Panchmahal crime news: પંચમહાલ જિલ્લાનાં (panchmahal news) શહેરા નગરનાં માલીવાડા સ્વામિનારાયણ મંદિર (Swaminagaran temple) પાછળ ચાઈનીઝ દોરાનું વેચાણ કરવામાં આવતું હોય તે મુજબ ની ખાનગી બાતમી શહેરા પોલીસને મળી હતી.
Panchmahal news: શહેરા નગરમાં માલીવાડ વિસ્તારમાં ચાઈનીઝ દોરીના (Chinese lead) ફિરકા નંગ 5 કિંમત રૂપિયા 1700 ના પકડી પોલીસે વિક્રેતા સામે કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાનાં (panchmahal news) શહેરા નગરનાં માલીવાડા સ્વામિનારાયણ મંદિર (Swaminagaran temple) પાછળ ચાઈનીઝ દોરાનું વેચાણ કરવામાં આવતું હોય તે મુજબ ની ખાનગી બાતમી શહેરા પોલીસને મળી હતી.
આ બાતમીના આધારે તપાસ કરતાં શહેરા માલીવાડા વિસ્તારમાં ચાઈનીઝ દોરા ફિરકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેથી શહેરા પોલીસ બાતમી મુજબનાં સ્થળ ઉપર પહોંચી સ્વામિનારાયણ મંદિર બાજુમાં આવેલી એક દુકાને જઇ નામ અને હકિકત પુછતા વિશાલ ચંદ્રકાન્ત પાઠકની દુકાન માં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરે છે તેવું જાણ થતાં બાતમી મુજબ તપાસ કરતા હકીકત સામે આવી હતી.
દુકાનમાં ચાઇનીઝ દોરી વીટેલ કાળા કલરના ફિરકા 2500 વાર નાં નંગ ચાર મળી આવ્યા હતાં તેની ઉપર અંગ્રેજી માં x-POWER લખાણ લખેલ છે જે એક પ્રકાર ની ચાઇનીઝ સીન્થેટીક દોરી છે, જેની આશરે કિંમત રૂ.300 લેખે ફિરકા નંગ - 4 કુલ મળી કિંમત રૂપિયા 1200 તથા ચાઇનીઝ સિન્થેટીક રાખોડી કલરની દોરી વિટેલ કાળા કલરનો ફિરકો 5,000 વાર નો નંગ 1 મળી આવેલ છે, જેની ઉપર અંગ્રેજીમાં MONOSKY NINJA લખાણ લખેલ છે જેની આશરે કિંમત રૂપિયા 500 છેે.
પોલીસ દ્વારા તપાસ કરતા ચાઈનીઝ દોરા હોવાનું જણાઇ આવતાં તેમણે ઉપરોક્ત મળી આવેલા ચાઈનીઝ દોરા ના ફિરકા ને પોતાના કબજામાં લઇ દુકાનદાર દ્વારા સરકારના માનવ પશુ પક્ષી માટે જીવલેણ દોરી અને તુક્કલ નાં વેચાણ-સંગ્રહ તથા વપરાશ પર પ્રતિબંધ કરાયો છે જે નિયમ નું ઉલંઘન કરી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી નું વિતરણ કરવામાં આવતું હોવાથી પોલીસ તંત્ર દ્વારા દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.