Home /News /panchmahal /Panchmahal: ગોધરામાં આ જગ્યાએ મળે છે લાઈવ રોલ આઈસ્ક્રીમ, જુઓ વીડિયો

Panchmahal: ગોધરામાં આ જગ્યાએ મળે છે લાઈવ રોલ આઈસ્ક્રીમ, જુઓ વીડિયો

X
ગોધરામાં

ગોધરામાં આ જગ્યાએ મળે છે લાઈવ રોલ આઈસ્ક્રીમ.

ધ લાઈવ આઈસ્ક્રીમ બારમાં આઇસક્રીમની કીમત 60 રૂપિયાથી શરૂ થઈને 100 રૂપિયા સુધીની આઇસક્રીમની વેરાયટી છે. જેમાં ફ્રેશ ફ્રૂટ અને ચોકલેટ જેવા ફ્લેવર્સ ને મિક્ષ કરી અને ગ્રાહકો સામેજ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
Prashant Samtani, Panchmahal - આઈસ્ક્રીમ લોકોને ખુબજ પસંદ હોય છે. આઈસ્ક્રીમ લોકો મુખ્યત્વે જમ્યા પછી ખાવાનું વધુ પસંદ કરે છે. લોકોએ ઘણી પ્રકારની આઈસ્ક્રીમ ખાધી હશે. મુખ્યત્વે લોકો કપ આઈસ્ક્રીમમાં જુદા જુદા ફલેવર વાડી આઈસ્ક્રીમ ખાધી હશે. પરંતુ પોતાના ટેસ્ટ મુજબ જુદા જુદા ફ્લેવર્સ મક્ષ કરાવી શકે તેની વિકલ્પ કપ આઈસ્ક્રીમમાં હોતો નથી.

ગોધરા શહેરમાં લાઈવ આઈસ્ક્રીમ બારમાં લોકો પોતાના સ્વાદ અનુસાર જુદા જુદા ફ્લેવર્સ તથા ફ્રૂટ ઉમેરી અને મિલ્ક સાથે આઈસ્ક્રીમ બનાવડાવી શકે છે. લોકો પોતાની ઈચ્છા મુજબના સ્વાદની આઈસ્ક્રીમ ખાઈ શકે છે. અહી નેચરલ ફ્રૂટ તથા ફ્લેવર્સ દ્વારા પ્યોર મિલ્કથી ગ્રાહક સામેજ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે.

ગોધરા શહેરની સૌપ્રથમ કેફે છે લાઈવ રોલ આઈસ્ક્રીમ મળે છે -

ગોધરા શહેરમાં લાઈવ રોલ આઈસ્ક્રીમ ના કોન્સેપ્ટ ને ધ લાઈવ આઈસ્ક્રીમ બાર દ્વારા લોકો સમક્ષ લાવવા માં આવ્યો હતો. ગોધરા શહેરમાં આ ફકત એકજ જગ્યાએ લાઈવ રોલ આઈસ્ક્રીમ મળે છે. જેથી લોકો દૂર દૂર થી ફકત આ આઈસ્ક્રીમ ખાવા આવતા હોય છે.


નિધિએ રોલ લાઈવ આઈસ્ક્રીમ સિખવા માટે મુંબઈથી લીધી ટ્રેનિંગ -

ધ લાઈવ આઈસ્ક્રીમ બારના ઓનર નિધિએ આ આઈસ્ક્રીમ વિશે ઘણું બધું માર્કેટ રીસર્ચ અને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈમાં આ આઈસ્ક્રીમ બનાવવા માટે ની ટ્રેનિંગ લીધી હતી.


આઇસક્રીમની કીમત 60 થી 100 રૂપિયા સુધી છે -

ધ લાઈવ આઈસ્ક્રીમ બારમાં આઇસક્રીમની કીમત 60 રૂપિયા થી શરૂ થઈને 100 રૂપિયા સુધીની આઇસક્રીમની વેરાયટી છે. જેમાં જુદા જુદા ફ્લેવર્સ, ફ્રેશ ફ્રૂટ અને ચોકલેટ જેવા ફ્લેવર્સ ને મિક્ષ કરી અને ગ્રાહકો સામેજ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે.

ધ લાઈવ આઈસ્ક્રીમ બાર - લેન્ડમાર્ક કોમ્પલેક્ષ , દાહોદ રોડ, ગોધરા.

મોબાઈલ - +91 99790 31515
First published:

Tags: Local 18, Panchmahal