Home /News /panchmahal /Panchmahal: ગોધરાની અમન ડે સ્કૂલ સ્કૂલ સોલાર સિસ્ટમ થી થઈ સજ્જ, ગ્રીન યુનિટ એનર્જીનો લાભ આસપાસના લોકોને પણ અપાશે?

Panchmahal: ગોધરાની અમન ડે સ્કૂલ સ્કૂલ સોલાર સિસ્ટમ થી થઈ સજ્જ, ગ્રીન યુનિટ એનર્જીનો લાભ આસપાસના લોકોને પણ અપાશે?

X
ગ્રીન

ગ્રીન એનર્જી, ગ્રીન સ્કુલ, ગોધરા

આ પ્લાન્ટમાં તેઓએ polycrystalline પેનલ તથા ૪૦ કિલો વોટનું ઇન્વર્ટર લગાવ્યું છે જેના દ્વારા શાળાના સ્માર્ટ ક્લાસ રૂમ, એસી, પીવાના પાણીના વોટર કુલર, લાઈટ, પંખા ચાલશે.

Shivam Purohit, Panchmahal: ભારત સરકાર હાલના સમયે ગ્રીન એનર્જી તથા સૌર ઉર્જા ઉપર વારંવાર ભાર મૂકી રહી છે ત્યારે હાલના સમયમાં મોટાભાગના લોકો પોતાના રહેણાંક મકાનોમાં સોલાર પ્લાન્ટ લગાવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે આવેલી અમન ડે સ્કૂલ ખાતે સંપૂર્ણ શાળા સોલાર એનર્જી સંચાલિત બનાવવામાં આવી હતી. શાળાનું બાંધકામ તથા વાતાવરણ ગ્રીન મોડેલ સ્કૂલ કહી શકાય તેવું ભાસે છે જ્યારે બીજી તરફ શાળા સંચાલકોએ સંપૂર્ણ સોલાર આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું નિર્માણ કરીને વધુ એક પ્રકલ્પ શાળા સાથે જોડ્યો છે.

ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે 40 કિલો વોટનો સોલર પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો

સોલાર એનર્જી થકી વિદ્યુત ઉપકરણો ખૂબ જ સારી રીતે સંચાલન કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોધરાની અમન ડે સ્કૂલ પૂરું પાડી રહી છે. શાળા ખાતે પ્લાન્ટ ઉભો કરનાર કંપની જલાર્ક સોલારના ફાઉન્ડર અને સીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા ગતરોજ ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે 40 કિલો વોટનો સોલર પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. જેનું વિમોચન ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી દ્વારા કરવામાં આવ્યું હતું.

સોલાર સિસ્ટમ દ્વારા શાળાના સ્માર્ટ ક્લાસ રૂમ, એસી, પીવાના પાણીના વોટર કુલર, લાઈટ, પંખા સહિતના વિદ્યુત ઉપકરણો સંચાલિત થશે.

આ પ્લાન્ટમાં તેઓએ polycrystalline પેનલ તથા ૪૦ કિલો વોટનું ઇન્વર્ટર લગાવ્યું છે જેના દ્વારા શાળાના સ્માર્ટ ક્લાસ રૂમ, એસી, પીવાના પાણીના વોટર કુલર, લાઈટ, પંખા સહિતના વિદ્યુત ઉપકરણો સંચાલિત થશે. તેમજ આ થતી શાળામાં ભણતા બાળકોને પણ એક અમૂલ્ય સંદેશ મળશે કે પ્રદૂષણ ઘટાડીને ગ્રીન એનર્જી નો ઉપયોગ કરવાથી દરરોજનો 58,000 કાર્બન ડાયોક્સાઇડ એમીસનમાં ઘટાડો થશે. અને આ 40 કિલો વોટના પ્લાન્ટ થકી દરરોજ 160 યુનિટ વીજળી ઉત્પન્ન થશે જેમાં 160 યુનિટ શાળાનો વપરાશ નહીં હોય ત્યારે અન્ય યુનિટ નો લાભ આસપાસના લોકોને પણ મળી રહેશે.

ગ્રીન યુનિટએનર્જીનો લાભ આસપાસના લોકોને પણ પ્રદાન કરશે શાળા.

પંચમહાલ જિલ્લાની ગ્રીન સ્કૂલોમાં અમન ડે સ્કૂલ પોતાનું સ્થાન મેળવીને 120 polycrystalline સોલાર પેનલો થકી શાળાની સાથે સાથે અન્ય ગ્રીન યુનિટએનર્જીનો લાભ આસપાસના લોકોને પણ પ્રદાન કરશે જે ખરેખર સરાહનીય કહી શકાય તેવી બાબત છે.
First published:

Tags: Godhra. Panchmahal News, Panchmahal News, ગોધરા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો