Home /News /panchmahal /પંચમહાલના ધાબાડુંગરીમાં બીરાજમાન છે ભગવાન કેદારનાથ; દર્શન માત્રથી જ થઈ જાય છે દુ:ખ દૂર
પંચમહાલના ધાબાડુંગરીમાં બીરાજમાન છે ભગવાન કેદારનાથ; દર્શન માત્રથી જ થઈ જાય છે દુ:ખ દૂર
પાવાગઢ નજીક આવેલું છે મહાભારત થી પણ પૌરાણિક કેદારનાથ મહાદેવનું મંદિર
પાવાગઢથી ખૂબ નજીક રાધનપુર ગામ ખાતે આવેલું છે. કહેવાય છે કે , આ મંદિર મહર્ષિ વિશ્વામિત્રી ની તપોભૂમિ છે . આજે પણ લોકો મંદિર મા તેજ શક્તિ ને મહેસૂસ કરે છે . લોકોની માન્યતા છે કે , ધાબાડુંગરી નામે જાત આ સ્થાનમાં શિવ શક્તિનો કાયમી વાસ છે.
Prashant Samtani, Panchmahal: પંચમહાલ જિલ્લાની ધરોહર પર મહાભારતકાળ કરતાં પણ પૌરાણિક મહાકાલ નું મંદિર ધાબાડુંગરી આવેલું છે . જે વડોદરાથી 42 કિલોમીટરના અંતરે આવેલું છે અને પાવાગઢથી ખૂબ નજીક રાધનપુર ગામ ખાતે આવેલું છે. કહેવાય છે કે , આ મંદિર મહર્ષિ વિશ્વામિત્રી ની તપોભૂમિ છે . આજે પણ લોકો મંદિર મા તેજ શક્તિ ને મહેસૂસ કરે છે . લોકોની માન્યતા છે કે , ધાબાડુંગરી નામે જાત આ સ્થાનમાં શિવ શક્તિનો કાયમી વાસ છે.
મંદિરના નવનિર્માણ કાર્ય 1975 થી પ્રારંભ કરી 1984 માં વૈશાખ સુદ છઠને દિવસે ગેલી ગુફામાં ભગવાન કેદારનાથનો પ્રાદુભાવ થયો . સન 1978 માં દુર્ગાનો કાયમી વાસ ધાબાડુંગરી મુકામે કરવામાં આવ્યો અને 1971માં યંત્ર સ્થિત મહાકાળી મહાલક્ષ્મી સરસ્વતી અને મા જગદંબા સાથે મા શક્તિઓનો અવતરણ અહીં કરવામાં આવ્યું. 1995 માં પૂજ્ય સ્વામીજી જીવંત કુટીરનું પ્રેરણા સ્ત્રોત સમી સ્મૃતિ મંદિર નું નિર્માણ અહીં કરવામાં આવ્યું.
હાલોલ થી લઈને પાવાગઢ જવાના રસ્તામાં વચ્ચે જ તમને મુલાકાત થશે કુદરતના અદભુત નજારા ધાબાડુંગરીની . અહીં સાક્ષાત સ્વયંભૂ કેદારનાથ મહાદેવ બિરાજમાન છે . જેથી લોકો માટે ધાબાડુંગરીએ આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે . ઉપરાંત પર્યટકો જ્યારે પાવાગઢની મુલાકાત લેતા હોય છે , ત્યારે અવશ્યપણે ધાબાડુંગરીની પણ મુલાકાત લઈને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણતા હોય છે.
કહેવાય છે કે, ધાબાડુંગરી એ પિકનિક પોઇન્ટની સાથે સાથે સેલ્ફી ઝોન પણ બનવા જઈ રહ્યું છે. લોકો દૂર દૂરથી અહીં ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી કરવા માટે આવતા હોય છે. ધાબા ડુંગળી ખાતે આવેલ ગેબી ગુફામાં કેદારનાથ મહાદેવ નું મંદિર આવેલું છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અને શિવરાત્રીના દિવસે અહીં લાખોની સંખ્યામાં ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા આવતા હોય છે . આ ઉપરાંત અહીં અન્ય પણ ઘણા બધા મંદિરો આસ્થાનું બહુમોટું કેન્દ્ર છે.
જો તમે ધાબા ડુંગળીની મુલાકાત બપોરના 12:00 વાગ્યાથી લઈને 1 .30 ના સમય દરમિયાન લો છો તો અહીંયા ભોજનાલય ચાલુ રહે છે. જ્યાં તમે પ્રસાદીનો લાભ પણ લઈ શકો છો. મંદિરની મુલાકાત લો ત્યારે તમને અવશ્ય વાનર દેવતાની પણ દર્શન થવાના છે, મંદિરની ખાસિયત છે કે, મંદિરમાં વાનરના ટોળેટોળા જોવા મળે છે .મંદિરની મુલાકાત લેતા ભક્તો વાનર દેવતાને પોતાનો નાસ્તો ,રોટલી, બિસ્કીટ વગેરે પણ ખવડાવી આનંદ માણતા હોય છે.
તો જ્યારે પણ તમે પાવાગઢ ની મુલાકાત લેવાનો પ્લાનિંગ બનાવો છો તો અવશ્ય ધાબા ડુંગળીની મુલાકાત લેવાની ચૂકશો નહીં. અહીંના પ્રાકૃતિક દ્રશ્યો તમારું મન મોહી લેશે અને ભગવાન કેદારનાથના દર્શનનો લાભ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.