Prashant Samtani, Panchmahal - લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અવનવીન પ્રકારની પદ્ધતિથી પોતાના લગ્નમાં તૈયાર થતા હોય છે, સાથે સાથે જુદા જુદા પ્રકારના મેકઅપ અને કપડાથી પોતાને તૈયાર કરતા હોય છે. ઉપરાંત અત્યારે થીમ અને ડેસ્ટિનેશન વેડિંગનું પણ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે જ આ વર્ષે લગ્ન જ પ્રસંગોમાં જીપકારથી એન્ટ્રી કરાવવાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે આ તકને ઝડપીને ગોધરાના યુવાને પોતાના ઘરેથી સ્ટાર્ટ અપની શરૂઆત કરી છે.
ગોધરા શહેરના 26 વર્ષે યુવાન મયુર જયસ્વાલ દ્વારા પંજાબ રાજ્ય થી કસ્ટમાઇઝ ડિઝાઇન વાળી જીપ કંપનીની ખુલ્લી જીપ ખરીદી હતી, તે સમયે તો મયુર ને એવો કોઈ વિચાર ન હતો કે ખૂબ સારો એવો વેપાર પણ આપી શકે છે, તે સમયે તો મયુર હે ફક્ત પોતાના શોખથી જીપ લીધી હતી.
મયુર જ્યારે જીપ લાવ્યો હતો ત્યારે તેની જીપને જોઈને ગોધરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જીપ આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકો દૂર દૂરથી જીપને જોવા માટે મયુર ના ઘર સુધી ધસી આવતા હતા અને સેલ્ફી ફોટો લેતા હતા. આ સમય દરમિયાન મયુર ને ઘણા બધા લોકોની એવી ઇન્કવાયરી આવતી હતી કે, તેઓ પોતાના લગ્ન પ્રસંગમાં મયુરની જીપ સાથે એન્ટ્રી કરવા માંગે છે ઉપરાંત વરઘોડામાં પણ તે જીપની સાથે વરઘોડો કાઢવા માંગે છે આ ઇન્કવાયરીઓથી મયુરને બિઝનેસ નો આઈડિયા આવ્યો અને તેણે તે જીપ લગ્ન પ્રસંગોમાં આપવાની શરૂઆત કરી અને આજે મયુર ત્રણ જીપ લગ્ન પ્રસંગોમાં આપીને ખૂબ સારો એવો વેપાર કરે છે.
આ પ્રકારની કસ્ટમાઈઝ જીપ વરઘોડા પ્રી વેડિંગ ફોટોશૂટિંગમાં બ્રાઇડલ એન્ટ્રી તેમજ દુલ્હન એન્ટ્રી માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. પંચમહાલ પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના લગ્ન પ્રસંગમાં આ પ્રકારની જીપ બુકિંગ કરાવી રહ્યા છે. આ જીપના ચાર્જની વાત કરીએ તો વરઘોડામાં આજે ના 12 થી 15000 જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. ઉપરાંત પ્રી વેડિંગ ફોટો શૂટિંગમાં અને અન્ય રોડ જેવા પ્રસંગોમાં અજીબના 5,000 થી લઈને 20,000 સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે.
જો તમે પણ પોતાના લગ્ન પ્રસંગ અથવા વરઘોડા પ્રી વેડિંગ ફોટો શૂટિંગ માટે અજીબ બુક કરાવવા માંગતા હો તો મયુરનો સંપર્ક સાધી શકો છો. 73833-33693.