોવાની હત્યારાઓની કબુલાત સાંભળીને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું હતુ.