Home /News /panchmahal /Positive news: ગોધરામાં દત્તક લીધેલી દીકરીનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં, શિક્ષણથી લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો

Positive news: ગોધરામાં દત્તક લીધેલી દીકરીનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં, શિક્ષણથી લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો

ડાબે શાસ્ત્રોક્ત વિધિ કરી રહેલા કિન્નર અને જમણે નવયુગલની તસવીર

Godhra News: ગોધરાના કિન્નર સમાજનો એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. દારૂણ પરિસ્થિતિમાં જીવતી ત્રણ દીકરીઓને દત્તક લીધી હતી. તેમાંથી એક દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યાં છે.

    ગોધરાઃ કિન્નરોને આજેય સમાજમાં સ્વીકારવામાં આવતા નથી. તેમને હંમેશા અલગ માનવામાં આવ્યા છે. પરંતુ આ કિન્નર સમાજનો એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. ગોધરાના કિન્નર સમાજે દારૂણ પરિસ્થિતિમાં જીવતી ત્રણ દીકરીઓને દત્તક લીધી હતી. તેમાંથી એક દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યાં છે. આમ, કિન્નર સમાજે માનવતાભર્યુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે, ગોધરાના કિન્નર સમાજે મધ્મય વર્ગીય પરિવારની પાંચ દીકરીઓને દત્તક લઈને અનોખી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત દીકરીઓનો ભણવાથી માંડીને તમામ ખર્ચ કિન્નર સમાજ ઉપાડશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમાંથી એક દીકરીના ગુરુવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ 50 હજાર વર્ષ બાદ આજે લીલો ધૂમકેતુ જોઈ શકાશે, જાણો ક્યાં અને ક્યારે દેખાશે...

    અમારો આવતો ભવ સુધારવાનો પ્રયાસઃ કિન્નર


    આ મામલે કિન્નર સમાજના અગ્રણીએ જણાવ્યુ હતુ કે, સમાજમાં ભલે અમારું સ્થાન ન હોય પરંતુ અમે પણ એક સામાજિક વ્યક્તિ છીએ અને અમારા દીકરીના લગ્ન કરાવવાના અભરખા પૂરા કરવા માટે દીકરીઓને દત્તક લીધી છે. આ સાથે જ સમાજ દ્વારા આપવામાં આવતા દાનમાંથી નાનકડો હિસ્સો અમે સમાજ માટે અર્પણ કરી અમારા આવતા ભવને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કિન્નર સમાજ દ્વારા ગોધરાની લુહાર-સુથારવાડીમાં દત્તક લીધેલી દીકરીના લગ્ન પ્રસંગે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમામ વિધિ સંગીતા દે અને રીન્કુ દે દ્વારા કરવામાં આવી હતી.


    કિન્નર સમાજની અનોખી પહેલ


    ગોધરાના કિન્નર સમાજની વાત કરવામાં આવે તો, કોરોનાના કપરાકાળમાં તેમના વિસ્તારમાં રહેતાં મધ્યમ વર્ગના તમામ પરિવારો સાથે જ ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને ગોધરા બાયપાસ ચોકડી ઉપર જઇ પોતાના ઘરે બનાવેલા ટિફિનો આપી જરૂરિયાતમંદોને  મદદ કરવાની એક અનોખી પહેલ પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કિન્નર સમાજની વધુ એક પહેલ સામે આવી છે. જેમાં ગોધરા કિન્નર સમાજમાં રહેતા સંગીતા દે દ્વારા પાંચ દીકરીઓને દત્તક લેવામાં આવી હતી, જેનું ભરણપોષણ શિક્ષણનો તમામ ખર્ચ ગોધરા કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કિન્નર સમાજ દ્વારા વીસ વર્ષ અગાઉ પણ એક દીકરીના લગ્ન પણ વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુરુવારે વધુ એક દત્તક દીકરી જાગૃતિના લગ્ન વડોદરામાં તેમના સમાજ દ્વારા કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી નાંખ્યું....

    ગોધરામાં જાન તેડાવીને વિધિવત લગ્ન કર્યા


    ગુરુવારે ગોધરાની લુહાર-સુથારવાડીમાં કિન્નર સમાજે બે વર્ષની વય ધરાવતી દત્તક લીધેલી મધ્યમ વર્ગીય પરિવારની દીકરી જાગૃતિનો અભ્યાસ સહિતનો ખર્ચ ઉઠાવી તેના હવે લગ્ન પણ વડોદરામાં કર્યા છે. આ માટે ગોધરામાં શાસ્ત્રોત પરંપરા મુજબ જાન તેડાવી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગમાં માતા-પિતાની જે ભૂમિકા હોય છે, તે કિન્નર સમાજના સંગીતા દે, રીન્કુ દે, પૂજા દે દ્વારા કરવામાં આવી હતી. પોતાની દીકરીના લગ્ન કરાવતા હોય એવા જ અભરખા સાથે કિન્નર સમાજના તમામ સભ્યોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. આ સાથે જ પોતાની દીકરીને સાસરીયે વળાવતી વેળાએ માતા પિતાની આંખમાં જે પ્રકારના આંસુઓ જોવા મળે એવા આંસુઓ સાથે તમામ કિન્નર સમાજ એક તબક્કે ભાવુક પણ જોવા મળ્યો હતો.

    લગ્નના કન્યાદાન-ઘરવખરીનો ખર્ચ પણ ઉપાડ્યો


    કિન્નર સમાજ દ્વારા દીકરીના લગ્ન માટેનો કન્યાદાન, ઘરવખરી સહિતના તમામ ખર્ચ ઉપાડવામાં આવ્યો છે. આ મામલે સંગીતા દેએ જણાવ્યું હતું કે, ‘અમે પણ સમાજનું એક અભિન્ન અંગ છીએ. અમને પણ અમારી દીકરી હોય તેના લગ્ન કરવાનો ઉમંગ હોય છે. જે અભરખો અમે દીકરીઓ દત્તક લઈને પૂરો કરી રહ્યા છીએ. અમારો આવતો ભવ પણ સુધરે જેના માટે માતાજીની દયાથી અમે દીકરીઓને દત્તક લઈ પુણ્ય કમાવાનો આ એક રૂડો અવસર પ્રાપ્ત કર્યો છે જેનો અમને ગર્વ અને ખુશી પણ છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Godhra news, Positive News, Positive story