Home /News /panchmahal /Panchmahal: આ યુવતીએ નાની ઉંમરમાં મેળવી મોટી સફળતા, જાત મહેનતથી ઉભો કર્યો બિઝનેસ

Panchmahal: આ યુવતીએ નાની ઉંમરમાં મેળવી મોટી સફળતા, જાત મહેનતથી ઉભો કર્યો બિઝનેસ

ગોધરાની છોકરીએ શરૂ કરેલ StartUp લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 

યુવાનો નોકરીની શોધમાં પોતાના કિંમતી સમય માંથી ઘણા વર્ષોનો સમય બગાડી દેતા હોંય છે. તેવા લોકો માટે ગોધરાની દીકરી એક આદર્શ ઉદાહરણ તરીકે નિખરી આવી છે.

  Prasant Samtani, Pachmahal:  દેશમાં મોટા ભાગના લોકોની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની છે. સામાન્ય રીતે કારકિર્દી બનાવવાની શરૂઆત 18 વર્ષથી જ થઈ જતી હોંય છે. સામાન્ય રીતે યુવાનો ગ્રેજ્યુએશન નો અભ્યાસ પૂર્ણ કરી નોકરીની શોધમાં લાગી જતા હોંય છે. હાલના સમયમાં યુવાનોમાં સરકારી નોકરી માટેની તૈયારી કરવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ઉપરાંત કેટલાક યુવાનોને ખાનગી કંપનીઓ તેમની આવડત અને કુશળતાને આધારે નોકરી પર રાખી લેતા હોંય છે. પરંતુ મોટા ભાગના યુવાનો નોકરીની શોધમાં પોતાના કિંમતી સમય માંથી ઘણા વર્ષોનો સમય બગાડી દેતા હોંય છે. તેવા લોકો માટે ગોધરાની દીકરી એક આદર્શ ઉદાહરણ તરીકે નિખરી આવી છે.

  ગોધરા શહેરના શહેરાભાગોડ વિસ્તારમાં રહેતી અને સામાન્ય પરિવાર માંથી આવતી ટ્વિન્કલ દવેએ પોતાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ઘણા વર્ષો સુધી નોકરીની શોધખોળ કરી, તેમ છતાં ટ્વિન્કલને કોઈ સારી નોકરી મળી શકી નહીં. પરંતુ ટ્વિન્કલએ હાર નહીં માની, અને પોતાનું start up શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ કહેવાય છે ને, કે કોઈ પણ ધંધો કરવા માટે પહેલા મૂડીની જરૂરિયાત પડે છે. અને તે પણ એક છોકરીને ધંધો શરૂ કરવા મૂડી આપે, " તો આપે કોણ? "તે એક અગત્યનો પ્રશ્ન ટ્વિન્કલને સતાવતો હતો.  ઘરે ચર્ચા કરતા ટ્વિન્કલના પરિવાર પાસે ધંધો શરૂ કરવા પૂરતા નાણાની સગવડ થાય તેમ હતું નહીં. તેવામાં ટ્વિન્કલને હાર માનવાની જગ્યાએ પોતાના મિત્રોને પોતાનો બિઝનેસ પ્લાન સમજાવ્યો અને તેમના પાસેથી થોડા સમય માટે નાણાં ઉછીના લેવા પ્રસ્તાવ મૂક્યો. ટ્વિન્કલની આવડત અને કામ પ્રત્યેની ધગશ જોઇ અંતે તેના મિત્રો તેને StartUp શરૂ કરવા માટે નાણાં આપવા માટે સહેમત થયા અને અંતે ગોધરામાં શરૂ થયું "ડાર્ક કેફે". જે આજે સમગ્ર ગોધરાના ફૂડ લવરસ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  નવરાત્રીના 9 દિવસ ગરબા રમ્યા પછી લોકો જુદા જુદા પ્રકારની વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોંય છે. જેથી નવરાત્રીમાં જેટલું મહત્વ ગરબાનું છે, તેટલું જ મહત્વ ફૂડ આઇટમસનું પણ છે. ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ખાતે આવેલ ટ્વિન્કલ દવેનું ડાર્ક કેફે તેની ખાસ પ્રકારની બે વાનગીઓને કારણએ ગોધરા શહેરમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડાર્ક કેફેની ખાસ આઇટમમાં, સોસિયલ મિડિયા પરથી દેશ ભરમાં પ્રખ્યાત બનેલ "કુલ્લડ પીઝા" અને "પોટેટો ટ્વિસ્ટર" લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.  પિઝા તો તમે બધાએ ખાધા હશે, પરંતુ આ પિઝા માં કોઈ મેદાનો રોટલો નહીં, પરંતુ માટીના કુલ્લડમાં જુદી જુદી વેરાઇટી વાળા સોસિસ, પનીર, ચીઝ, અને અન્ય પિઝાની સામગ્રી નાંખી તેને તંદુરમાં સેકીને બનાવામાં આવે છે. જે ગોધરામાં ફક્ત એકજ જગ્યા એ મળી આવતું હોવાથી દૂર દૂર થી લોકો કુલ્લડ પીઝા ખાવા ડાર્ક કેફેની મુલાકાત લેતા હોંય છે.  આ ઉપરાંત ટ્વિન્કલ દ્વારા ફ્રેંકી, પાવ ભાજી, ફ્રેંચ ફ્રાઇઝ, ચા કોફી વગેરે જેવી ખાણી પીણીની ઘણી બધી આઇટમ વેચી સારો એવો વેપાર કરવામાં આવે છે. હાલ તો ટ્વિન્કલનું કેફે ભાડાની દુકાનમાં ચલાવવામાં આવે છે, પરંતુ ટ્વિન્કલનું સ્વપ્ન છે કે, સફળ બની ભવિષ્યમાં તે પોતાની દુકાન લેશે અને તેમાં તે કેફે નો વેપાર ચલાવશે. ગોધરાની દીકરીની મહેનત અને કામ પ્રત્યેની લગન જોઈ ગોધરાના લોકો પણ ટ્વિન્કલને પ્રોત્સાહિત કરી સારો એવો સહકાર આપી રહ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन