Panchmahal news: કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુર દ્વારા ખેડૂતો માટે અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી ખેડૂતો માટે ગૃહ વાટીકા એટલે કે કિચન ગાર્ડન વિષય ઉપર 3 દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું
શિવમ પુરોહિત, પંચમહાલ : કેન્દ્રિય બાગાયત સંશોધન કેન્દ્ર, વેજલપુર (vejalpur) દ્વારા ૩ દિવસ તા. ૨૧/૦૩/૨૦૨૨ થી તા. ૨૩/૦૩/૨૦૨૨૨ માટે કાલોલ (Kalol) તાલુકાનાં ખેડૂતો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ (Panchmahal)વિસ્તાર ના આદિવાસી ખેડૂતો પોતાના ઘર આંગણે ગૃહ વાટિકા (કિચન ગાર્ડન ) (kitchen garden) બનાવીને પોષણક્ષમ અને આર્થિક રીતે સદ્ધર થવા અંગે ની વિસ્તાર પૂર્વક ની ટ્રેનિંગ આપવામાં આવશે.
કાર્યક્રમ ના અધ્યક્ષ ડૉ. એ.કે.સિંઘે પોતાના અધ્યક્ષીય ભાષણ માં આ કેન્દ્ર દ્વારા કરવામાં આવતા સંશોધનો તથા ઘર આંગણે ગૃહ વાટિકા (કિચન ગાર્ડન) બનાવીને પોષણક્ષમ અને આર્થિક રીતે સદ્ધર કેવી રીતે થઈ શકાય તે અંગેની વિસ્તૃત માહિતિ આપી હતી. આ કાર્યક્રમના સંચાલક ડો.ગંગાધરા કે. અને સહ સંચાલક ડો. લાલુ પ્રસાદ યાદવે તમામ મહેમાનો તથા ખેડૂતોનું સ્વાગત તથા આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખેડૂતોને બિલાના ફળ તથા ઘર આંગણે ગૃહ વાટિકા (કિચન ગાર્ડન ) બનાવા માટે જરૂરી બીજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર નાં પ્રધાન વૈજ્ઞાનિક તથા અધ્યક્ષ ડૉ. એ.કે. સિંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુર દ્વારા ખેડૂતો માટે અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી ખેડૂતો માટે ગૃહ વાટીકા એટલે કે કિચન ગાર્ડન વિષય ઉપર 3 દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુર ખાતે જે પણ ફળો હાજર છે તેનાથી ખેડૂતોને અવગત કરાવવામાં આવશે તેમ જ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે તમને સમજાવવામાં આવશે કારણ કે બાગાયત કેન્દ્ર ખાતે રિસર્ચ દ્વારા ડૉ. એ.કે. સિંઘ ના માર્ગદર્શન હેઠળ ફળો નું અલગ અલગ પ્રકારે વેલ્યુ એડીશન કરી અલગ અલગ પ્રકારે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે વિશે રિસર્ચ કરવામાં આવ્યું છે .
જેનાથી ખેડૂતોને અવગત કરાવવામાં આવશે તેમજ આ ટ્રેઈનિંગ પ્રોગ્રામ અંતર્ગત ખેડૂતો પોતાના ઘરે કે વાડામાં ગૃહ વાટિકા એટલે કે કિચન ગાર્ડન કેવી રીતે કરી શકે જેના થકી તેઓ અને તેમનો પરિવાર પોષણક્ષમ આહાર મેળવી શકે તેમ જ તેના થકી આવક પણ મેળવી શકે છે.
આ કાર્યક્રમ ના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવભાઇ ઠાકોર ઉપસ્થિત રહયા હતા.