જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સ્ટીલ કંપની નું ભારે પ્રદૂષણ રસ્તા માં ધુમાડા ના ગોટે ગોટા ઉડ્યા.
કાલોલ જીઆઇડીસીમાં આવેલી પંચમહાલ સ્ટીલ નામની કંપની મા થી બુધવારના રોજ બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં રોડ પર ધુમ્મસ જેવા ધુમાડા છવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો ને આગળ નો રસ્તો દેખાતો બંધ થઈ ગયો હતો. કંપનીની ભઠ્ઠીમાં થી નીકળેલા આ ધુમાડા બાબતે જાગૃત નાગરિકો દ્વારા કંપનીના ગેટ પાસે પહોંચી સિક્યુરિટી મારફતે મેનેજર ને જાણ કરી હતી તેમ છતાં પણ આ ધુમાડા નીકળવા ના બંધ થયા નહોતા અને ફરીથી મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા મેનેજરે ફોન ઉપાડ્યો નહોતો જીઆઇડીસી વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ નો સમગ્ર વિસ્તાર કાળાડિબાંગ ધુમાડા વાળો થઈ જવા પામ્યો હતો અને ભારે અવરજવર વાળા આ રસ્તાનો ટ્રાફિક પણ જામ થઇ જવા પામ્યો હતો વાહન ચાલકો ને પોતાના વાહન ની હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. સ્ટીલ કંપની ની ભઠ્ઠી માંથી અવારનવાર લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા પ્રદૂષિત ધુમાડા બહાર નીકળતા હોય છે તેવી સ્થિતિમાં કંપની પાસે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા ધુમાડા કાઢવાની જરૂરી પરવાનગી છે ખરી તેવા પ્રશ્નો પણ જાગૃત નાગરિકોએ ઉઠાવ્યા હતા.પંચમહાલ સ્ટીલ લિમિટેડ ના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા.
ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબજો
ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિન્ગ એક મુજબનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગેની માહિતી અનુસાર કોમન પ્લોટ નો ઉપયોગ વૃત્તાલય વીહારમ સોસાયટીના રહીશો કરતા હતા જે કોમન પ્લોટમાં આરોપી પોતાનું પતરા વાળું રહેણાંક મકાન બનાવી રહેતો હોય અને કબજો પરત ન કરતા તેની સામે ગુનો નોંધાયો છે.
ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારમાં રહેતા મણીભાઈ શનાભાઈ પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જાફરાબાદ વિસ્તારમાં બનાવવામાં આવેલ વૃત્તાલય વિહારમ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ જે સરકાર હસ્તક હોય જે કોમન પ્લોટ નું ક્ષેત્રફળ ૧૧૧૫.૧૭ ચોરસ મીટર હોય જે કોમન પ્લોટ નો ઉપયોગ વ્રૃત્તાલય વિહારમ સોસાયટીના રહીશો કરતા હોય જે કોમન પ્લોટ પૈકીની પૂર્વ દિશા તરફ આઇટીઆઇના કમ્પાઉન્ડ પાસે કોમન પ્લોટ ની જગ્યા માં ચીમનભાઈ દંતાણી રહે, વૃત્તાલય વિહારમ સોસાયટી નાઓએ ગેરકાયદે કબજો કરી તેઓનું પતરા વાળું રહેણાંક મકાન બનાવી રહેતા હતા.
જેથી મણીભાઈ તથા અન્ય સ્થાનિકોએ ચીમનને સોસાયટીના જમીનમાં આવેલ કોમન પ્લોટમાં કબજો પરત સોંપી દેવા માટે અવારનવાર જાણ કરવા છતાં સોસાયટીના કોમન પ્લોટ માં કરેલ કબજો પરત નહીં કરતા ફરિયાદી મણીભાઈ પટેલે સરકારના લેન્ડ ગ્રેબિન્ગ એક્ટ ના કાયદા મુજબ જિલ્લા કલેકટરને અરજી કરતા સુનાવણીના અંતે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવતા પોલીસે જમીન પચાવી પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે જિલ્લાના લેન્ડ માફિયાઓ માં સન્નાટો છવાયો.