Home /News /panchmahal /Gujarat election 2022: હાલોલ બેઠક પર પાંચમી વખત ખીલશે કમળ કે પંજો મારશે બાજી? જાણો સમીકરણ

Gujarat election 2022: હાલોલ બેઠક પર પાંચમી વખત ખીલશે કમળ કે પંજો મારશે બાજી? જાણો સમીકરણ

Halol assembly constituency : હાલોલ વિધાનસભા ગુજરાતની 182 વિધાનસભા પૈકી 128 નંબરની વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં હાલોલ તાલુકો, જાંબુઘઓડા તાલુકો અને ધોધમ્બા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠક પર કુલ 120 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Halol assembly constituency : હાલોલ વિધાનસભા ગુજરાતની 182 વિધાનસભા પૈકી 128 નંબરની વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં હાલોલ તાલુકો, જાંબુઘઓડા તાલુકો અને ધોધમ્બા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠક પર કુલ 120 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Halol | Panchmahali
ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં ગત વર્ષે યોજાયેલ ચૂંટણી બાદ હવે ચૂંટણીપંચે પણ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.  સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મહત્વની છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. દરેક પક્ષ માટે એક એક બેઠક આ વખતે અતિ મહત્વની છે. એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા છે. પક્ષોની વિવિધ તૈયારીઓ વચ્ચે આજે અમે આપની માટે લઈને આવ્યા છીએ પંચમહાલ જીલ્લાની હાલોલ બેઠક (Halol assembly Seat) વિશેની વિગતો.

હાલોલ વિધાનસભા બેઠક (halol assembly constituency)

હાલોલ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહત્વના હાલોલ તાલુકાનું શહેર અને તાલુકા મથક છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ તેમ જ વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન ધરાવતું પૌરાણિક નગર ચાંપાનેર અહીંથી 5 કિમી દૂર આવેલ છે. આ સાથે જ હાલોલ વિધાનસભા ગુજરાતની 182 વિધાનસભા પૈકી 128 નંબરની વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં હાલોલ તાલુકો, જાંબુઘઓડા તાલુકો અને ધોધમ્બા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠક પર કુલ 120 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેઠકમાં સમાવિષ્ટ થતા ગામો

પરોલી, વેલ કોતર, કણબીપલ્લી, બોરીયા, ગમીરપુરા, મઢ, કુંભાર પલ્લી, જગાણાના મુવાડા, લાલપરી, ફરોદ, વલીનાથ, ખરખાડી, ભાણપુરા, ઘોઘંબા, ગોઠ, રાજગઢ, પલ્લા, આદેપુર, ઝોઝ, મોલ, શામળકુવા, પધોરા, સવાપુર જીતપુરા, નાથકુવા, કંકોડાકુઇ, ચંદ્ર નગર, દુધાપુરા, ધનેશ્વર, ઉડવા, ગરમોટીયા, લબાધરા, ઝીંઝરી, વિરપુરા, રણજીતનગર, રીંછીયા, ચેલાવડા, તાડકુંડલા, કાલસર, ઝાબ (વાવ), વાવ, વાંકોડ, બાકરોલ, નાથપુર, સરાસવા અને પોયલી વગેરે ગામોનો આ બેઠક અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે.

બેઠકની મહત્વની ઓળખ

હાલોલ ઔધોગિક નગર તરીકે વિકસી રહ્યું છે. ભારતની 52 શક્તિપીઠો પૈકી પાવાગઠ શક્તિપીઠ હાલોલ તાલુકામાં આવેલ છે. તેમજ અહીં જૈન દેરાસરો પણ આવેલા છે. ચાંપાનેર ખાતે મુસ્લિમ સ્થાપત્યો જેમા કેવડા મસ્જિદ, લીલી ગુંબજ કી મસ્જિદ અને શહેર કી મસ્જિદ આવેલી છે. આ સ્થાપત્યોને 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં જાંબુઘોડા વન્ય પ્રાણી અભ્યારણ આવેલું છે.

આ પણ વાંચો- ભાજપનો ગઢ કહેવાતી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક, જાણો રાજકીય દાવપેચ અને સમીકરણો


હાલોલ  બેઠક પર મતદારોની સંખ્યા (Number of voters at Halol seat)

128 હાલોલ વિધાનસભા બેઠક પર આશરે કુલ 247089 મતદારો નોંધાયા છે. જેમાં 129428 પુરુષ મતદારો અને 117661 મહિલા મતદારોનો સમાવેશ કરવામાં આવે છે.

હાલોલ  બેઠકના રાજકીય સમીકરણ (Halol is the political equation of the meeting)

પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. હાલોલ વિધાનસભા બેઠક પર 1985થી 1998 સુધી કોગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2002માં પ્રથમ વખત જયદ્રથસિંહને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસના ઉદેસિંહ બારિયાને હરાવી ભાજપને જીત અપાવી હતી. આ પછી તો વર્ષ 2002થી 2017 સુધી આ વિધાનસભા બેઠક પર ભાજપાનો દબદબો રહ્યો છે. અહીના ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ગુજરાત સરકારમાં મંત્રી રહી ચુક્યા છે.

સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બારિયા ગયા વર્ષે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતમાં તત્કાલીન મોદી સરકાર વખતે બારિયા 2009માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જો કે તેમણે ફરી એક વાર કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

જો 2012ની વાત કરીએ તો ભાજપ તરફથી લડતા જયદ્રથ સિંહને 55 ટકા વોટ મળ્યા હતા. તેમની સામે ઉભેલા કોંગ્રેસમાંથી ઘનશ્યામભાઈને માત્ર 35 ટકા મત મળ્યા હતા. આ વખતે તેમણે ધનશ્યામભાઈને 30000+ મતોની સરસાઈથી હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભાજપના જયદ્રથ સિંહ 2002થી અહીં ધારાસભ્ય છે. 2002, 2007, 2012માં તેઓ મોટા માર્જિનથી જીત્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી તેમનો વિજય થયો હતો. આમ હાલમાં તો આ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય પરચમ લહેરાઈ રહ્યો છે.

હાલોલ બેઠક પર હાર-જીતના સમીકરણ (win-lose equation on a Halol seat)
વર્ષવિજેતા ઉમેદવારના નામપક્ષ
2017જયદ્રથસિંહ પરમારબીજેપી
2012જયદ્રથસિંહ પરમારબીજેપી
2007જયદ્રથસિંહ પરમારબીજેપી
2002જયદ્રથસિંહ પરમારબીજેપી
1998બારિયા ઉદેસિંહઆઈએનસી
1995બારિયા ઉદેસિંહઆઈએનસી
1990બારિયા ઉદેસિંહઆઈએનસી
1985બારિયા ઉદેસિંહઆઈએનસી
1980બારિયા ઉદેસિંહઆઈએનસી
1975પરમાર ઉદયસિંહબીએલડી
1972પંડ્યા ભદ્રાબેનઆઈએનસી
1967એ ડી પરમારઆઈએનસી
1962માનસિંહ નાયકએસડબલ્યુએ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હાલોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ બારિયાને 57034 મતોથી હરાવ્યા હતા, આ રાજ્યની પ્રખ્યાત બેઠકોમાંની એક છે.

હાલોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ બારીયા સામે ચૂંટણી લડી રહ્યા હતા. જયદ્રથસિંહ પરમાર ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી હતા. કોંગ્રેસ તરફથી ઉદયસિંહ બારીયા મેદાનમાં હતા. સતત પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બારિયા ગત વર્ષે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ગુજરાતના પૂર્વ કાયદા મંત્રી રહી ચૂક્યા છે. જો કે આ પક્ષપલટો તેમને ફળ્યો ન હોય તેવુ લાગ્યું હતું.

આ પણ વાંચો- 50 વર્ષથી કોંગ્રેસના પ્રભુત્વમાં રહેલી ઝાલોદ બેઠકને જીતવા માટે ભાજપ શું નીતિ અપનાવશે? આપની પણ છે આ બેઠક ઉપર નજર


આગામી ચૂંટણીના મુદ્દાઓ અને સમસ્યાઓ

સામાન્ય રીતે પંચમહાલ જીલ્લાને અલ્પ વિકસીત અને પછાત ગણવામાં આવે છે, જોકે પંચમહાલ જીલ્લામાં સૌથી વિકસીત બેઠક માનવામાં આવે છે. અહીંના મુખ્ય આકર્ષણોમાંનું એક પાવાગઢનું મહાકાળીનું મંદિર છે. એવામાં ત્યાંના સ્થાનિકો ઘણા લાંબા સમયથી પાવાગઢ અને માંચીનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં હતા. જો કે હાલ લોકમાંગને ધ્યાનમાં રાખીને પાવાગઢના મંદિરનુ નવનિર્માણ કરવામાં આવ્યું, છતાં માંચી હજી પણ વિકાસ જંખી રહ્યું છે.

આ સાથે જ લોકોની માંગણી છે કે પાલિકાના વિકાસના કામો સમયસર પૂર્ણ કરવામાં આવે. લોકોની ફરિયાદ છે કે પાલિકા દ્વારા અથવા તો કાર્યો શરૂ કરવામાં આવતા નથી અને જો કાર્યો શરૂ કરવામાં આવે તો તેને પૂર્ણ કરવામાં આવતા નથી, તેમને અધૂરા મુકા દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે જ કેટલાક વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. અહીં મુખ્ય પ્રશ્ન સ્વચ્છતાનો અભાવ અને ઠેરઠેર જોવા મળતા ગંદકીના ઢગ છે. આ સાથે જ લોકો ફરિયાદ કરે છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલ્કેશન પણ નિયમિત રીતે કરવામાં આવતું નથી.

આ વિસ્તારમાં મોટી જીઆઈડીસી આવેલી છે, છતાં અહીં રોજગારીનો પ્રશ્ન જેમનો તેમ જ છે. લોકોનો આક્ષેપ છે કે અહીં પરપ્રાંતિયોને નોકરી આપવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોમાં બેરોજગારીનુ પ્રમાણ વધારે જોવા મળે છે. લોકોની એવી પણ ફરિયાદો છે કે સ્થાનિક લોકોને ઓછા પગારમાં વધુ કામ કરાવી તમનુ શોષણ કરવામાં આવે છે. આ અંગે તંત્રને ફરિયાદો પણ કરવામાં આવી છે.

 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ |ચોર્યાસી |  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી | દેવગઢબારિયા | ઝાલોદ |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Halol, Panchmahal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો