હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો સૌથી વધુ ધ્યાન ડેકોરેશન પર આપતા હોય છે, ખાસ કરીને લાઇટિંગ, મંડપ વગેરે, ત્યારે આ વખતે અનેક નવી ડિઝાઇન જોવા મળી રહી છે.
Prashant Samtani, panchmahal - દિવાળી પતી એટલે લગ્ન સિઝન ની શરૂઆત થઈ ગઈ છે. કોરોના કાળ ના બે વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના લગ્ન પર પ્રતિબંધ આવી ગયા હતા , જેથી ઘણા લોકોએ પોતાના લગ્નને પોસ્ટપોન્ડ કર્યા હતા. પરંતુ હવે પહેલાંની જેમ ફરીથી તમામ છુટા આપી દેવાઈ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો લગ્ન પ્રસંગોનું આયોજન કરી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં જુદા જુદા પ્રકારના ડેકોરેશન , થીમ વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ તથા જુદા જુદા પ્રકારની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ,એનિમેશન, ગ્રાફિક્સ , આલ્બમ નું ચલણ બજારમાં જોવા મળી રહ્યું છે. લોકો હવે થીમ વેડિંગ કરતા થયા છે , જેમાં જુદા જુદા પ્રકારની થીમ ડેકોરેશન સાથે લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા જય શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , આ વર્ષે લગ્ન સિઝનમાં ખૂબ સારી સંખ્યામાં ડેકોરેશન ના ઓર્ડર્સ આવી રહ્યા છે. સાથે સાથે લોકો નવા નવા પ્રકારના ડેકોરેશનની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. જેમની ડિમાન્ડ ને પૂરી કરવા માટે અમે નવા નવા પ્રકારના ડેકોરેશન કરીને લોકોને પૂરું પાડીએ છે. જેમાં ખાસ કરીને જુદા જુદા પ્રકારની એન્ટ્રી થીમ હોય છે. જેમાં કોલ્ડ ફાયર થીમ , ફોગ થીમ , મહારાજા થીમ, ડેસ્ટિનેશન વેડિંગ તથા લગ્નના જુદા જુદા પ્રસંગોમાં જુદા જુદા પ્રકારનો ડેકોરેશન કરવામાં આવે છે . જેમ કે , ગણેશ સ્થાપના સમયે જુદુ ડેકોરેશન .જેમાં લોકો ખાસ કરીને નેચરલ ફ્લાવરથી ડેકોરેશન કરવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત હલ્દીમાં પીલી થીમ દ્વારા ડેકોરેશન તથા દુલ્હા દુલ્હનની એન્ટ્રી માટે લોકો હેલિકોપ્ટર એન્ટ્રી, ક્રેન એન્ટ્રી ,હાથી દ્વારા એન્ટ્રી , ઘોડા દ્વારા એન્ટ્રી, ખુલ્લી જીપ દ્વારા એન્ટ્રી વગેરે ડિમાન્ડ કરતા હોય છે. ખાસ બાબત છે કે, આ વર્ષે ડેકોરેશનના ભાવમાં કોઈ ખાસ વધારો થયેલ નથી.
ગોધરાના જય શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ વ્રજરાજ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા લગ્નનું તમામ પ્રકારનું મેનેજમેન્ટ એક જ સ્થળેથી મળી જાય તે રીતનું પણ આયોજન કરી આપવામાં આવતું હોય છે . જે લગ્ન કરનાર પાર્ટીના બજેટ અને જરૂરિયાત મુજબનું પેકેજ પણ બનાવી આપતા હોય છે. જો તમે પણ લગ્નનું આયોજન કરી રહ્યા છો, તો તમે જય શાહ ના સ્ટાર્ટઅપની મદદ લઈ શકો છો. મોબાઈલ નંબર - 7777 99 5519