ગોધરામાં રેડક્રોસ ભવન ખાતે યોજાયેલો મેકઅપ બ્યુટી સેમિનારમાં મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતનામ એવા હર્ષા મોદીનાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.હર્ષા મોદીએ ગોધરા ખાતે beauticians ને કેટલીક ટિપ્સ તથા ટ્રેનિંગ આપી હતી.
Shivam Purohit, Panchmahal: પંચમહાલ જીલ્લો દિવસેને દિવસે અલગ-અલગ ફિલ્ડમાં પોતાનો દબદબો જાહેર કરી રહ્યો છે ત્યારે વ્યવસાય, શિક્ષણ, ઉદ્યોગ તેમજ રમત ગમત ક્ષેત્રે જિલ્લાએ અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરે છે ત્યારે ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા ઉપગ્રહોમાં પણ પંચમહાલ જીલ્લો પોતાની નોંધ લેવડાવી રહ્યું છે. ગ્લેમર શબ્દ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રી એટલે makeup and beauty ઈન્ડસ્ટ્રીઝમાં પણ પંચમહાલ જીલ્લો આગળ વધી રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ગોધરાના રેડક્રોસ ભવન ખાતે ગોધરાના જાણીતા મેકઅપ આર્ટિસ્ટો યોગેશ રાઠોડ દ્વારા ચોથી વાર મેકઅપ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર વખતે જુદા જુદા સેલિબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ ને બોલાવીને મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરતા beauticians તથા મેકઅપ આર્ટિસ્ટ અને પ્રશિક્ષણ પૂરૂં પાડી રહ્યા છે.
ફેશન ઇન્ડસ્ટ્રી સહિત bridal makeup માં ખ્યાતિ ધરાવતા હર્ષા મોદીએ ગોધરા ખાતે beauticians ને કેટલીક ટિપ્સ તથા ટ્રેનિંગ આપી હતી
ગોધરામાં રેડક્રોસ ભવન ખાતે યોજાયેલો મેકઅપ બ્યુટી સેમિનારમાં મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતનામ એવા હર્ષા મોદીનાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા તેમજ ગુજરાતી તેમજ ફેશન ઇન્ડસ્ટ્રી સહિત bridal makeup માં ખ્યાતિ ધરાવતા હર્ષા મોદીએ ગોધરા ખાતે beauticians ને કેટલીક ટિપ્સ તથા ટ્રેનિંગ આપી હતી.
યોજાયેલા આ સેમિનારમાં પંચમહાલ જિલ્લા સહિત રાજસ્થાન તથા મધ્ય પ્રદેશથી પણ મેકઅપ આર્ટિસ્ટ સેમિનારનો ભાગ બન્યા હતા. જેમાં હર્ષા મોદીએ જણાવ્યું હતું કે ગોધરામાં પ્રથમવાર આવીને તમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.તેઓ એ ગોધરામાં ફરી આવવાની ઈચ્છા દર્શાવી હતી,
ગોધરા તેમજ પંચમહાલ જિલ્લાની મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પોટેન્શિયલ: હર્ષા મોદી,મેકઅપ આર્ટિસ્ટ
તેમણે ઉમેર્યું કે ગોધરા તેમજ પંચમહાલ જિલ્લાની મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પોટેન્શિયલ રહેલું છે જેમાં મેકઅપ ક્ષેત્રે પંચમહાલ જિલ્લાની હરણફાળ ભરી છે પરંતુ હેર સ્ટાઈલ ક્ષેત્રે હજુ ઘણું બધું શીખવાનું છે અને આ સેમિનાર જે ગોધરાના જાણીતા મેકઅપ આર્ટિસ્ટયોગેશ રાઠોડ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં હેર સ્ટાઈલ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા હાલ આત્મનિર્ભર ભારતની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે કેટલાય લોકો બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈરહ્યા છે અને તેમાં પણ યોગ્ય પ્રશિક્ષણ મળે તો લોકલ બ્યુટિશિયન્સને વિશ્વ ફલક ઉપર પ્રસિદ્ધ થવાનો મોકો પણ મળતો હોય છે.