Home /News /panchmahal /Panchmahal: ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ અવસ્થામાં, દર્દીઓને ભારે હાલાકી

Panchmahal: ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ અવસ્થામાં, દર્દીઓને ભારે હાલાકી

X
સિવિલ

સિવિલ હોસ્પિટલ, ગોધરા

પંચમહાલ જિલ્લાની સૌથી મોટી અને સુવિધાયુક્ત હોસ્પિટલ ગણાતી એવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લિફ્ટ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે.જેના કારણે દર્દીઓને ભારે હાલાકી.

Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લાની સૌથી મોટી અને સુવિધાયુક્ત હોસ્પિટલ ગણાતી એવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લિફ્ટ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને અગવડ નો સામનો કરવો પડી રહ્યો છે. લિફ્ટ બંધ થવાના કારણે ઘણીવાર સ્ટ્રેચર ઉપર ઇમરજન્સી કેસમાં અથવા તો ક્રિટિકલ કન્ડિશનમાં દાદરા ચડીને દર્દીને ઉપર લઈ જવામાં તકલીફ નો સામનો પણ કરવો પડી રહ્યો છે.

નવી લિફ્ટ ની માંગણીઓ તેમજ રજૂઆત પણ કરવામાં આવી હતી: ડોક્ટર મોના પંડ્યા

ગોધરા સિવિલ હોસ્પિટલમાં મુખ્ય આરોગ્ય ચીકીત્સકની સિવિલ સર્જન ગોધરા ડોક્ટર મોના પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલમાં આવેલી લિફ્ટ બગડવાનો પ્રશ્ન સામે આવી રહ્યો છે તેમાંથી અમુક ની અવસ્થા તો એવી છે કે જેણે રીપેર પણ કરાવી શકાય નહીં તેથી સેવના દ્વારા નવી લિફ્ટ ની માંગણીઓ તેમજ રજૂઆત પણ કરવામાં આવી હતી.

વીજળીના વોલ્ટેજમાં વધારા ઘટાડાના કારણે આવું વારંવાર બનતું હોય છે.

તેમજ તેમણે ઉમેર્યું હતું કે લિફ્ટમાં અવારનવાર આ પ્રશ્ન ઊભો થાય છે તેનું કારણ તે વિસ્તારમાં થતા વીજળીના વોલ્ટેજ માં વધારા ઘટાડાના કારણે આવું વારંવાર બનતું હોય છે જેને લઇને પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે.તથા તેમણે જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું સમાધાન થાય તેવા પ્રયત્નો ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેથી દર્દીઓ અને આ પ્રકારની અગવડ ન પડે.

આ પણ વાંચો: રામ મંદિર માટે ભેગી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતાં હતાં

સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હલકી.

પંચમહાલ જિલ્લામાં સૌથી મોટી તેમજ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ એવી ગોધરા સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલ ગોધરામાં લિફ્ટ બંધ થવાના કારણે સિવિલ હોસ્પિટલ નો લાભ લેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
First published:

Tags: Panchmahal, પંચમહાલ