Home /News /panchmahal /પંચમહાલ 'Solar ક્રાંતિ'ના માર્ગે! જાણો જિલ્લામાં ગ્રીન એનર્જી મેળવવા માટે લોકો શું કરી રહ્યા છે

પંચમહાલ 'Solar ક્રાંતિ'ના માર્ગે! જાણો જિલ્લામાં ગ્રીન એનર્જી મેળવવા માટે લોકો શું કરી રહ્યા છે

X
પંચમહાલમાં

પંચમહાલમાં સોલાર ક્રાંતિ, જિલ્લામાં થઈ રહ્યું છે ખાસ કામ

પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ માટે અનેક લોકોએ ગ્રીન એનર્જી અપનાવી. જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો સોલાર એનર્જી તરફ વળી રહ્યા છ

    આખું વિશ્વ જ્યારે પર્યાવરણની (Environment)  સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. તારે પર્યાવરણને બચાવવા અને પ્રદુષણ અટકાવવા સરકાર પણ ઘણા પ્રયાસો અને પ્રોત્સાહન આપી રહી છે. એવા સમયમાં પંચમહાલ (Panchmahal) જિલ્લામાં યુવાનો દ્વારા ગ્રીન એનર્જી (Green Energy) અને તેમાં પણ સોલર પર ભાર મૂકીને મહત્તમ લોકો તેનો લાભ લે તેના માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.

    ગોધરામાં રહેતા નિખિલ પટેલ, મયુર પટેલ તથા જલ્પન દસાડીયા દ્વારા પંચમહાલ માં મહત્તમ લોકો ગ્રીન એનર્જી તરફ વળે તે માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમજ તેમની માહિતી મુજબ છેલ્લા ચાર વર્ષોથી આ ઝુંબેશ ચલાવી રહ્યા છે જેમાં તેઓ પંદરસો લોકોને ગ્રીન એનર્જી સોલાર (Solar) તરફ વાળવામાં સફળ રહ્યા છે.

    તેમાંથી એક લાભાર્થી અને શહેરીજનો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતા ગોધરા નગરના કાઉન્સેલર એવા રૂપેન મહેતા જમણે પોતાના રહેઠાણે તથા પોતાના કોમર્શિયલ કોમ્પલેક્ષ તેમજ ખેતરે ગ્રીન એનર્જી સોલાર વિદ્યુત નો પ્રયોગ કરી સંપૂર્ણ સોલાર આધારીત વિદ્યુત ને grid ની જેમ જ વાપરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

    કોરોના ના સમયમાં જ્યારે આપણને બધાને ઓક્સિજનની અછત વર્તાઈ ત્યારે વૃક્ષોનું મહત્વ આપણને યાદ આવ્યું. લાકડાના કોલસા માંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કેટલાય વૃક્ષોનું નિકંદન નીકળતું હશે એ અકલ્પનીય છે. અને વિદ્યુત ઉત્પન્ન થયા પછી વિશાળકાય ચીમનીમાંથી કેટલાય પ્રદૂષિત ધુમાડા હવા તેમજ વાતાવરણને પ્રદૂષિત કરતા હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ બધાની સામે પર્યાવરણ તેમજ વૃક્ષો નું સંરક્ષણ કરવા માટે અને પૂરતા પ્રમાણમાં વિદ્યુત નો સ્ત્રોત પણ મળી રહે તે માટે ગ્રીન એનર્જી સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે.

    આજે ગોધરા શહેર જ નહીં પરંતુ જિલ્લામાં અનેક લોકો તથા સંસ્થાઓ સોલાર એનર્જી તરફ વળ્યા છે. ધાબા ઉપર જઈને દૂર દૂર સુધી નજર કરતાં અનેક સોલાર પેનલો જોવા મળી રહી છે. જેમ સરકાર અને વિશ્વ પર્યાવરણને બચાવવા ઝઝૂમી રહી છે ત્યારે સામાન્ય પ્રજા પણ તેમાં સમજણપૂર્વક પોતાનું યોગદાન આપી રહી છે જે પ્રશંસનીય છે.
    First published: