Home /News /panchmahal /ગોધરા: રાજ્યની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો, એવું કૌભાંડ જેના વિશે સાંભળી પગ તળેથી જમીન સરકી જશે!

ગોધરા: રાજ્યની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો, એવું કૌભાંડ જેના વિશે સાંભળી પગ તળેથી જમીન સરકી જશે!

પોલીસે લેટરહેડ અને સ્ટેમ્પ જપ્ત કર્યાં.

Godhra News: પોલીસે ગોધરામાંથી અકિલની ઓફીસમાંથી જપ્ત કરેલા તમામ દસ્તાવેજો ડુપ્લિકેટ હતા અને તપાસમાં એ પણ સામે આવ્યું છે ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.

વધુ જુઓ ...
  રાજેશ જોષી, પંચમહાલ: પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સરકારી વિભાગની આખા રાજ્યની કચેરીઓના ડુપ્લિકેટ સિક્કા અને લેટરહેડ બનાવી જાણે ઘરેથી જ સરકાર ચલાવતા હોય તેમ ભેજાબાજોએ ડુપ્લિકેટ સર્ટિફિકેટ્સથી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચુનો ચોપડ્યો છે. આ કૌભાંડની ચોંકાવનારી વિગતો પર પ્રકાશ પાડીએ.

  ગોધરા એલસીબી પીઆઇ જે. એન પરમારને બાતમી મળી હતી કે ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટિફિકેટની જરૂર પડે છે, તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે "ગેરી"ના ડુપ્લિકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રિપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. બાતમીના આધારે એલસીબી ટીમે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલા અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાંથી ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરિયલ ટેસ્ટીંગ ડીવીઝન(ગેરી)ની વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટરહેડ, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેડિંગના લખાણોના કાગળો સહિત બે લેપટોપ અને પ્રિન્ટર મળી આવ્યા હતા.  પોલીસને મળી આવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. પોલીસે ગોધરામાંથી અકિલની ઓફીસમાંથી જપ્ત કરેલા તમામ દસ્તાવેજો ડુપ્લિકેટ હતા અને તપાસમાં એ પણ સામે આવ્યું છે ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.

  આ પણ વાંચો: અંધેર નગરી ને ગંડુ રાજા, માર્કશીટ કૌભાંડમા તપાસનો સામનો કરનાર પીઆઇને એસીબીમાં મૂકાયા

  રાજ્યની બાંધકામ વિભાગની ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને ડુપ્લિકેટ સર્ટીની લ્હાણી કરવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરિયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 474 મુજબનો ગુનો નોંધી રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
  " isDesktop="true" id="1255669" >

  આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસ હાથ ધરાતા જ અકિલ એન્ડ કંપની સાથે સંકળાયેલા ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને "અંડર ગ્રાઉન્ડ" થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ સવાલ એ પણ થાય કે અકિલના ડુપ્લિકેટ ટેસ્ટીંગ રિપોર્ટ્સ બાંધકામ કચેરીઓમાં ચૂપચાપ આપીને બીલોના નાણાં પાસ કરાવનાર લોકો સામે કાર્યવાહી થશે કે નહીં? આ ઉપરાંત આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસો શરૂ થયાની જાણકારી મળતા સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂતોથી શોકનો માહોલ છવાયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Panchmahal, ગોધરા, પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन