ગોધરા શહેરમાં આ જગ્યાએ મળે છે ફક્ત ૩૦ રૂપિયામાં મંચુરિયન અને નુડલ્સ
સ્ટ્રીટ પરાઠા હાઉસે ટૂંકા ગાળામાંજ ગોધરાની જનતાના દિલ જીતી લીધા છે. એક વાર ગ્રાહક અહીથી ખાઈને જાય એટલે બીજીવાર અવશ્ય આવે છે એવું રેસ્ટોરન્ટનાં માલિકનું કહેવું છે.
Prashant samtani, Panchmahal. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બમરોલી રોડ વિસ્તરમાં આવેલી સ્ટ્રીટ પરાઠા દુકાનમાં મળે છે, ફકત 30 રૂપિયામાં મળે છે મંચુરિયન અને નુડલ્સ જેવી વાનગીઓ. મૂળ રાજસ્થાનના વતની રાજુ સિંગ 12 વર્ષથી અમદાવાદ ખાતે આવેલી હોટલમાં નોકરી કરતા હતા. 12 વર્ષ સુધી હોટલમાં ચાઇનીઝ , પંજાબી, કાઠીયાવાડી એમ દરેક જાતની વાનગી બનાવતા હતા. ત્યાર બાદ તેમને પોતાની હોટલ શરુ કરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ વર્ષ 2020 માં રાજુસિંગે નોકરી છોડી ગોધરા ખાતે બામરોલી રોડ વિસ્તારમાં પોતાની સ્ટ્રીટ પરાઠા નામની દુકાન શરુ કરી. તેમાં તેમને ફક્ત 30 રૂપિયામાં ચાઇનીઝ મંચુરિયન અને નુડલ્સ વેચવાનું શરુ કર્યું.
ગોધરા શેરમાં આશરે 300થી પણ વધુ ચાઇનીઝની દુકાનો આવેલી છે. પરંતુ સ્ટ્રીટ પરાઠા હાઉસમાં મળતાં ચાઇનીઝની ખુબજ માંગ છે. લોકો દુર દુરથી અહી ચાઇનીઝ ખાવા આવતા હોય છે.
રોજના 300 થી 400 લોકો ચાઇનીઝ ખાવા આવે છે
સ્ટ્રીટ પરાઠા હાઉસમાં સામાન્ય દિવસોમાં 300 થી 400 લોકો અહી સ્પેશીયલ ચાઇનીઝ ફૂડ ખાવા આવતા હોય છે. વિકેન્ડના દિવસોમાં આશરે 600 થી 700 લોકો અહી ચાઇનીઝ ખાવા આવે છે. સ્ટ્રીટ પરાઠા હાઉસે ટૂંકા ગાળામાંજ ગોધરાની જનતાના દિલ જીતી લીધા છે. એક વાર ગ્રાહક અહીથી ખાઈને જાય એટલેબીજીવાર અવશ્ય આવે છે એવું રેસ્ટોરન્ટનાં માલિકનું કહેવું છે.
રાજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે લોકો ને પીરસવામાં આવતી તમામ પ્રકારની વાનગીઓસ્વાદ સાથે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. ફૂડકવોલિટી માં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી દરેક લોકોનેસ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે.
ગોધરા શહેરના લોકો ખાવા પીવાના ખુબ શોખીન છે.ગોધરા ની જનતા માટે આ દુકાન આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટ્રીટ પરાઠા હાઉસ- બામરોલી રોડ એસ.બી. આઈ બેંક સામે,બમરોલી રોડ,ગોધરા જી. પંચમહાલ.મોબાઈલ - 9662701684.