Home /News /panchmahal /ગોધરા: જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગોધરા: જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગામના એક નાગરિક પાસે ખરાબાની પાંચ ગુંઠા જમીન નામે કરી આપવા માંગી હતી લાંચ

    રાજેશ જોષી,ગોધરા: ગોધરા તાલુકાની જીતપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિને ગોધરા એસીબીએ 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. ગ્રામ પંચાયતની ખરાબાની પાંચ ગુંઠા જમીન નામે કરી આપવા પંચાયતમાં ઠરાવ કરવા માટે 25 હજારની માંગણી સરપંચના પતિ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન સરપંચના પતિએ 10 હજાર રૂપિયા તેમના ઘરે આપી જવા અરજદારને જણાવ્યું હતું. જેથી ગોધરા એસીબીએ સરપંચના ઘરે લાડપુર ગામે છટકું ગોઠવ્યું હતું.

    ગોધરા તાલુકાના જીતપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની ખરાબાની જમીન પર એક સ્થાનિક વસવાટ કરતાં હતા, પરંતુ ગ્રામ પંચાયતની ખરાબાની જમીન હોવાથી જમીન તેમના નામે નહોતી, જેથી તેમને પોતે વસવાટ કરતાં પાંચ ગુંઠા જમીન  પોતાના નામે કરવા માટે ગામના સરપંચ સવિતાબેન પટેલના પતિ કાળુભાઇનો સંપર્ક કર્યો હતો. દરમિયાન કાળુભાઇએ જમીન નામે કરાવવા માંગતા નાગરિકને ખરાબાની જમીન નામે કરી આપવા અને  ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવાની કામગીરી માટે 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

    આ પણ વાંચો: વિવિધ આંદોલનકારીઓના ગાંધીનગરમાં ધામા!

    આ મામલે અરજદાર સાથે ચર્ચા કરી આખરે બુધવારે તેમના ઘરે આવી 10 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બીજી તરફ, અરજદાર લાંચની રકમ નહીં આપવા માંગતા હોવાથી એસીબીમાં સમગ્ર હકીકત સાથે ફરિયાદ કરી હતી. ગોધરા એસીબી પીઆઇ જે.આર.ગામિત દ્વારા અરજદારની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. અરજદાર સરપંચના ઘરે 10 હજાર રૂપિયા આપવા માટે ગયા હતા તે દરમિયાન અરજદાર સરપંચના પતિને લાંચ પેટે 10 હજાર રૂપિયા આપતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ સરપંચ સવિતાબેન પટેલ અને તેમના પતિ કાળુભાઇ પટેલની ધરપકડ કરી બંને સામે લાંચ રૂશ્વત અધિનિયમની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bribe, Gujarat News

    विज्ञापन
    विज्ञापन