Home /News /panchmahal /Panchmahal: શું તમે પણ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે? એવોર્ડ માટે આવી રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન
Panchmahal: શું તમે પણ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે? એવોર્ડ માટે આવી રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન
ભારત સરકાર વ્યક્તિ અને સંસ્થાઓએ મેળવેલ સિદ્ધિઓ માટે આપી રહી છે નેશનલ યુથ એવોર્ડ
રજીસ્ટ્રેશન કર્યા પછી તમે કયા એવોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવાના કરાવવા માંગો છો તેની વિગત માંગવામાં આવશે .જે તમામ માંગવામાં આવેલી વિગતોને સ્ટેપ બાય સ્ટેપ તમારે સબમીટ કરવાની રહેશે.
Prashant Samtani, Panchmahal: વર્ષ દરમિયાન ભારત દેશના જુદા જુદા રાજ્ય અને જુદા જુદા શહેર જિલ્લાઓમાં કામ કરતા અને પોતાની કાબિલિયત રાખતા ઘણા એવા યુવક યુવતીઓ હોય છે , જે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અથવા ઘણી એવી સંસ્થાઓ હોય છે , જે નોંધપાત્ર પોતાનું કામ કરતી હોય છે, જેની પ્રેરણા લઈ દેશની અન્ય બીજી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.તેવા લોકોને અને તેવી સંસ્થાઓને પ્રોત્સાહનના ભાગરૂપે ભારત સરકાર દ્વારા નેશનલ એવોર્ડ્સની સ્કીમ જાહેર કરવામાં આવી હતી . જે અંતર્ગત નેશનલ યુથ એવોર્ડ્સ 2020-21 માટે અત્યારે આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે.
નેશનલ એવોર્ડ 2020-21 માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે?
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા (૧) ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓ તથા (૨) સેવાભાવી સંસ્થાઓ કે જેઓએ રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકાર નો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમતગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃત્તિઓ માટે સિધ્ધી મેળવેલ હોય, તેઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પુરૂ પાડવા વર્ષ ૨૦૨૦-૨૧ માટેના નેશનલ યુથ એવોર્ડ માટે આવેદન કરી શકે છે.
આવેદન કરવાની અંતિમ તારીખ !
નેશનલ યુથ એવોર્ડ 2020-21 ના વર્ષ માટે મેળવેલ સિદ્ધિઓ ધરાવતી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા તા.૦૬/૧૧/૨૦૨૨ સુધીમાં પોતાનું આવેદન કરી શકે છે .
શું છે આવેદન કરવાની પ્રક્રિયા?
નેશનલ યુથ એવોર્ડ માટે આવેદન કરવા માટે https://awards.gov.in/પોર્ટલ ઉપર જઈને નોમિનેશન કરવાનું રહેશે. પોર્ટલ ના સૌથી ઉપરના ભાગે જે પ્લસ સાઇન છે, તેને દબાવવાથી એક અલગ પેજ ખુલશે. જેમાં માગવામાં આવેલી વિગતોને સાચી અને યોગ્ય રીતે સબમીટ કરવાની રહેશે. જેના પ્રથમ પેજમાં તમારું નામ , મોબાઈલ નંબર , સરનામું વગેરે જેવી વિગતો આપવાથી પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
રજીસ્ટ્રેશન કર્યા પછી તમે કયા એવોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવાના કરાવવા માંગો છો તેની વિગત માંગવામાં આવશે .જે તમામ માંગવામાં આવેલી વિગતોને સ્ટેપ બાય સ્ટેપ તમારે સબમીટ કરવાની રહેશે .ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન થશે. યોગ્યતા ધરાવનાર વ્યક્તિ કે સંસ્થાઓના નામાંકન માટેની અરજી જીલ્લા કલેક્ટરશ્રીની ભલામણ મારફત યોગ્ય ફોર્મેટમાં હિંદી અથવા અંગ્રેજીમાં https://awards.gov.in/ પોર્ટલ ઉપર ઓનલાઇન મોકલવની રહેશે . તેમજ તેની નકલ જીલ્લા રમતગમત અધીકારીની કચેરી, રૂમ નં.૩૫, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન ભાગ-૨, ગોધરા, જી.પંચમહાલ ખાતે તા.૦૫/૧૧/૨૦૨૨ સુધી મોકલી આપવાની રહેશે.