Home /News /panchmahal /ગોધરાઃ કેનેડાના પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજે રૂ.20 લાખનો ઓક્સિજન પ્લાન્ટ કર્યો દાન, રાજ્યમાં 29 પ્લાન્ટ સ્થાપશે
ગોધરાઃ કેનેડાના પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સમાજે રૂ.20 લાખનો ઓક્સિજન પ્લાન્ટ કર્યો દાન, રાજ્યમાં 29 પ્લાન્ટ સ્થાપશે
ઓક્સીજન પ્લાન્ટની તસવીર
પંચમહાલમાં પ્રથમ એવા ટીંબા રોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયેલા આ ઓક્સિજન પ્લાન્ટથી એક મિનિટમાં 167 LPM માત્રામાં ઓક્સિજન નું થશે ઉત્પાદન જે એક સાથે 20થી 25 દર્દીઓને અવિરત ઓક્સિજન આપી શકાશે.
રાજેશ જોષી,ગોધરા: કેનેડાનો (canada) પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ કોરોનાકાળમાં વતનની વ્હારે આવ્યો છે. વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન (Vaishnava Youth Organization) દ્વારા વીસ લાખ કિંમતનો ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) અને ચાર ઓક્સિજન કોન્સટ્રેટર ગોધરા તાલુકાના ટીંબા રોડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં (Community Health Center) દાન (Donations) કરવામાં આવ્યા છે. વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.108 શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેઓએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પ્રથમ એવી સંસ્થા છે જે રાજ્યમાં 29 સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરશે.
ઉલ્લેખનીય છેકે જીલ્લામાં પ્રથમ એવા ટીંબા રોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયેલા આ ઓક્સિજન પ્લાન્ટથી એક મિનિટમાં 167 LPM માત્રામાં ઓક્સિજન નું થશે ઉત્પાદન જે એક સાથે 20થી 25 દર્દીઓને અવિરત ઓક્સિજન આપી શકાશે. આમ આવનારા સમયમાં જરૂર પડ્યે આ પ્લાન્ટ અહીં સારવાર માટે આવનારા દર્દીઓ માટે સંજીવની સમો બની રહેશે.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેમાં પણ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઉભી થઇ હતી.આ તમામ સંજોગોને ધ્યાનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા પણ સેવાકીય પ્રવૃત્તિનો ભાગ બની જનતા અને સરકાર માટે મદદરૂપ બની છે. આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ 29 સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ દાન કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.
આ પ્રસંગે શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ,જિલ્લા કલકેટર અમિત અરોરા, જીલ્લા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ અને વૈષ્ણવબધું ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ ઉપસ્થિતિઓને સંબોધતા જણાવ્યું હતું કે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પહેલી અને એકમાત્ર એવી સંસ્થા છે જે એક જ રાજ્યમાં 29 ઓક્સિજન પ્લાટનું નાંખવા જઈ રહ્યું છે.
વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના મહામારીમાં કરેલી કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે અમારૂ તો દાયિત્વ એટલું જ છે કે સરકારને અમે સહયોગ આપીએ જયારે જયારે જરૂર પડે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન મદદ માટે તૈયાર છે.
સરકારે શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોવર્ધન ઉપાડ્યો હતો જેમાં હજારો ગોવાળીયાએ લાકડીનો ટેકો આપ્યો હતો એમ સરકાર હાલ કોરોના કાળમાં જનતાના રક્ષણ માટે ગોવર્ધન પર્વત ઊંચક્યો છે જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એક લાકડીનો ટેકો આપી સુર પુરાવા જઈ રહ્યું છે.