Home /News /panchmahal /Panchmahal: અહી આવેલી છે સ્વામી લીલાશાહ મહારાજની કુટિયા, જાણો શું છે ઈતિહાસ

Panchmahal: અહી આવેલી છે સ્વામી લીલાશાહ મહારાજની કુટિયા, જાણો શું છે ઈતિહાસ

જાણો કોણ હતા ,મહાપુરુષ સ્વામી લીલાશાહ મહારાજ. 

પાકિસ્તાન દેશના સિંધુ નદીના કિનારે આવેલ હૈદરાબાદ જિલ્લાના ચંદાઈ નામના ગામમાં તોપણદાસ ગંગારામજી સરપંચ હતા. તેમને બે પુત્રીઓ હતી અને એક પણ પુત્ર ન હતું. પરંતુ તેમને પુત્ર ની ઈચ્છા ખૂબ સતાવતી હતી.

 • News18 Gujarati
 • Last Updated :
 • Panch Mahals, India
  Prashant Samtani Panchmahal: વિશ્વમાં જ્યારે જ્યારે કોઈ માનવ કઠિન પરિસ્થિતિઓમાં ભરાયું છે. ત્યારે ત્યારે તેઓના કલ્યાણ માંટે યુગ પુરૂષોએ પથ ચિન્હીત કરી તેઓનો કલ્યાણ કર્યો છે.ત્યારે આપણે એવાજ એક યુગ પુરૂષની વાત કરી રહ્યા છીએ જેઓએ માનવ કલ્યાણ માટે અનેક એવા કાર્યો કર્યા અને લોકોને પાર પાડ્યા છે. ૧૯૪૭માં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે , પાકિસ્તાનમાંથી હિન્દુઓ હિજરત કરીને ભારત તરફનું પલાયન કર્યું. તે સમયે ઘણું કત્લેઆમ આમ થયું હતું.

  કોણ હતા સંત લિલાશાહ મહારાજ?

  પાકિસ્તાન દેશના સિંધુ નદીના કિનારે આવેલ હૈદરાબાદ જિલ્લાના ચંદાઈ નામના ગામમાં તોપણદાસ ગંગારામજી સરપંચ હતા. તેમને બે પુત્રીઓ હતી. પરંતુ તેમને પુત્રની ઈચ્છા ખૂબ સતાવતી હતી. અંતે તેઓ પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે પોતાના કુલગુરુ રતનભગત ને ત્યાં ગયા અને રતનભગત ગુરુને પોતાની પુત્રની ઈચ્છા જણાવી.

  કુલગુરુએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપતા તેમને કહ્યું કે,તમને બાર મહિનાની અંદર પુત્ર થશે, જે ફક્ત તમારા કુલને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજનું નામ રોશન કરશે અને અંતે ઇસવીસન 1880માં 23 માર્ચના રોજ સંત લીલાશાહનો જન્મ થયો. મહારાજ પાંચ વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થઈ ગયું અને દસ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું દેહાંત થયું અને તેઓ નિરાધાર બન્યા હતા .ત્યાર પછી તે પોતાના કાકા અને કાકી સાથે રહેવા લાગ્યા.

  સંત લીલાશાહ ના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવ્યો?

  સંત લીલાશાહ જ્યારે બાર વર્ષના હતા, ત્યારે તેઓ પોતાના ફોઈના છોકરા લખુંમલની કરિયાણાની દુકાને કામ કરતા હતા. તે સમયે લખુમલે સ્વામીને બીજા ગામથી અનાજની ખરીદી માટે મોકલ્યા હતા. સ્વામી બે બેલગાડી ભરીને અનાજ લઈને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા ,ત્યારે રસ્તામાં કેટલાક ગરીબ અને ભૂખ્યા લોકોએ સ્વામીને રોકી લીધા ,સ્વામીને તેમના પર દયા આવી ગઈ અને સ્વામીએ અનાજમાંથી કેટલુંક અનાજ તે લોકોને વિનામૂલ્ય આપી દીધું અને જ્યારે સ્વામી દુકાને પરત ગયા ત્યારે ડરના મારે સ્વામીએ બીમારીનું બહાનું બનાવીને લખુમલ થી છુપાઈને રહ્યા.

  બીજા દિવસે લખુમલ સ્વામી પાસે આવ્યા અને તેમને કહ્યું કે, તમે તો ખુબ સરસ માલ લઈને આવ્યા છો. ત્યારે સ્વામીને આશ્ચર્ય થયું કે, તેમણે તો લીધેલો તમામ માલ એ ગરીબોમાં વહેંચી દીધો હતો અને તમામ બોરા ખાલી હતા.તો કેવી રીતે ભરાઈ ગયા. અંતે તેમણે નિશ્ચય કર્યો કે , જે પરમાત્માએ તેમની ઇજ્જત રાખી છે, તે પરમાત્મા ની ખોજમાં તેઓએ પોતાનું જીવન સમર્પિત કરવું છે.

  સંત લીલાશાહ સન્યાસી બન્યા .

  સ્વામી લીલાશાના કુલગુરુ રતનભગત અવસાન પામ્યા. ત્યારબાદ તેમની ગાદી ઉપર સ્વામીજીને બેસવા માટે શિષ્યોએ ઘણો દબાણ કર્યો. અંતે સ્વામીએ ગાદી પર બેઠા તો ખરા. પરંતુ તેમનું મન કંઈ અલગ જ વિચારી રહ્યું હતું. તેમણે પોતાની ચાચીને કીધું કે, તે પરમાત્માની ખોજ કરવા માંગે છે .ત્યારે તેમની સાચીએ તેમને વચન લેવા માટે કહ્યું કે, જ્યારે પણ હું મારો દેહ ત્યાગ કરું ત્યારે મને કાંધો તારે જ આપવો પડશે .ત્યારે સ્વામીએ પોતાની ચાચીને તે વચન આપ્યું અને અંતે તેઓ તે સ્થાન છોડીને તંડો ગામે આવી નારાયણદાસના મંદિરમાં રહેવાનું શરૂ કર્યું. અને ત્યાં તેઓ હિન્દી ભાષા અને વેદાંતગ્રંથો વિશેનો અભ્યાસ કરતા હતા.

  અંતે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને સન્યાસી બન્યા. તે સમયે તેમની ઉંમર માત્ર 12 વર્ષની હતી . ત્યારબાદ તે સદગુરુ કેશવાનંદ ને મળ્યા અને તેમના જ આશ્રમમાં તેમણે વેદાંતગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તેમના ચાચીનું અવસાન થયું તે સમયે સ્વામી લીલાશાહ મહારાજ ત્યાં હતા નહીં, પરંતુ અવસાન બાદ તરત જ તેઓ પોતાની ચમત્કારી શક્તિઓથી ત્યાં પ્રગટ થઈ ગયા અને પોતાના ચાચીના દેહ ને કાંધો આપી પોતે આપેલ વચન પૂર્ણ કર્યો હતો .આ પ્રસંગે તો જાણે ત્યાંના લોકોને અચંભિત કરી દીધા હતા.

  સ્વામીજીની સમાજ સેવા .

  એવું કહેવાય છે કે, સ્વામીજી નું સૂત્ર હતું " રલી કુલ્લે તે , રોટી રાજ તે" જેનો મતલબ થાય છે કે ,સ્વામીજી પોતાની સાથે એક ગોદડી લઈને ચાલતા હતા અને ખાવા પીવાનું એ પરમાત્મા પર છોડીને , કોઈ એક જગ્યાએ નહીં ટકીને દેશના ખૂણે ખૂણે જઈને ત્યાંના લોકોને વેદાંતગ્રંથો વિશે, તેમજ ભગવદ્ ગીતા અંગેનું જ્ઞાન પીરસતા હતા. આ ઉપરાંત સંત લીલાશાહ ખૂબ જ્ઞાની યોગીપુરુષ હતા .

  જે જુદા જુદા પ્રકારની યોગ ક્રિયાઓ જાણતા હતા અને તેનું જ્ઞાન દરેક લોકો સુધી પહોંચે તે માટે હંમેશા ગામે ગામ જઈને લોકોને યોગજ્ઞાન પૂરું પાડતા હતા. ૧૯૪૭માં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે , પાકિસ્તાનમાંથી હિન્દુઓ હિજરત કરીને ભારત તરફનું પલાયન કર્યું. તે સમયે ઘણું કત્લેઆમ આમ થયું હતું. હિન્દુઓની જમીન , જાયદાદ, ઈજ્જત અને ધર્મનું હનન થઈ રહ્યું હતું . સરકાર દ્વારા તમામ હિજરત થયેલા લોકોને રહેવા કરવા માટે કેમ્પોની સુવિધા ગોઠવવામાં આવી હતી , જેમાં સ્વામીજી દરેક લોકોને જુદા જુદા પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ અન્ન પુરું પાડતા હતા ઉપરાંત ઘણી જગ્યાએ બાળકો માટે ભણવા માટે સ્કૂલો બનાવી હતી.

  આ ઉપરાંત સ્વામીએ દેશમાં ઘણી બધી જગ્યાએ વ્યાયામ શાળાઓ, પુસ્તકાલય, રાત્રિ શાળાઓ ની સ્થાપના કરીને વધુને વધુ લોકો શિક્ષિત બને અને ભારત દેશ ઉન્નત થાય તે માટે ઘણા બધા કાર્યો કર્યા છે. એવું કહેવાય છે કે, સંત લીલાશાહ મહારાજના જીવનનું મૂળ સૂત્ર હતું કે , દેશમાંથી દહેજ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થવી જોઈએ .જે માટે સ્વામીજી એ સૌ પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી, ત્યારબાદ ઘણી બધી ગરીબ દીકરીઓને સમુહ લગ્નમાં કોઈ પણ પ્રકારના ખર્ચ વગર પોતાના ખર્ચે લગ્ન કરાવ્યા હતા.

  સ્વામી લીલા શાહ મહારાજ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. જેઓ કોઈપણ સ્ત્રીને પોતાના આશીર્વાદ લેવા , ચરણસ્પર્શ પણ કરવા દેતા ન હતા. જેમનાથી પ્રેરાઈને ઘણા બધા લોકોએ બ્રહ્મચાર્યનુ પાલન કરવાનું શરૂ કર્યું હતું. સ્વામી ક્યારેય પણ પોતાના આશ્રમમાં ગ્રહસથી શિષ્યને આવા દેતા ન હતા અથવા કોઈ પણ કામ કરવા દેતા ન હતા. કહેવાય છે કે, 93 વર્ષની ઉંમરે પણ સ્વામીજી યોગ સાધના કરીને તંદુરસ્ત જીવન જીવતા હતા.તેમના એવા ઘણા બધા ચમત્કારો છે ,જેનાથી સ્વામીજીએ લાખો લોકોને પ્રભાવિત કર્યા હતા . કહેવાય છે કે, સ્વામીજી નો ઝોલો એ જાદુઈ ઝોલો હતો .જેમાંથી સ્વામી જ્યારે ચાહે ત્યારે કોઈ પણ વસ્તુ , કેટલા પણ પ્રમાણમાં કાઢીને ગરીબોની મદદ માટે આપતા હતા.

  સ્વામીના દરબારમાંથી કોઈપણ વ્યક્તિ ખાલી હાથ જતું ન હતું .જ્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિ સ્વામી પાસે રૂપિયાની માંગણી કરતું હતું, ત્યારે સ્વામી તેમને જોઈતા રૂપિયા પોતાના ઝોલામાંથી કાઢીને આપી દેતા હતા. તે અત્યાર સુધી કોઈ નથી જાણી શક્યું કે, સ્વામીજીના ઝોલામાં તે પૈસા ક્યાંથી આવતા હતા. એવું કહેવાય છે કે, સંત લીલાશાહ સ્વામી પવનવિહારી હતા. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનની ગતિથી જઈ શકતા હતા .એવા ઘણા બધા કિસ્સા અને ઘણા બધા લોકોની માન્યતા છે કે , સ્વામીજી ને આ પ્રકારની ચમત્કારિક શક્તિઓ પણ મળેલ હતી . જેથી સંત સ્વામી લીલાશાહ મહારાજને દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ધર્મગુરુ તરીકે માનવામાં આવે છે.

  સ્વામીજી ની અંતિમ ક્ષણો.

  આમ તો સ્વામીજીએ નિશ્ચય કર્યું હતું કે , તેઓ પૂર્ણ 100 વર્ષ જીવન જીવીને દુનિયાને અલવિદા કહેશે. પરંતુ 93 વર્ષની જ ઉંમરમાં તેઓ એક એવા વ્યક્તિને મળ્યા જે પોતાના જીવનની અંતિમ ક્ષણો ગણી રહ્યું હતું. તે વ્યક્તિને સ્વામીએ ગીતાનું પઠન કરવા કહ્યું અને પોતાના જીવનના સાત વર્ષ તે વ્યક્તિને દાનમાં આપ્યા અને અંતે 4 નવેમ્બર 1973 ના રોજ સવારના 7 વાગી 20 મિનિટે સ્વામીજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આજે સ્વામીજીની અંતિમ સમાધિ આદિપુર ખાતે આવેલ સંત લીલાશાહ આશ્રમ ખાતે આવેલ છે

  સંત સ્વામી લીલાશાહ મહારાજનો ગોધરા સાથે સંબંધસંત સ્વામી લીલાશાહ મહારાજ નો ગોધરા સાથેનો ખૂબ ઘેરો નાતો રહ્યો છે

  ગોધરા શહેરના દાહોદ રોડ ખાતે આવેલ સ્વામી લીલાશાહની કુટ્યા અત્યારે ખાસ કરીને સિંધી સમાજના લોકો માટે આસ્થાનું બહુ મોટું કેન્દ્ર બન્યું છે. સ્વામી લીલાશાહ મહારાજે પોતાના વરદ હસ્તે 1966 માં કુટિયાની સ્થાપના કરી હતી .સ્થાપના કરતા ની સાથે જ સ્વામીજીએ કુટિયાની બાજુમાં એક કૂવો ખોદાવડાયો હતો. જે કૂવામાંથી ખૂબ જ ખારું પાણી નીકળતું હતું. પરંતુ સ્વામીજીએ તેમાં તમામ તીર્થોનું જળ નાખીને કૂવાના પાણીને મીઠા અમૃત જેવું બનાવી દીધું હતું.

  આજે પણ લોકો જ્યારે લીલાશાહ મહારાજની કુટીયા પર આવે છે, ત્યારે સૌ પ્રથમ કુટીયામાં પ્રવેશતાની સાથે જ કુવાનું મીઠું પાણી પ્રસાદીના રૂપે લઈને સ્વામીના દર્શન કરવા માટે કુટિયામાં પ્રવેશતા હોય છે. કહેવાય છે કે , મહારાજ જ્યારે પણ ગોધરા ખાતે આવતાં હતા ત્યારે , તેઓ દ્વારા બનાવવામાં આવેલ ગુફામાં જઈને અનંત તપાસ્યામાં બેસતા હતા અને ધ્યાન કરતા હતા.આજે પણ લોકો કુટિયામાં આવેલી તે ગુફામાં જઈને ધ્યાન કરી લીલાશાહ મહારાજ ની આરાધના કરતા હોય છે.

  ગોધરા ખાતે આવેલ લીલાશાહ કુટિયા ખાતે દર મહિનાના પ્રથમ રવિવારના રોજ ભવ્ય સત્સંગ અને ભંડારો રાખવામાં આવે છે. જેમાં આશરે પાંચથી સાત હજાર લોકો મહાપ્રસાદ અને દર્શન નો લાભ લેતા હોય છે. આ ઉપરાંત કુટીયા ખાતે રોજ દિવસ અને રાત આરતી અને ભજન થતા હોય છે .જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે. દર રવિવારે સાંજના સમયે દૂરના સ્થળેથી સંતો આવીને કુટીયા ખાતે સત્સંગ કરતા હોય છે , આ ઉપરાંત કારતક માસમાં કુટીયા નું મહત્વ અનેરૂ થઈ જતું હોય છે. જેમાં એકમથી લઈને પૂનમ સુધી રોજ અહીં મેળો ભરાતો હોય છે ,જેમાં સત્સંગ અને દશમના દિવસે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવતું હોય છે .જેમાં ગોધરાની આશરે ૧૦ થી ૧૫ હજાર ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાપ્રસાદીનો લાભ લેતા હોય છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Devotees, Gurudev, Local 18, Panchamahal

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन