Home /News /panchmahal /ગોધરા: APMCની જગ્યા શાકભાજી વિક્રેતાઓ માટે ફાળવી દેવાય તો, ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે દૂર

ગોધરા: APMCની જગ્યા શાકભાજી વિક્રેતાઓ માટે ફાળવી દેવાય તો, ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે દૂર

X
સિંદૂરી

સિંદૂરી માતા મંદિર પાસે આવેલા જર્જરિત એપીએમસી, ગોધરા

જો આ જગ્યા ને શાકભાજી વિક્રેતાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે તો મહદઅંશે ટ્રાફિક ની સમસ્યા હલ થઇ શકે તેવી ...

ગોધરા, પંચમહાલ: ગોધરા સિંદુરી માતા મંદિર પાસે આવેલું માર્કેટીંગ યાર્ડ જર્જરિત અવસ્થામાં જોવા મળતાં આસપાસ ના રહીશોની તેને ચાલુ કરવાની માંગ ઉઠી છે. જો આ જગ્યાને શાકભાજી વિક્રેતાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવે તો મહદઅંશે ટ્રાફિકની સમસ્યા હલ થઇ શકે તેવી સ્થાનિક રહીશો ની માંગ સાંભળવા મળી છે.

ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે આવેલું એપીએમસી માર્કેટયાર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ અવસ્થામાં હોવાનાં કારણે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે રહેતા ડૉ શ્યામસુંદર શર્મા અને વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું હતું કે ગોધરાના સિંદૂરીમાતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ ની જગ્યા વિશાળ પ્રમાણમાં મોટી છે અને આ જગ્યાનો કોઈપણ પ્રકારે ઉપયોગ માં આવતી નથી માટે આ જગ્યાએ જે શહેરા ભાગોળ ફાટક પાસે સવારે ઘણા બધા લોકો ગ્રામ્ય વિસ્તાર માંથી આવી શાકભાજી વેચવા માટે બેસતા હોય છે અને તેની ખરીદી કરવા માટે પણ ઘણા લોકો આવતા હોય છે.

આ પણ વાંચો: પરિવારની નબળી સ્થિતિ અને દુર્લભ આનુવંશિક રોગ વચ્ચે ભુજનો આ યુવાન સ્ટેટ ટેકસ ઓફિસર બન્યો

ત્યારે આ સમય દરમિયાન ટ્રાફિક ની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જો આ જ શાકભાજી વેચવા વાળા લોકોને સિંદૂરી માતાના મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ માં બેસાડવા માં આવે તો મહદઅંશે ટ્રાફિક ની સમસ્યા ઓછી થાય તેવું જણાવવામાં આવ્યું.... જોઇએ વિડિયો
First published:

Tags: એપીએમસી, ગોધરા, પંચમહાલ, શાકભાજી

विज्ञापन