Prashant Samtani, Panchmahal - ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં હોટલ તથા રેસ્ટોરન્ટ ક્ષેત્ર નો વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં મોટી મોટી હોટલો બની રહી છે. જુદી જુદી થીમ પર હોટલો તથા રેસ્ટોરન્ટ બની રહ્યા છે. આપણે સમયાંતરે હોટલો તથા રેસ્ટોરન્ટની મુલાકાત લેતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ કે ગુજરાતી લોકો જે વ્યક્તિઓ ઘરમાં કે પોતાના વ્યવસાયના સ્થળ પર કોઈ પણ વખત હિન્દી ભાષાનો ઉપયોગ નથી કરતા હોતા પરંતુ તેવા લોકો પણ હોટલ રેસ્ટોરન્ટમાં આવીને વેટરો તથા રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સ્ટાફ સાથે હિન્દીમાં વાત કરતા હોય છે. તો આ હોટલો તથા રેસ્ટોરન્ટ માં હિન્દી ભાષામાં વાત કરવાની પ્રથા કેવી રીતે વિકસી અને તેની પાછળ નું કારણ શું છે તે જાણીએ.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી પ્રખ્યાત હોટલ શ્રી નાથ ડાઇનિંગ હોલમાં આ વાતની તપાસ કરતા જાણવા મળ્યું કે મહત્તમ હોટલોના મેનેજમેન્ટ સ્ટાફ તથા વેટરો ગુજરાત બહારના રાજ્યો માંથી કામ કરવા આવે છે. મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર , રાજસ્થાન તથા નેપાળથી પણ કારીગરો તથા વેટરો કામ કરવા ગુજરાત આવતા હોય છે.
શા માટે ગુજરાતી હોટલોમાં ગુજરાત બહારનો સ્ટાફ વધુ હોય છે. -
ગુજરાત બહારના રાજ્યો માંથી કામ કરવા આવેલ માણસો ગુજરાતી હોટલોમાં લાંબા સમય સુધી કામ કરે છે. અને મુખ્ય તો તેઓ તહેવારો માં ગ્રાહકી વાળા દિવસોમાં રાજા લેતા નથી અને ખુબજ ઓછા પ્રમાણ માં રજા લેતા હોય છે. જેથી હોટલો તથા રેસ્ટોરન્ટ ને ફાયદો થાય છે. તે લોકો દરેક પ્રકારનું કામ જડપથી સિખીલે છે. શ્રીનાથ ડાઇનિંગ હોલમાં મુખ્યત્વે સ્ટાફ નેપાળથી આવેલો છે. શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારા તેમને રહેવા અને ખાવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.