Home /News /panchmahal /

Panchmahal: LCB પોલીસ મળી મોટી સફળતા, પુષ્પા ફિલ્મ સ્ટાઈલમાં લઈ જવાતો લાખોનો દારૂ જપ્ત

Panchmahal: LCB પોલીસ મળી મોટી સફળતા, પુષ્પા ફિલ્મ સ્ટાઈલમાં લઈ જવાતો લાખોનો દારૂ જપ્ત

ડ્રાય

ડ્રાય સ્ટેટ માં ૨૩ લાખ રૂપિયાનાં દારૂનું ટેન્કર જપ્ત.

ગોધરા ખાતે રીડર શાખામાં ફરજ બજાવીને બુટલેગરોના ગોરખધંધાનો પર્દાફાશ કરનાર પીએસાઇ જે.એન.સિંઘ ને ગુપ્ત બાતમી મળી હતી કે જીજે ૧૨ બી વાય 2206 નંબરની ટેન્કરના ચોર ખાનામાં હરિયાણાથી વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા....

  Shivam Purohit, Panchmahal: ગુજરાત (gujarat) રાજ્ય એક dry state માનવામાં આવે છે જ્યાં પ્રોહિબિટેડ દારૂ તથા બિયર ની સખ્ત મનાઈ હોવા છતાં પુષ્પા (pushpa) ફિલ્મ સ્ટાઈલમાં દારૂની (alcohol) તસ્કરી (smuggling) કરતું વિશાળ ઓઇલનું ટેન્કર એલસીબી (lcb police) પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. અંદાજિત ૨૩ લાખ રૂપિયાનો દારૂ તથા બિયર તેમજ ટેન્કર મળીને કુલ ૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  ગોધરા એલસીબી શાખા અને ગોધરા તાલુકા પોલીસ ટીમેદાહોદ ગોધરા હાઈવે ઉપરથી દારૂનો ટેન્કર ઝડપી પાડ્યો.

  ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલને નિષ્ફળ બનાવી ને સરહદી રાજ્યની બોર્ડર ઉપર થી ગુજરાતમાંલાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને ઘુસાડવા માટે બુટલેગરોના આ કારનામાઓ વચ્ચે એક ઓઈલ ટેન્કર દ્વારાવિદેશી દારૂનો જંગી જથ્થો ગોધરા દાહોદ બાયપાસ હાઈવે ઉપર થઈને વડોદરા ખાતે જઇ રહ્યો હોવાના ગોધરા રીડર શાખાના પીએસઆઇ પી.એન સિંગ ની ગુપ્ત બાતમીના આધારે ગોધરા એલસીબી શાખા અને ગોધરા તાલુકા પોલીસ ટીમ દ્વારા દાહોદ ગોધરા હાઈવે ઉપર કેવડિયા પાસે ચુસ્ત નાકાબંધી કરીને હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બાતમીના આધારેટેન્કરને આંતરીને ઝીણવટપૂર્વક તપાસ કરતા કેબીનનાં ભાગે બનાવવામાં આવેલા ગુપ્ત ચોર ખાનામાંથી અંદાજે 23 લાખ રૂપિયાની કિંમતનોવિદેશી દારૂ અને બિયરની 5,016 બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે પકડેલા મોટા જથ્થાના કારણે દારૂના બુટલેગરોનીબુટલેગરોની અંધારી આલમમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

  ટેન્કરના ચોર ખાનામાં હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા ખાતે પહોંચાડવાનો હતો.

  ગોધરા ખાતે રીડર શાખામાં ફરજ બજાવીને બુટલેગરોના ગોરખધંધાનો પર્દાફાશ કરનાર પીએસાઈજે.એન.સિંઘને ગુપ્ત બાતમી મળી હતી કે જીજે ૧૨ બી વાય 2,206 નંબરની ટેન્કરના ચોર ખાનામાં હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા ખાતે પહોંચાડવા માટે રવાના થયેલ આ ટેન્કર ગુજરાતના દાહોદ ખાતે પ્રવેશી ચૂકી છે અને ગોધરા તરફ આવી રહ્યું છે.

  ગુપ્ત બાતમીથી ગોધરા એલસીબી શાખાના પીએસઆઇ જે એન પરમાર ને વાકેફ કરવામાં આવ્યા હતા અને આ અંગેની જાણ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે ડાભીને કરવામાં આવતા રાત્રિના સમયે ગોધરા એલસીબી અને ગોધરા તાલુકા પોલીસ ટીમે દાહોદ ગોધરા ઇન્દોર હાઇવે ઉપર કેવડિયા ખાતે ચુસ્ત નાકાબંધી કરીને આંતરવા માં આવેલા આ ટેન્કર નંબર જીજે ૧૨ બી વાય 2206 ની ઝીણવટપૂર્વક તપાસ કરતા કેબીનના અંદરના ભાગે બનાવવામાં આવેલા ચોર ખાનામાં અંદાજે ૨૩ લાખ રૂપિયાની કિંમતનો દારૂઅને બિયર ની 5,916 બોટલોનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: એક જ ઇમેલ બાદ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપનીને લાગ્યો લાખોનો ચુનો

  ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.

  આ ટેન્કર સાથે ઝડપાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સોનારી સેકવા ગામના મનોહર ધીમારાવ બિસ્નોઇ એ પોલીસ તંત્ર સમક્ષ વટાણા વેરી દેતા જણાવ્યું હતું કે સાચોર ના રહેવાસી ટેન્કર માલિક સુનિલે ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવા માટે આજ ગામના ભવરલાલ સૂજનારામ બિસ્નોઇનો સંપર્ક કરીને આ ટેન્કરમાં હરિયાણાથી શરાબનો જથ્થો ભરાવીને વડોદરા ખાતે પહોંચતા કરવા જણાવ્યું હતું. જોકે હરિયાણાથી લઈને અનેક રાજ્યોની પોલીસ ચોકીઓ બિન્દાસ્ત પસાર કર્યા બાદ ટેન્કર પંચમહાલ પોલીસ તંત્રના સકંજામાં આવી જતા દારૂના જથ્થા અને ટેન્કર સમેત અંદાજે ૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો :હાઈપ્રોફાઇલ ધરાવતા લોકો માટે ગેરકાયદેસર પ્રવૃતિ એન્ટરટેઇનમેન્ટ સમાન કેમ ?

  ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં પણ દારૂનીમોટા પાયે હેરાફેરી થાય છે તે પહેલો કિસ્સો નથી. રાજ્યમાં ગેરકાયદેસરદારૂનો વેપાર કરતા બુટલેગરોને કાયદાનો ડર કેમ લાગતો નથી,ત્યારે બીજી તરફ એ પણ પ્રતિત થાય છે કે આ તો માત્ર નાની માછલીઓ છે મોટી માછલીઓને પકડવી જરૂરૂ બની ગયો છે,જેથી કરી રાજ્યમાં દારૂની ખેપ આવવાની બંધ થઈ શકે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Panchmahal, પંચમહાલ

  આગામી સમાચાર