Home /News /panchmahal /Panchmahal: આધુનિક ટેક્નોલોજી અંગે મહિલાઓ અને વૃદ્ધોને માહિતગાર કરશે આ યુવાનો

Panchmahal: આધુનિક ટેક્નોલોજી અંગે મહિલાઓ અને વૃદ્ધોને માહિતગાર કરશે આ યુવાનો

શું તમારા દાદી અથવા માતાને મોબાઇલ ની જુદી જુદી એપ્લીકેશનસ વાપરતા શીખવું છે? 

ગોધરામાં જુદા જુદા ક્ષેત્ર મા અભ્યાસ કરતા યુવાનોના ગ્રુપ "ટેકનિકલ વારસો" દ્વારા એક અનોખાં કોન્સેપ્ટ સાથે પ્રથમ વખત વર્કશોપ નું આયોજન કરશે. જેમા મહિલાઓ અને વૃદ્ઘોને મોડન ટેકનોલોજી અને મોબાઈલ એપ વિશે સમજણ પૂરી પાડશે.

    Prashant Samtani, Panchmahal:  આજની નવી પેઢી તો બાળપણ થી જ નવી ટેકનોલોજી થી વાકેફ થઈ જતી હોંય છે. નવું જાણવાની ઉત્સુકતા અને સમજણથી યુવા પીઢી રોજ બરોજ આવતી નવી નવી ટેકનોલોજી શીખી લેતા હોંય છે, પરંતુ જ્યારે વાત કરીએ આપણા દાદી અથવા માતાની પોતાના દીકરા, દિકારીઓ અને પૌત્રોને મોબાઇલ વાપરતા જોઈ, ઘણી વખત આપણા દાદી અથવા માતા ને પણ મોબાઇલ માં આવતી જુદી જુદી વસ્તુઓ શીખવાની ઇચ્છા થતી હોંય છે. ઓનલાઈન શોપિંગ હોંય કે સોસિયલ મિડિયા આજના યુગમાં મોબાઇલ આવડવું જાણે દરેક માટે ફરાજિયાત થઈ ગયું હોંય તેમ લાગે છે, કારણકે આજ કાલ દરેક વસ્તુ મોબાઇલના ઉપયોગ વડે જ થવા લાગી છે. બીલ ભરવું હોંય તો પણ મોબાઇલ, ગેમ રમવા પણ મોબાઇલ, વસ્તુ ની ખરીદી માટે પણ મોબાઇલ અને youtube અથવા મૂવી જોવા પણ મોબાઇલ. જીવન ના દરેક તબ્બકે મોબાઈલ ખૂબ અગત્યનું અંગ બની ગયું છે.

    ગોધરામાં જુદા જુદા ક્ષેત્ર મા અભ્યાસ કરતા યુવાનોના ગ્રુપ "ટેકનિકલ વારસો" દ્વારા એક અનોખાં કોન્સેપ્ટ સાથે પ્રથમ વખત વર્કશોપ નું આયોજન થનાર છે, જેમાં મોટી ઉંમર ની મહિલાઓ કે જેઓને મોબાઇલ ફોન ના ફીચર્‌સ ને બરાબર વાપરતા ના આવડતા હોંય, અથવા જુદી જુદી એપ્લીકેશનસ ના ઉપયોગ મા તકલીફ પડતી હોય તો તેવી મહિલાઓ ને ગ્રુપ ના યુવાનો દ્વારા મોબાઇલ ફોન અને તેના ઉપયોગ ને લગતી તમામ ટેકનિકલ બાબતો ની માહિતી સરળ ભાષા માં મળી રહે તે માટે નું પ્લેટફોર્મ વિકસાવવાનું નક્કી કર્યું છે.

    આ અવનવીન પ્રકાર ના કોન્સેપ્ટ ની આઈડિયા અભિષેક પાઠક નામના યુવકને આવી, જેણે પોતાની માતા ને આ વિશે વાત કરતા, રીટાયાર્ડ સરકારી અધિકારી કાશ્મીરા પાઠક અને તેમના પુત્ર અભિષેક પાઠકે ટેકનિકલ વારસો નામથી સંસ્થા શરૂ કરવાનું વિચાર્યું. અભિષેકે પોતાના મિત્ર વર્તુળ માંથી 7 બહેનો ને તૈયાર કરી કે જેઓ જુદા જુદા ક્ષેત્ર મા અભ્યાસ કરે છે. ગ્રુપ ની રચના કરી ગોધરા શહેર ની મહિલાઓ ને ટેકનિકલ માહિતી સરળ ભાષા માં પુરી પાડવા માટે જુદા જુદા સ્થળે સેમિનાર, વર્કશોપ ના આયોજન કરવાની રણનીતિ શરૂ કરી.



    અભિષેકે પોતાના જ ઘર ને ઓડિટેરિયમ માં ફેરવી દઇ આવા પ્રકાર ના વર્કશોપ નું આયોજન કરવાનું નક્કી કર્યું છે. મહત્વ ની વાત એ છે કે મુખ્યત્વે 35 થી લઈને 65 વર્ષ સુધી ની 30 થી વધુ મહિલાઓએ આ વર્કશોપ માં ભાગ લેવા અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ટેકનિકલ વારસા ની ટીમ ધ્વારા એક ટેલીફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જો કોઈ પણ વિસ્તાર ની ઓછા માં ઓછી 20 મહિલાઓ મળીને આ પ્રકાર ના વર્કશોપ નું આયોજન કરવા તૈયાર થસે તો ટેકનિકલ વારસા ની ટીમ તેમના એરિયા માં જઈ વર્કશોપ નું આયોજન કરશે. સેમિનાર માં મુખ્યત્વે યુપીઆઈ થી મની ટ્રાન્સફર કઈ રીતે કરવા - અલગ અલગ - યુપીઆઇ એપ્સ જેમકે PayTm,  Google pay  વગેરેનું ઇન્ટ્રોડક્શન - બિલ ઓનલાઈન કઈ રીતે પે કરવા - ઓનલાઇન શોપિંગ કઈ રીતે કરવી - ગુજરાતી અને હિન્દી ભાષામાં સરળ રીતે કઈ રીતે લખવું - સોશિયલ મીડિયા એપ્સ જેવા કે Youtube, facebook Instagram, Whatsapp વગેરેનું ઇન્ટ્રોડક્શન - મોબાઈલના અવનવા ફીચર્સ તથા એવા જ અમુક અવનવા એપ્સની જાણકારી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

    સંપર્ક નંબર: અભિષેક પાઠક - 9825036800, કાશ્મીરા પાઠક - 7069314800

    સ્થળ - એ/56 શુક્લા સોસાયટી, રજનીકાંત પાઠક રોડ, ગાયત્રી મંદિર પાસે, ગોધરા-૩૮૯૦૦૧.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Engineering and Technology, Mobile and Technology, Mobile Application, Panchmahal

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन