Home /News /panchmahal /

ગોધરામાં મધરાત્રે ગાયની ચોરી કરી કસાઇને વેચનાર આરોપીઓની LCB એ ધરપકડ કરી

ગોધરામાં મધરાત્રે ગાયની ચોરી કરી કસાઇને વેચનાર આરોપીઓની LCB એ ધરપકડ કરી

ગોધરામાં રાત્રિ દરમિયાન કારમાં આવી ગાય ચોરી કરવાની કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે.

સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલા આ વીડિયો અંગે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ આ બાબતને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લીધી હતી.

  રાજેશ જોષી, પંચમહાલ: ગત સપ્તાહે રાત્રિના સમયે ગોધરા (Godhara) પ્રભારોડ ખાતે આવેલી ગણેશનગર સોસાયટીમાંથી ચાર જેટલા શખ્સોએ મધરાત્રે બે વાગે કારમાં આવી બિન્દાસ્તપણે ગાયની ચોરી (stole a cow at midnight) કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલા એક મકાનના સીસીટીવી કેમેરા (CCTV Video)માં કેદ થઈ હતી અને જેનો વીડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા સાથે આરોપીઓને ઝડપી કાર્યવાહી કરવામાં આવે એવી શહેરીજનોમાં માંગ ઉઠી હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબીને ગણતરીના દિવસોમાં ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

  ગોધરામાં રાત્રિ દરમિયાન કારમાં આવી ગાય ચોરી કરવાની કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. આવી ઘટનાઓ અગાઉ પણ ઘણી બધી વાર સામે આવી ચૂકી છે. આ પ્રકારના બનાવને લઈ સમાજના અન્ય ધધાંદારી વ્યક્તિઓને પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જે અંગેની રજુઆત પણ સમાજ અગ્રણીએ જિલ્લા પોલીસવડાને કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્યારે તાજેતરમાં જ ગત સપ્તાહે 9 ઓગષ્ટની રાત્રિએ બે વાગ્યાના અરસામાં ગણેશનગર સોસાયટીમાં આવી ગાયની બિન્દાસ્ત ચોરી કરી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

  આ પણ વાંચો- અમદાવાદના વાસણા બેરેજમાંથી 1957 ક્યુસેક પાણી છોડાતા 12 ગામોને એલર્ટ કરાયા

  સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલા આ વીડિયો અંગે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ આ બાબતને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લીધી હતી અને  એલસીબી પીઆઇ જે.એન.પરમાર સહિત સંલગ્ન પોલીસ અધિકારીઓને ગાય ચોરીના ગુનાનો ભેદ ઉકલેવા સૂચના આપી હતી. બીજી તરફ એલસીબીએ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કાર મારફતે ગાયની ચોરી કરનાર તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને જેમાં સફળતા મેળવી હતી.

  આ પણ વાંચો- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 28 લાખના એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપડક કરી

  એલસીબી પીઆઇ જે.એન.પરમારને (1) મોબીન મકસુદ હયાત રહે.મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોધરા (2) વાહીદ યુસુફ મીઠા, ગોધરા (3) ફીરદોસ અજીજ પઠાણ રહે. ગોધરા (4) ઈરસાદ યુસુફ મીઠા રહે, ગોઘરા (5) વાહીદનો મિત્ર મહંમદ રહે. ગોધરા વાહીદની સીલ્વર કલરની હોન્ડા કંપનીની ફોર વ્હીલ ગાડી લઈને ગણેશનગર સોસાયટીમાંથી એક ગાયને શીંગડા તેમજ કાન તેમજ દોરડુ પકડી ગાયને પાછળથી ધક્કો મારી કારની અંદર ભરી ચોરી કરી લઇ ગયા હોવાની બાતમી મળી હતી. જે આધારે એલસીબી એ આરોપી મોબીન મકસુદ હયાત રહે.મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોધરાને એલ.સી.બી, ઓફીસ ખાતે પકડી લાવી ગાયની ચોરી કર્યા અંગે પુછતા તેણે કબૂલાત કરી હતી કે ગાભણ ગાયની ચોરી કર્યા બાદ તેની કતલ કરી નીસાર ઉર્ફે નોળીયો હુસેન દુધી રહે. મીઠીખાન મહોલ્લા દારૂ સલામ મસ્જીદની પાછળ ગોધરા નાઓને ગાયનુ માંસ વેચાણ આપ્યું હતું. જેથી એલસીબી એ  નીસાર ઉર્ફે નોળીયો હુસેન દુધી ને પણ પકડી લાવી પુછપરછ કરતાં તેણે પોતે ગાયનુ માંસ વેચાણથી લીધું હોવાની કબુલાત કરી હતી.

  જેથી પોલીસે મોબીન મકસુદ હયાત અને નીસાર ઉર્ફે નોળીયો હુસેન દુલ્લી બંનેની ધરપકડ કરી હતી અને અન્ય ચાર સંડોવાયેલા આરોપીઓ (1) વાહીદ યુસુફ મીઠા રહે. મીઠીખાન મહોલ્લા દારૂસલામ મસ્જીદ પાછળ ગોધરા (2) ફીરદોસ અજીજ પઠાણ રહે. ઢેસલી ફળીયા ગોધરા (3) ઈરસાદ યુસુફ મીઠા રહે. દારૂ સલામ મસ્જીદની પાછળ મીઠીખાન મહોલ્લા ગોધરા (4) વાહીદનો મિત્ર મહંમદ રહે. ગોન્દ્રાની શોધખોળ હાથ ધરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, ગુજરાત, ગોધરા, પંચમહાલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन