Home /News /panchmahal /

Gujarat election 2022: બહુચર્ચિત ગોધરા બેઠકના શું છે હાલ, ભાજપ બેઠક જાળવી શકશે?

Gujarat election 2022: બહુચર્ચિત ગોધરા બેઠકના શું છે હાલ, ભાજપ બેઠક જાળવી શકશે?

godhra assembly constituency: ગુજરાત વિધાનસભાની ગોધરા વિધાનસભા બેઠક રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક છે. 2002ની ગોધરા ઘટનાને કારણે આ બેઠક હંમેશા ચર્ચામાં રહે છે. આ પહેલાના છેલ્લા બે વખતથી આ બેઠક કોંગ્રેસના નામે જ હતી.

godhra assembly constituency: ગુજરાત વિધાનસભાની ગોધરા વિધાનસભા બેઠક રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક છે. 2002ની ગોધરા ઘટનાને કારણે આ બેઠક હંમેશા ચર્ચામાં રહે છે. આ પહેલાના છેલ્લા બે વખતથી આ બેઠક કોંગ્રેસના નામે જ હતી.

  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly election 2022) મોસમ જોશભેર ખીલી છે અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે. આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. ગુજરાતની ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે.

  ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં આગામી ચૂંટણીના શતરંજના ખેલમાં મહોરા બરાબર રીતે મંડાઈ ગયા છે. આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેને લઈને મકાબલો રસાકસી ભર્યો અને દિલચસ્પ બની રહેશે. ચૂંટણીની આ મોસમમાં અમે આપની સામે દરેક વિધાનસભા બેઠકની સ્થિતિ અને સમસ્યાઓને લઈને આવતા હોઈએ છીએ. જે અંતર્ગત આજે આપણે ગોધરા વિધાનસભા બેઠક (godhra assembly constituency) વિશે વાત કરીશું.

  ગોધરા વિધાનસભા બેઠક (godhra assembly constituency)

  ગોધરા શહેર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનું તેમજ ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 59 પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. આ સાથે જ ગોધરા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 126 નંબરની વિધાનસભા બેઠક છે.

  આ વિધાનસભા બેઠક અંતર્ગત ગોધરા જીલ્લાના 116 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વારંવાર ગોધરા કોમી વયમનસ્યના દાવાઓનુ સાક્ષી બનતુ આવ્યું છે. જેના કારણે વિશ્વમાં સૌથી દિવસ કર્ફ્યુ રહ્યાંનો રેકોર્ડ પણ ગોધરાના નામે જ છે. વર્ષ 2017 પ્રમાણે આ મતવિસ્તારમાં આશરે કુલ 250887 મતદારો હતા, જેમાં 128560 પુરૂષ, 122324 મહિલા અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

  ગોધરાનુ ઐતિહાસિક મહત્વ (Historical Significance of Godhra)

  પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનું નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી.

  આ પણ વાંચો- ભાજપના ગઢ ધંધુકા બેઠક પર કોંગ્રેસ ફરી પાડશે ગાબડું કે ફરી ખીલશે કમળ, જાણો બેઠકની વિગતવાર સ્થિતિ

  1917માં ગોધરા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સૌપ્રથમ વખત મહાત્મા ગાંધીને મળ્યા હતા અને તે પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલે પોતાના વકીલાતની શરૂઆત પણ અહીંથી જ કરી હતી.

  ઇ.સ. 2002માં અહીં ટોળાંએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા 59 લોકો જીવતા બળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં આશરે 1000થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા. આ કારણે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું હતું.

  ગોધરા બેઠકના જાતિગત સમીકરણો (Gender Equations of Godhra Seat)

  વર્ષ 2002માં ભડકેલી હિંસા બાદ બેઠક તમામ રીતે ખૂબ જ મહત્વની બની રહી છે. આ બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ મતદારોના 50 ટકાથી વધુ ઓબીસી મતદાર છે. આ સિવાય બક્ષીપંચ સમાજના 48 ટકા મતદારો, મુસ્લિમ સમાજના 20 ટકા મતદારો અને અન્ય સમાજના 22 ટકા મતદારો જોવા મળે છે. અહીંના 65000 મુસ્લિમ મતદારો છે, જે કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. અહીં બક્ષીપંચ અને મુસ્લિમ સમાજના મત નિર્ણાયક ગણાય છે.

  ગોધરા બેઠકના રાજકીય સમીકરણો (Political equations of Godhra seat)

  ગુજરાત વિધાનસભાની ગોધરા વિધાનસભા બેઠક રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક છે. 2002ની ગોધરા ઘટનાને કારણે આ બેઠક હંમેશા ચર્ચામાં રહે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સી.કે. રાઉલજી મેદાનમાં હતા. તેમની સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર હતા. આ ચૂંટણીમાં ભાજપના સી.કે. રાઉલજીનો વિજય થયો હતો.

  આ પહેલાના છેલ્લા બે વખતથી આ બેઠક કોંગ્રેસના નામે જ હતી. વર્ષ 2007 અને 2012માં સી.કે. રોલજી ચૂંટણી જીત્યા હતા. જો કે પક્ષ પલટા પછી ગત વખતે વખતે તેઓ ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. વર્ષ 2002માં અહીં ભાજપના હરેશ કુમાર ભટ્ટનો વિજય થયો હતો. સી.કે રોલજી અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ સહિતના પક્ષો ચૂંટણી જીતી ચૂક્યા છે છતા પણ સામાન્ય રીતે આ બેઠકનો કોંગ્રેસનો જ ગઢ માનવામાં આવે છે, કેમ કે અહીં લગભગ 65000 એવા મુસ્લિમો છે જે માત્ર કોંગ્રેસ તરફી જ મતદાન કરતા હોય છે. જો કે ગત વખતે પરિસ્થિતી થોડી બદલાઈ અને આ બેઠક પરથી ખૂબ પાતળી સરસાઈથી આ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.

  ગોધરા બેઠક હાર-જીતના સમીકરણ (Godhra seat is a win-lose equation)


  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017સી કે રાઉલજીબીજેપી
  2012સી કે રાઉલજીઆઈએનસી
  2007સી કે રાઉલજીઆઈએનસી
  2002ભટ્ટ હરેશકુમારબીજેપી
  1998પટેલ રાજેન્દ્રસિંહજેડી
  1995સી કે રાઉલજીબીજેપી
  1991સી કે રાઉલજીબીજેપી
  1990સી કે રાઉલજીજેડી
  1985ખાલપા અબ્દુલરહિમઆઈએનસી
  1980ખાલપા અબ્દુલરહિમઆઈએનસી
  1975ખાલપા અબ્દુલરહિમઆઈએનસી
  1972સોમાલાલઆઈએનસી
  1967જી ડી પાઠકએસડબલ્યુએ
  1962તાહેરઅલીઆઈએનસી

  ગોધરા બેઠકની સમસ્યાઓ (Godhra seat issues)

  ગોધરા વિધાનસભા મતવિસ્તારમાં જોવા મળતી મુખ્ય સમસ્યાઓ વિશે વાત કરવામાં આવે તો આ બેઠક પર પાયાની સુવિધાઓમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ખૂબ જ અછત જોવા મળે છે. અહીં લાંબા સમયથી સિંચાઈના પાણીના પ્રશ્નો પણ જોવા મળે છે. આ ઉપરાંત ખરાબ રોડ રસ્તા પણ લોકોની પરેશાનીનું કારણ બન્યા છે. આ સાથે જ ઠેરઠેર જોવા મળતી ગંદકી અને વિકાસના અધૂરા કામો લોકોના માથાનો દુ:ખાવો બન્યા છે.

  આ પણ વાંચો- કામરેજ બેઠક પર આપ બદલી શકે છે ભાજપ-કોંગ્રેસ માટે સીટની ગણતરી, જાણો ચૂંટણી સમીકરણો


  આ મતવિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન યુવાનો માટે ખૂબ જ મોટી સમસ્યા છે. અહીં મોટા ઉદ્યોગો નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને રોજગારી અને નોકરીની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે.

  શિક્ષણ ક્ષેત્રે વાત કરવામાં આવે તો અહીંના સ્થાનિકો લાંબા સમયથી શિક્ષણ અંગેના પ્રશ્નો ઉકેલવાની રજૂઆત કરી રહ્યાં છે. અહીં ઉચ્ચ શિક્ષણ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક ધોરણે સુવિધાના અભાવને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. આ સાથે જ હાલની શાળાઓમાં ઓરડાઓની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Panchamahal, ગોધરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन