Home /News /panchmahal /Panchmahal: શિક્ષક હિરેન ગોહિલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત; મુકબધિર બાળકોના ઉત્થાન માટે કર્યા છે આવા કામો

Panchmahal: શિક્ષક હિરેન ગોહિલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત; મુકબધિર બાળકોના ઉત્થાન માટે કર્યા છે આવા કામો

Hiren Gohel won the title of best teacher in Gujarat 2022

પંચમહાલ જિલ્લાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં છેલ્લા 15 વર્ષો થી ફરજ બજાવતા હિરેનકુમાર ગોહેલ મુકબધિર બાળકો ને ઇશારાની ભાષા માં લખતા, વાંચતા, સમજતા અને સમજાવતા શીખવે છે.

    Prashant Samtani, Panchmahal: આપણા જીવનમાં  નાનપણ થી મોટા થઈએ ત્યાં સુધી શિક્ષક જોડે નો નાતો અમૂલ્ય હોંય છે, જીવન જીવવાની ખરી કલા શીખવાડનાર શિક્ષક દરેક વ્યક્તિને આજીવન યાદ રહેતા હોંય છે. એવાજ ગોધરા ના શિક્ષક હિરેન ગોહિલે ગોધરા શહેર નું નામ રાજ્ય સ્તરે ગુજવ્યું છે. પોતાની અધભૂદ કળા અને ધઘસથી હિરેનભાઈએ ઘણા બધા દિવ્યાંગ બાળકો ને નવું જીવન આપ્યું છે.

    પંચમહાલ જિલ્લાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં છેલ્લા 15 વર્ષો થી ફરજ બજાવતા હિરેનકુમાર ગોહેલ મુકબધિર બાળકો ને ઇશારાની ભાષામાં લખતા, વાંચતા, સમજતા અને સમજાવતા શીખવે છે. ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધી આસરે 116 થી વધુ મુકબધિર બાળકો નો સર્વાંગી વિકાસ થાય અને તેઓ દરેક ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજ ના દરેક ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરે તે માટે હિરેનભાઈ જુદી જુદી પ્રવુતીઓ અને પદ્ધતિઓ થી મુકબધિર બાળકો ને જીવન માં સફળ થવા માટે તૈયાર કરી રહ્યા છે.

    શાળા માં ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ મુકબધિર બાળકો ને ડાંસ, રમત ગમત, ગરબા ની તાલીમ, સાંકેતિક ભાષા બોલતા - લખતા વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ મુકબધિર બાળકો જુદા જુદા તહેવારો ના સમયએ સામાન્ય બાળકો ની જેમ જ તહેવારો ની ઊજવણી કરી શકે તે માટે દરેક તહેવારો ના અવસર પર હિરેન ભાઈ તથા અન્ય શિક્ષકો મુકબધિર બાળકો સાથે જ તહેવારો ની ઉજવણી કરતા હોંય છે.

    આ પણ વાંચો:  ગોધરામાં મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગારી પ્રાપ્ત કરે તે હેતુંથી એક્ઝિબિશનનું આયોજન કરાયું

    દર વર્ષે રક્ષા બંધન ના પર્વે મુકબધિર બાળકો ને શાળા માં રાખડીઓ બનાવતા શીખવાડવામાં આવે છે અને રાખડીઓ નો સ્ટોલ લગાવી રાખડીઓ વેચવામાં પણ આવે છે. તેનાથી થતી કમાણી મુકબધિર બાળકો ના વિકાસ માટે વાપરવામાં આવે છે. મૂકબધિર બાળકો ને ભગવાને આપેલ ખોટ ને પૂરી કરી એક શિક્ષક તરીકે ની પોતાની ફરઝ પુરી નિષ્ઠા થી નિભાવનાર ગોધરાના શિક્ષક હિરેનકુમારની દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પુનર્વસનની કામગીરી તેમજ સમાજ સેવાની વિવિધ કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા તારીખ ૫ સપ્ટેમ્બરે અમદાવાદનાં ટાગોર હૉલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડી તથા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી હિરેન ભાઈ ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ૫૧,૦૦૦/ રૂપિયા રોકડ પુરસ્કાર આપી હિરેનભાઈને સન્માનીત કર્યા હતા.

    પંચમહાલ અનુસુચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય, ગોધરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર જયંતિલાલ ગોહેલને ‘દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક' ની કેટેગરીમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કરવામાં આવતા પંચમહાલ શિક્ષણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. પંચમહાલ જિલ્લામાથી સૌપ્રથમવાર આ દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકની કેટેગરીમાં શ્રી હિરેનકુમારની પસંદગી રાજ્ય પરિતોષિક માટે થઈ હોય સમગ્ર પંચમહાલ જિલ્લા માટે તેમજ દિવ્યાંગ મૂક બધિર બાળકો માટે ગૌરવ લેવા જેવી વાત છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Award, Panchmahal, School TEACHER

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन