Home /News /panchmahal /Panchmahal: ગુજ્જુ દીકરી આફ્રિકામાં બની પાયલટ, વીડિયોમાં જુઓ કેવી રીતે ઉડાવે છે પ્લેન!

Panchmahal: ગુજ્જુ દીકરી આફ્રિકામાં બની પાયલટ, વીડિયોમાં જુઓ કેવી રીતે ઉડાવે છે પ્લેન!

X
પંચમહાલની

પંચમહાલની અમીએ દક્ષિણ આફ્રિકામાં મેળવી પાઇલટની ટ્રેનિંગ

ગુજરાતની દીકરી દક્ષિણ આફ્રિકામાં કોમર્શિયલ પાયલટના લાઇસન્સ માટેની તાલીમ લઈ રહી છે. પછાત વિસ્તાર તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લાની અમી રાણા વિદેશમાં પાયલોટ બની ગુજરાતને ગૌરવ આપવી રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals | Godhra
Prashant Samtani, Panchmahal - ગુજરાતનો ડંકો વિશ્વભરમાં લાગવા લાગ્યો છે. ગુજરાતની દીકરી દક્ષિણ આફ્રિકામાં કોમર્શિયલ પાયલટના લાઇસન્સ માટેની તાલીમ લઈ રહી છે. પછાત વિસ્તાર તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લાની અમી રાણા વિદેશમાં પાયલોટ બની ગુજરાતને ગૌરવ આપવી રહી છે. દીકરો દીકરી સમાન માનવામાં આવી રહ્યા છે.

ગોધરામાં રહેતા શૈલેષભાઈ રાણાની પુત્રી અમી દક્ષિણ આફ્રિકામાં પાયલટની તાલીમ લઈ રહ્યા છે. મધ્યમ વર્ગની છોકરી વિમાન ઉડવ્યોએ માત્ર ગોધરા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે .



અમીએ ફ્લાઇટની ટ્રેનિંગ માટે ની વોલકન નામની ઇન્સ્ટિટયૂટમાં ઝોહનીસબર્ગ સિટી સાઉથ આફ્રિકામાં એડમિશન લઈને હાલમાં તેઓ પાયલોટની ટ્રેનીંગ હાસીલ કરી રહ્યા છે. અમી રણા ગોધરાના કાછીયાવાળ વિસ્તારમાં રાણા શેરી ખાતે રહે છે.




અમીબેન ના પિતાનું સ્વપ્ન હતું કે અમી મેડિકલ લાઈનમાં આગળ વધે.

અમીબેનના પિતા અને માતા નું સ્વપ્ન હતું કે અમીબેન મેડિકલ ક્ષેત્રમાં આગળ વધે અને ડોકટર બને. પરંતુ અમી એ પહેલેથીજ વિચારી લીધું હતું કે તેણે પાઇલોટ બનવું છે, તેથી તેને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહથી પાસ કરી અમદાવાદ ખાતેની ઈન્ડસ યુનિવર્સિટી થી બી. એસ સિ એવીએશન વર્ષ 2020 માં પાસ કર્યું ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની વુલકન એવિએશન થી C.P.L એટલેકે કમર્શિયલ પાઇલોટ લાઇસન્સ નો કોર્સ કરી રહ્યા છે. જે કોર્સ 2023 માં પૂર્ણ કરી લાઇસન્સ મેળવી ભારત પરત ફરશે.



અમીબેન પિતા સાથે વાત કરતા જણાયું હતુ કે, અમી દક્ષિણ આફ્રિકાથી પાઇલોટનો લાઇસન્સ મેળવી ભારત અવીએશન ક્ષેત્રમાં પોતાનો યોગદાન આપશે. ગોધરા અને ગુજરાતમાં અમી રાણા ના નામથી આ પરિવાર ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે. પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.
First published:

Tags: Local 18, Panchmahal, Pilot

विज्ञापन