પાવાગઢ, પંચમહાલ: પાવાગઢ ખાતે ભૂસ્ખલન વિષય પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, મોકડ્રિલ ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, એન.ડી.આર.એફ , એસ.ડી.આર.એફ , તાલુકા વહીવટી તંત્ર હાલોલ , પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વનવિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ, નગરપાલિકા હાલોલ, આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પ્રવાસન વિભાગ જેવા વિવિધ વિભાગ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું .
આ મોકડ્રીલ અંતર્ગત ડિપીઓ વિરલ ક્રીશ્ચન નાં જણાવ્યા અનુસાર ખાસ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ પર અવારનવાર ભૂસ્ખલન ની ઘટના બનતી હોય છે ત્યારે આવી પરીસ્થીતી માં આવતા જતા રાહદારીઓ અને વાહનો ઉપર પથ્થર કે ભૂ ભાગ ધસી પડે આવી પરીસ્થીતી માં શું પગલાં લેવા તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ તેમણે ઉમેર્યું કે પાવાગઢ સેલ્ફી પોઈન્ટ સ્થળ ઉપર ડેમો મોકડ્રીલ મારફતે ભૂસ્ખલન થાય ત્યારે ત્વરીત શું પગલાં લેવા, ભૂસ્ખલન માં પથ્થર કે વજન નીચે દબાઈ ગયેલા વ્યક્તિ ને કેવી રીતે બચાવી શકાય તેમજ કોઈ વ્યક્તિ ઊંડી ખીણમાં કે ઊંચા પહાડ પરથી પડી જાય તેવાં સમયે તેને રેસ્ક્યૂ કરી ને કેવી રીતે બચાવી શકાય તેનું લાઈવ મોકડ્રીલ મારફતે જિલ્લા વહીવટી તંત્ર, એન.ડી.આર.એફ , એસ.ડી.આર.એફ , તાલુકા વહીવટી તંત્ર હાલોલ , પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વનવિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ, નગરપાલિકા હાલોલ, આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પ્રવાસન વિભાગ ને ડેમો પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
તેમજ ઘણીવાર તત્કાલીન સમયે લેટેસ્ટ ટેકનોલોજી નાં સાધનો હોવા છતાં પોલીસ પ્રશાસન કે અન્ય હાજર ટીમ ઘણી વાર સાધનો નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન ન હોવાના કારણે મૂશ્કેલી માં ફસાયેલા વ્યક્તિ નો જિવ બચાવી શકવામાં નિષ્ફળ જાય છે તો આવા સમયે જે ટેકનોલોજી યુક્ત સાધનો ઘટના સ્થળે હાજર હતા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ ખાતે ડેમો માધ્યમ થી એન.ડી.આર.એફ , એસ.ડી.આર.એફ , તાલુકા વહીવટી તંત્ર હાલોલ , પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વનવિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ, નગરપાલિકા હાલોલ, આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પ્રવાસન વિભાગ નાં ટીમ મેમ્બર ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું.