દેશનું યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે અને શિક્ષણ મેળવે પોતાની નામના મેળવે તેમજ સમાજ અને દેશનું નામ રોશન કરે તે માટે સમાજ કટિબદ્ધ છે એવો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ જે યુવાધન નશાની ચંગુલમાં ફસાઈ ચૂક્યો છે તેવા યુવાનો માટે....
દેશમાં નશાનો વેપાર અને નશો કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.તેવામાં પંચમહાલ જિલ્લો જાણે નશો કરવા અને નશીલા પદાર્થો માટે હોટ ફેવરીટ બન્યું છે.જિલ્લામાં અવારનવાર ક્યાક દારૂ તો ક્યાક પોશડોડાની ખેપ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે.જો વાત કરવામાં આવે પંચમહાલમાં નશો કરવાવાળાની તો નવયુવાનોમાં નશો કરવાનો જાણે નવો ટ્રેન્ડ વ્યાપ્યો છે.નવ યુવાનો વિવિધ પ્રકારના નશીલાપદાર્થો થકી નશો કરી પોતાનું કિમતી જીવન બરબાદ કરી રહ્યા છે.ગોધરામાં થોડા દિવસ અગાઉ એક નવ યુવકે નશાની લતના કારણે આપધાત કરી લીઘું હતું.
સમાજમાં ફેલાાઈ રહેલા નશાને રોકવા લધુમતી સમાજના આગેવાનો દ્વારા સમાજ સુધારાનું બીડું ઉપાડવામાં આવ્યું
ગોધરામાં યુવકે કરેલા આપધાતના કારણે સમાજમાં ફેલાાઈ રહેલા નશાને રોકવા લધુમતી સમાજના આગેવાનો દ્વારા સમાજ સુધારાનું બીડું ઉપાડવામાં આવ્યું છે.નવ યુવાનો નશાને છોડે અને સમાજ માટે કાર્ય કરે તેવા પ્રયત્ન થકી નશામુક્ત ગોધરાની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી,જેના ભાગરૂપે સમાજના આગેવાનો અને પોલીસની સયુક્ત ટીમ દ્વારાગોધરા ખાતે આવેલ પોલન બજાર વિસ્તારમાં કેસરી ચોકમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશ અને શહેરના યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે અને શિક્ષણ મેળવી શિક્ષિત બને તેવો પ્રયત્ન કરાયો.
ગોધરા ખાતે આવેલા પોલન બજાર વિસ્તારમાં કેસરી ચોક ખાતે જ નશામુક્ત ગોધરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલના સમયે નશાની ચંગુલમાં ફસાયેલા યુવાધનને અવળા પાટે થી સીધા પાટે લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજની પ્રજા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ને નશા તરફ થી દૂર લઈ જવા માટે ના અથાગ પ્રયત્નો માં સાથ સહકાર આપવા માટેની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશ અને શહેરના યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે અને શિક્ષણ મેળવે યુવા નામના મેળવે તેમજ સમાજ અને દેશનુ નામ રોશન કરે તેવા હેતુથી લોકોને સંદેશો આપવા એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો.સાથ સાથે જે યુવા ધન નશાની ચુંગલમાં ફસાઈ ચૂક્યો છે તેવાયુવાનો માટે નશા મુક્તિ કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવશે.જેને ધ્યાનમા લઈકાર્યક્રમમાં ઉપસ્થિત એકઉદ્યોગપતિ દ્વારા 1 લાખ રૂપિયાનું ડોનેશન પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
નશો કરવો કે કરાવવો એ ગંભીર ગુનો બને છે જેને લઇને પંચમહાલ પોલીસ તંત્ર સતર્ક અને સજાગ છે:નાયબ પોલીસ અધિક્ષક
આ બાબતેનાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નશો કરવો કે કરાવવો એ ગંભીર ગુનો બને છે જેને લઇને પંચમહાલ પોલીસ તંત્ર સતર્ક અને સજાગ છે તેથી યુવાનોને એક સંદેશ છે કે નાશાથી દૂર રહે અને એવી પ્રવૃત્તિઓ સાથે જોડાયજેનાથી સમાજ અને દેશનું નામ રોશન થાય. તેમજ તેમણે ઉમેર્યું હતું કે જો કોઈપણ યુવા કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતો જણાશે કે કોઈ નશીલા પદાર્થોનું સેવન કરતો કે કરાવતો જોવા મળશે તો તેનાવિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જો તમારા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ નશીલા પદાર્થનો નશો કરતો કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતો જણાઈ આવે તો તમે તમારા વિસ્તારના કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તેમજ આપેલ નંબર પર સંપર્ક કરી માહિતી આપી શકો છે.ગોધરા પોલીસ કન્ટ્રોલ રૂમ નો નંબર,02672-242504 છે.