Home /News /panchmahal /પંચમહાલ: લોકશાહી પર્વે વૃદ્ધોમાં અનેરો ઉત્સાહ; 102 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

પંચમહાલ: લોકશાહી પર્વે વૃદ્ધોમાં અનેરો ઉત્સાહ; 102 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

102 વર્ષના નાનીબેન સરદારસિંહ પટેલીયા અને 99 વર્ષના મોતીસિહે મતદાન કર્યું

Gujarat Election 2022 phase 2 voting: નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા અને 95 વર્ષ ઉંમર ધરાવતા સિનિયર સિટીજનોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
    પંચમહાલ: પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યુ છે, ત્યારે સવારથી મતદાન કરવા મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. નાંદરવા ગામે પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદાનને લઈને સિનિયર સીટીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા અને 95 વર્ષ ઉંમર ધરાવતા સિનિયર સિટીજનોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 102 વર્ષના નાનીબેન સરદારસિંહ પટેલીયા અને અન્ય 99 વર્ષના મોતીસિહે મતદાન કર્યું હતું. સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

    પથારીવશ વૃદ્ધા મતદાન કરવા માટે પહોંચ્યા હતા

    આણંદમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં પથારીવશ વૃદ્ધા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ બીમાર હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા. આમ, અહીં મતનું મૂલ્ય સમજાવતા દ્રશ્યો સામે આવ્યા હતા. વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉસ્તાહ દાખવ્યો હતો. તેઓ એમ્બ્યુલન્સ મારફતે મતદાર કરવા મતદાન મથક પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: બનાસકાંઠા: અમેરિકામાં રહેતા NRI પરિવારે કર્યું મતદાન

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन