શ્રીમદ્ ભાગવત કથાની શોભાયાત્રા મહેલોલના રમણભાઈ પટેલના નિવાસસ્થાને થી શરૂ થઈ હતી અને પોથી યાત્રાના યજમાન નેહાબેન નવીન કુમાર પટેલ દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા.
શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરા તાલુકાના મહેલોલ ગામનાં વાઘેશ્વરી મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહેલોલ ગામનાં વતની કે ઓ શાહે જણાવ્યું કે શ્રી જય અંબે પગપાળા સંઘ, શ્રી બાળ હનુમાન સુંદરકાંડ પરિવાર મહેલોલ તથા સૌ ભકત મંડળના તથા દાતાઓ, યજમાનો અને ભાવિક ભકતોના સાથ સહકાર, સહયોગ દ્વારા શ્રી ચેતન કુટિર આશ્રમ, શ્રી વાઘેશ્વરી મંદિર, મહેલોલની મેશરી નદીના કિનારે તા. 23-02-22 થી તા. 01-03-22 સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાસપીઠ પર આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી અભય બાપુ બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં અનોખું, અલૌકિક, અલભ્ય કથાનું રસપાન કરાવવા માં આવશે.ભાગવત કથા દરમ્યાન શ્રી વામન અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષિત મોક્ષ.... જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે દરરોજ રાત્રે ૯.૦૦ કલાકે સંતવાણી અને ડાયરો તેમજ ભજનો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ તેમણે ઉમેર્યું કે તા. ૨૫-૦૨-૨૨ના રોજ જીતુભાઇ દ્વારકાવાળા, (હાસ્ય કલાકાર) નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમજતા. ૦૨-૦૩-૨૨ ના રોજ હોમાત્મક લઘુ રુદ્ર અને મહા ભંડારો યોજાશે.
શ્રીમદ્ ભાગવત કથાની શોભાયાત્રા મહેલોલના રમણભાઈ પટેલના નિવાસસ્થાને થી શરૂ થઈ હતી અને પોથી યાત્રાના યજમાન નેહાબેન નવીન કુમાર પટેલ દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા. પોથી યાત્રામાં મહેલોલ થી વાઘેશ્વરી મંદિર સુધી અનેક ભાવિક ભકતોની ઉપસ્થિત રહી હતી.
વાઘેશ્વરી મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાના પ્રારંભે શ્રી સંતરામ મંદિરના મહંત પૂ.શ્રી સર્વેસ્વરદાસજી ના કર કમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું. અને શુભેચ્છા સંદેશ પાઠવી ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં આવા સુંદર આયોજન માટે ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
" isDesktop="true" id="1182946" >
પ.પૂ. બ્રમલીન મહંત શ્રી ચેતનદાસજી મહારાજજીની સાતમી પુણ્ય તિથિ નિમિત્તે તા. ૨૭-૦૨-૨૨, રવિવારે સવારે સમૂહ બાળવાળ સવારે ૧૧-૧૫ કલાકે તથા બપોરે ૧૨-૧૫ કલાકે પાદુકા પૂજન, ગોવર્ધન પૂજા, અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે.