Home /News /panchmahal /આ છે ગુજરાતના "કોઈન માસ્ટર" શાંતિલાલ, એક પૈસાથી લઇને 1000 રૂપિયા સુધીના સિક્કાઓનું અનોખુ કલેક્શન

આ છે ગુજરાતના "કોઈન માસ્ટર" શાંતિલાલ, એક પૈસાથી લઇને 1000 રૂપિયા સુધીના સિક્કાઓનું અનોખુ કલેક્શન

X
બહુમૂલ્ય

બહુમૂલ્ય કિંમતના અનેક સિક્કાઓનું કલેકશન...

1974-75 થી શાંતિલાલ પરમાર ને સિક્કા ભેગા કરવાનો શોખ જાગ્યો. લોકો અલગ-અલગ પ્રકારના શોખ પાછળ પૈસા આપતા હોય છે જ્યારે ગોધરાના આ વ્યક્તિને પૈસ

પંચમહાલ: દુનિયામાં લોકો ને અલગ અલગ પ્રકારના શોખ (Unique hobby) હોય છે, અને તે શોખ  (Hobby) પૂરા કરવા માટે તેઓ અનેક પૈસા ખર્ચતા હોય છે. આવા સમયમાં ગોધરા(Godhra)ના એક વ્યક્તિને શોખ પાછળ પૈસા ખર્ચવા ને બદલે પૈસા પાછળ પૈસા ખર્ચવાનો શોખ જાગ્યો હતો અને આ શોખ અત્યારે તેમની ઓળખાણ બની ગયો છે.  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં (Panchmahal district) સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ પાસે રહેતા શાંતિલાલ પરમારનો શોખ જ તેમની ઓળખાણ બની ગયો છે.

શોખે બનાવી દીઘી ઓળખાણ 

જેમને અલગ-અલગ પ્રકારના અને તમામ સિક્કાઓ નો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ સિક્કાઓનો સંગ્રહ કરી રહ્યા છે. જ્યારે તમને શરૂઆત કરી ત્યારે કેટલાક લોકો તેમને મુર્ખા ગણતા પરંતુ આજે તેમની પાસે ૫૦૦ કરતાં વધારે અલગ-અલગ પ્રકારના ભારતીય અને ભારતની બહારના અનેક સિક્કાઓનું કલેકશન છે. જેની કિંમત કદાચ આજના સમયમાં બહુમૂલ્ય હશે.

શાંતિલાલને લોકો કોઈન માસ્ટર તરીકે ઓળખે છે

શાંતિલાલ પરમાર (Shantilal Parmar) વ્યવસાયે સરકારી નોકરી (Government jobs) કરતા હતા. સામાન્ય પહેરવેશ અને સામાન્ય રહેણીકરણી ધરાવતા શાંતિલાલ પરમારનો શોખ આજે તેમને અલગ મુકામે લઈ જઈ શકે છે. તેમની પાસે 1974 થી લઈને આજ દિન સુધીના અને જે ક્યાંય ઉપલબ્ધ ન હોય અથવા તો તે ખૂબ જ જૂજ હોય તેવા સિક્કાઓ તેમના સંગ્રહમાં છે.

1 પૈસાથી લઈને 1000 રૂપિયા સુધીના સિક્કા 

કોઈન માસ્ટરે  એક પૈસા થી લઈને 1000 રૂપિયા સુધીના સિક્કાનો સંગ્રહ તેમની પાસે છે. એક પૈસાના અનેક છાપ ધરાવતા સિક્કા તેમજ પાંચ પૈસા, 20પૈસા, 50 પૈસા ,એક રૂપિયો ,બે રૂપિયા, પાંચ રૂપિયા ,દસ રૂપિયા 20 રૂપિયા, 50 રૂપિયા, સો રૂપિયા, ૧૨૫ રૂપિયા તેમજ 500 અને 1000 રૂપિયા ના પણ વિભિન્ન છાપો ધરાવતા અનેક સિક્કાઓ ગોધરાના કોઈન માસ્ટર પાસે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઉપરાંત સ્વચ્છ કરવાની માંગ...

ભારત બહારના વિદેશના પણ સિક્કાઓ જેની કિંમત કરોડોમાં 

આ સાથે ભારત બહારનાં પણ બહુમૂલ્ય સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં ઉપલબ્ધ છે. જેની કિંમત આજના સમયમાં કદાચ લાખો કરોડોમાં હોઈ શકે. તેમને પોતાના આશોક પાછળ 40 વર્ષનો સમય ફાળવ્યો છે અને તેનું પરિણામ આજે તેમને આનંદિત કરી રહ્યું છે.
First published:

Tags: Coin Collection, પંચમહાલ