Gujarat Election 2022: અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત મોરવા હડફ વિધાનસભા બેઠકના શું છે સમીકરણ? જાણો
Gujarat Election 2022: અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત મોરવા હડફ વિધાનસભા બેઠકના શું છે સમીકરણ? જાણો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગમાં મોરવા હડફ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. અત્યાર સુધી ચાર વખત યોજાયેલી ચૂંટણીમાં બે વખત ભાજપનો વિજય થયો છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગમાં મોરવા હડફ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. અત્યાર સુધી ચાર વખત યોજાયેલી ચૂંટણીમાં બે વખત ભાજપનો વિજય થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022): મહાજંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતે મહેનત આદરી છે. આ સંજોગોમાં એવી કેટલીક બેઠકો છે કે જે અનામત છે અને આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધુ છે એવી બેઠકો પર જીત મેળવવા માટે અલગ રણનીતિ અપનાવાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વવાળી મોરવા હડફ બેઠક પર તમામ પક્ષો પોતાનુ જોર અજમાવી રહ્યા છે. આ બેઠક પર હાલમાં કેવા છે સામાજિક રાજકીય સમીકરણ? આવો જાણીએ
મોરવા હડફ વિધાનસભા
મોરવા હડફ એ ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પંચમહાલ જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. આ સીટની રચના 2008 ની સીમાંકન કવાયત પછી કરવામાં આવી હતી અને તે પંચમહાલનો એક ભાગ છે.
આ વિધાનસભા બેઠકમાં નીચે જણાવેલ વિસ્તારોને આવરી લેવામાં આવે છે.
આ બેઠ અનુસૂચિત જન જાતિ માટે અનામત રાખવામાં આવેલી છે.
મોરવા હડફ બેઠકના હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2012
ખાંટ સવિતાબહેન
કોંગ્રેસ
2013
નિમિષા બહેન સુથાર
બીજેપી
2017
ખાંટ ભૂપેન્દ્ર સિંહ
આઈએનડી
2021
નિમિષા બહેન સુથાર
બીજેપી
વર્ષ 2021ની ચૂંટણીમાં ભરતીય જનતા પાર્ટીના નિમિષા બહેન સુથારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટરાને 45600+ મતોથી હરાવ્યા હતા. જણાવી દઈએ કે ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણીનુ આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ભાજપે જીત મેળવી હતી. પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી હતી.
મોરવા હડફ બેઠકના રાજકીય સમીકરણો
મોરવા હડફ વિધાનસભા બેઠકનું આંકડાકીય અને રાજકીય ગણિત શું છે એ ઉપર નજર કરીએ. 125 મોરવા હડફ વિધાનસભા બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક એસ.ટી. ઉમેદવારો માટે અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી.
આ બેઠક માટે વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં આ બેઠક પર વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો જંગી લીડથી વિજય થયો હતો.
ત્યાર બાદ વર્ષ 2017 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા.
ભૂપેન્દ્ર સિંહ ખાંટનુ સભ્યપદ પદ કરાયુ રદ્દ
પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું છે. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કર્યાં છે.
આ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા. ખોટા પ્રમાણપત્રનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. જોકે, તે બાદ ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયુ હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.
પેટાચૂંટણીમાં પણ આવ્યો જાતિવાદનો વાંધો
મોરવા હડફ પેટા ચૂંટણી ફરી એક વખત જાતિ મામલે વિવાદમાં ફસાઇ છે. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર સામે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. નિમિષા સુથાર સાચા આદિવાસી નહીં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પહેલા પક્ષ પલટાની આફત
રાજયમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટાની આફત જોવા મળી રહી છે.
જે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ પક્ષ એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે ભાજપ, કોંગ્રેસ અને આપ વિધાનસભાની ચૂંટણી પહેલા ઠેરઠેર બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. હાલમાં પાર્ટીના કાર્યકર્તાઓ પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા નજરે પડી રહ્યા છે. જે કોંગ્રેસના સીટિંગ MLA ગમે ત્યારે ભાજપ ભણી જઈ શકે છે.
ભાજપના મિશન 182 ને લઇને કોંગ્રેસ ના કેટલાક ધરાસભ્યો પર નજર રહેશે.અગાઉ મોરવા હડફની સીટ પર હાલના ધારાસભ્ય નિમિષા સુથાર પક્ષ પલ્ટો કરી ચૂક્યા છે. વર્ષ 2013 માં કોંગ્રેસની ટિકીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યાર બાદ તેમણે 2021 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ટિકીટ પરથી ચૂંટણી લડી હતી.
ગુજરાત વિધાનસભા 2022માં શું છે શક્યતાઓ
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. વિધાનસભાના સંભવિત ઉમેદવારો માટે ચોક્કસ માપદંડ નક્કી કરાયા છે. ભાજપ 25થી 65 ઉંમરના વ્યક્તિને જ ટિકીટ અપાશે.
એવામાં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફથી રિપીટ થિયરી અપનાવીને ફરી એકવાર નિમિષા સુથારને ટિકીટ આપવામાં આવી શકે છે. બીજી તરફ આપ પોતાનો કોઈ નવો ચહેરો ઉમેદવાર તરીકે ઉભો કરશે જ્યારે કોંગ્રેસને કફોડી સ્થિતી જોઈને ઉમેદવાર વિશે હાલ કંઈક નિવેદન આપવુ કે અનુમાન લગાવવુ રાજકીય વિશ્લેષકો માટે પણ અઘરું છે.