Home /News /panchmahal /Panchmahal: સડેલી ડુંગળીની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો, બુટલેગરોનો કીમિયો થયો Fail
Panchmahal: સડેલી ડુંગળીની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો, બુટલેગરોનો કીમિયો થયો Fail
પંચમહાલ સમાચાર
પોલીસ ટીમે ટ્રક જેનો નંબર gj 1 bv 1688 માં સડેલી ડુંગળીના ઓથા હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને દાહોદ તરફ જવાનો છે તેવી મળેલી બાતમીના આધારે પોલીસે ટ્રક માં લઈજવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
Shivam Purohit, Panchmahal: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં દારૂની હેરફેર અટકાવતી ગોધરા (godhra) એલસીબી (lcb) પોલીસ દ્વારા લાડપુર એચપી પેટ્રોલ પંપની સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટ્રકમાંથી બિયર (beer) ટીનની 229 પેટી ભરીને બગડેલી ડુંગળી ની આડ માં લઈ જવાતી પકડી પાડવામાં આવી હતી. ગોધરા એલસીબી પોલીસ દ્વારા 15 લાખ કરતાં વધારે નો પ્રોહિબિટેડ મુદ્દામાલ સાથે વિદેશી દારૂના આંતરરાજ્ય ખેપીયાઓ ને ઝડપી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે એક ટ્રક જેનો નંબર gj 1 bv 1688 માં સડેલી ડુંગળીના ઓથા હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને દાહોદ તરફ જવાનો છે તેવી મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી આઈ.એ સિસોદિયા તથા એલસીબી સ્ટાફના માણસોએ ગોધરા તાલુકાના લાડપુર ગામે એચપી પેટ્રોલ પંપ ની સામે હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી gj 1 bv 1688 નંબરની ટ્રકને ટ્રક ચાલક સાથે પકડી પાડી તપાસ કરતા બિયર ટીનની 69 પેટી જેમાં 1,656 બીયર હતા જેની કુલ કિંમત રૂપિયા 1,15,920 રૂપિયા થાય છે.
પોલીસ દ્વારા 15 લાખ 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી.
બીયર ટીનની ૨૦૩ પેટી જેમાં બિયરના 5,400 નંગ ટીન મળી આવ્યા હતા.જેની કુલ કિંમત રૂપિયા 3,24,000 છે. બિયર ટીનની 27 પેટી જેમાં 1224 નંગ બિયર મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂ 85,680 થાય છેતથા આ સાથે 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન અને ઉપર દર્શાવેલા નંબરની ટ્રક જેની કિંમત 10 લાખ રૂપિયા એમ કુલ મળીને 15,30,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ ની જૂદી જૂદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.
જેમાં ખેતીયા ગામ વાનસમા તાલુકા બડવાણી જિલ્લો તથા મધ્યપ્રદેશ નો રહેવાસી 36 વર્ષ ની ઉંમર ધરાવતા સાદિક અનવરસા ફકીર ને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ ની જૂદી જૂદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેમજ આ ટ્રક ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે વિશેની પૂછતાછ સહિતની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.