Home /News /panchmahal /Panchmahal : લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યુ, હવસખોર યુવકે ફર્જી ડોક્યુમેન્ટ ઉભા કરી યુવતીને ફસાવી

Panchmahal : લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યુ, હવસખોર યુવકે ફર્જી ડોક્યુમેન્ટ ઉભા કરી યુવતીને ફસાવી

અંગતપળો વાયરલ કરવાની આપી ધમકી

Crime News: તે યુવકના લગ્ન થયેલા છે તેનું ગામ પીડિતાનાં ગામની બાજુનું મોરવા હડફ તાલુકામાં જ છે, તેની જાણ પીડિત મહિલા ને ન હતી. તેમની પત્ની છે અને એક દીકરી પણ છે તેની જાણ  પીડિત મહિલા ને થતાં  મહિલા ખુબ જ દુઃખી થઈને રડતા રડતાં  ૧૮૧ અભયમ ની મદદ માંગી હતી.

વધુ જુઓ ...
  Shivam Purohit, Panchmahal: રાજયમાં અવારનવાર નાની વયની બાળકીઓને ફોસલાવી ફસાવી દુષ્કર્મ આચરી બદનામ કરવાના કેસમાં સતત વધારો થઈ રહ્યોં છે.તેવામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ચાંદપુર ગામમાં એક નરાધમ પરિણિત યુવકે માં બાપની છત્રછાયા ગુમાવનારી છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી મંદિરમાં લગ્ન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  પીડિત યુવતીએ 181 અભ્યમ પર કોલ કરી મદદ માંગી

  પરિણિત યુવકે યુવતીને અંધારામાં રાખી તેની સાથે સંબંધ બંધાતો હતો.યુવતીને યુવક વિશે જાણ થતાં તેની પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી.3 એપ્રિલ ના રોજ પીડિત યુવતી એ 181 અભ્યમ પર કોલ કરી મદદ માંગતા દગાખોર યુવકનો સમગ્ર ભંડો ફૂટી ગયો હતો.

   છેલ્લા 3 વર્ષથી યુવકે પ્રેમિકાને અંધારામાં રાખી દુષ્કર્મ આચર્યું

  પીડિત યુવતીએ અભ્યમમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તે એક છોકરા સાથે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતી.બે વર્ષ અગાઉ દગાખોર યુવક અને તેના પ્રેમ લગ્ન મંદિરમાં થાય હતા.યુવતીએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી યુવકે તેને અંધારામાં રાખી છે તેને તેનાથી તેની દરેક વાત છુપાવી રાખી અનેક લાલચ આપી હતી.યુવક અગાઉથી જ પરણિત હતો તેને એક બાળકી પણ છે. તેનું ગામ પીડિતાના ગામની બાજુનું મોરવા હડફ તાલુકામાં જ છે, તેની જાણ પીડિત મહિલાને ન હતી.પીડિત મહિલાએ યુવકના ફોનમાં તેની પત્ની અને દીકરીનો ફોટો જોઈ પૂછતાં તેને ફોટોમાં દેખાતી મહિલા તેની મમ્મી અને બહેનનો છે તેમ જણાવ્યું હતું.

  આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસ મળશે ગરમીમાં આંશિક રાહત, જાણો હવામાન વિભાગની આગાહી

   પ્રેમિકાને ડુપ્લીકેટ બનવેલ આધાર કાર્ડ બતાવી ગેરમાર્ગે દોરી 

  યુવક પોતે ગાંધીનગર નો છે કહી પુરાવા સ્વરૂપે ડુપ્લીકેટ બનવેલ આધાર કાર્ડ બતાવી ગેરમાર્ગે દોરી હતી.પ્રેમિકાના નામે અમદાવાદમાં ઘર લેવાનું કહી તેની પહેલી પત્નીના નામે ઘર લીધું હતું.સાથે ઘર લેવા માટે પ્રેમિકા પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા.સાથે સાથે નરાધમ યુવક પ્રેમિકાને લગ્ન કરીશ તો તને હું બદનામ કરી નાખીશ મારી પાસે અપડા અંગત પળો ના વીડિયો અને ફોટા છે.સાથે તેને જો કોઈ બીજા જોડે લગ્ન કરશે તો તેને મારીનાખવાની ધમકી પણ આપે છે.

  આ પણ વાંચો: આગામી 3-4 સપ્તાહમાં આ ટોપ 10 શેર્સ કરાવી શકે છે બમ્પર કમાણી, જુઓ યાદી

   નરાધમ યુવકને કાયદાનો ડર કેમ નથી ?

  પીડિત યુવતીએ 181 અભ્યામની મદદ લેતા અભ્યમની ટીમ દ્વારા યુવતી અને યુવકનું કાઉન્સેલિંગ કરતા યુવકે પોતે કરેલી ભૂલ સ્વીકારી હતી અને તે હવે યુવતી ને હેરાન નહીં કરે તેમ જણાવ્યું હતું.પણ આ ભીલ માત્ર તે સમય કાયદાકીય કાર્યવાહી થી માત્ર બચવા માટે કર્યું હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે હાલ પણ યુવક યુવતીને ધમકી આપી રહ્યો છે.ત્યારે આ તમામ બતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આવા અસામાજિક તત્ત્વોને કડક સજા થાય તેવી પિડિતાની માંગ છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું પીડિતાને ન્યાય મળશે કે પછી આવા નરાધમ યુવક સમજમાં ખુલ્લા ફરતા રહશે કે કેમ તે જોવું રહ્યું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crime news, Local crime, Morva hadaf news, Panchmahal Crime

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन