Home /News /panchmahal /Panchmahal: હાઈકોર્ટની લીલી ઝંડી બાદ આ ત્રણ ગામોનો ગોધરા નગરપાલિકામાં થશે સમાવેશ
Panchmahal: હાઈકોર્ટની લીલી ઝંડી બાદ આ ત્રણ ગામોનો ગોધરા નગરપાલિકામાં થશે સમાવેશ
ગોધરા, પંચમહાલ
ગોધરા શહેરને અડીને આવેલ ત્રણ ગ્રામ પંચાયતોનો ગોધરા નગરપાલિકા પાલિકામાં સમાવેશ કરી દેવાની આજરોજ વીજળીક ઢબે હાથ ધરવામાં આવી.ગ્રામ પંચાયત કચેરીને "સીલ" મારી દઈને વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Prashant Samtani, Panchmahal: ગોધરા શહેરને અડીને આવેલ ત્રણ ગ્રામ પંચાયતોનો ગોધરા નગરપાલિકા પાલિકામાં સમાવેશ કરી દેવાની આજરોજ વીજળીક ઢબે હાથ ધરવામાં આવેલ કાર્યવાહીઓમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર.એચ.પટેલે પોતાની ટીમ સાથે સૌ પ્રથમ વાવડી બુઝર્ગના તલાટી કમ મંત્રી પાસેથી ચાર્જ લઈને જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે ગ્રામ પંચાયત કચેરીને "સીલ" મારી દઈને વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજ પ્રમાણે ભામૈયા અને ચીખોદ્રા ગ્રામ પંચાયતોનો પણ નગર પાલિકામાં સમાવેશ કરીને ચાર્જ લેવાની ગોધરા નગરપાલિકા સત્તાધીશો વિધિવત કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરીને આ બન્ને ગ્રામ પંચાયતોની કચેરીઓને પણ સીલ કરનાર હોવાની કામગીરીઓ ચાલુ છે તેમ જણાવાયું છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૩'ઓગષ્ટ ૨૦૧૫ના રોજ ગોધરા નગરપાલિકા પાલિકામાં વાવડી બુઝર્ગ, ભામૈયા અને ચીખોદ્રા આ ત્રણ ગ્રામ પંચાયતોના સમાવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ મનાઈ હુકમોની અરજીઓ તબક્કાવાર ડિસમીસ કરી દેવામાં આવતા વેંત ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર. એચ.પટેલ દ્વારા ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ લેવા માટે જિલ્લા પંચાયતના સત્તાધીશો પાસેથી લેખિત હુકમ મંજૂરીઓ મેળવ્યા બાદ મોડી સાંજે ગોધરા બેઠકના સત્તાધારી ભા.જ.પ.ના રાજકીય મોરચે બહુચર્ચિત અહમનો મુદ્દો બની ગયેલ વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત કચેરીનો તલાટીકમ મંત્રી પાસેથી દસ્તાવેજી પુરાવાઓ સાથે વિધિવત ચાર્જ લઈને પાલિકા સત્તાધીશો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને સીલ કરીને વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સત્તાવાર સમાવેશ કરવાનો સપાટો બોલાવતા ગોધરા બેઠકના રાજકીય મોરચે જબરદસ્ત માહૌલ ગરમાયો હતો.
ગોધરા શહેરમાં દિવસએને દિવસએ વસ્તીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી વસ્તી ની જરૂરિયાતો પૂરી પાડવા લોકો ની મકાન માટે વધતી જતી માંગ ને પૂરી પાડવા બિલ્ડરો ધ્વારા છેક ગોધરા ને અડીને આવેલ ગામોમાં પણ મકાનોની સ્કીમો બહાર પાડવામાં આવેલી છે. સમય પસાર થતા આજે ગોધરા શહેરવિસ્તારને અડીને આવેલા ગામો સુધી વિસ્તૃત થઈ ગયો છે, જે જોતા ગુજરાત સરકાર દ્વારા 2015 માં વાવડી, ચિખોદરા અને ભામૈંયા ગામોને ગોધરા નગરપાલિકા સાથે જોડવાનો હુકમ કરી દીધો હતો, પણ કેટલાક રાજકીય આગેવાનોએ કાયદાકીય રીતે હુકમને દબાઈ કાઢવા ઘણા પ્રયાસો કર્યા હતા, અંતે ગુજરાત હાઇકોર્ટે સરકારનો હુકમ માન્ય રાખ્યો હતો.