Home /News /panchmahal /Panchmahal: અહી બાળકો ગરબા સાંભળ્યા વગરજ કરે છે ગરબા; આવી રીતે જામે છે રમઝટ

Panchmahal: અહી બાળકો ગરબા સાંભળ્યા વગરજ કરે છે ગરબા; આવી રીતે જામે છે રમઝટ

ખાસ બાળકો ગીત સાંભળયા વિના પણ કરે છે ,મસ્ત મજાના ગરબા 

ગાંધી સ્લેસિયલ બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા પંચમહાલ જિલ્લાના ખાસ બાળકોને મુક્તાનંદ સોસાયટી ખાતે ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવે છે. તે બાળકો સાથે જ મંડળ તેમજ દૂર દૂર થી ગરબા રમવા આવતા લોકો ગરબા રમી શકે તેવું આયોજન ગોઠવવામાં આવે છે. 

વધુ જુઓ ...
  Prasant Samtani, Panchmahal:  નવરાત્રિમાં ગીત સાંભળતાની સાથે જ જાણે પગ મેદાનમા જઈ ગરબા રમવા થનગનતા થઈ જાય છે. નવરાત્રી આવે તેનાથી એક મહિના પહેલેથીજ જાણે બજારમાં રોનક આવી જાય છે. રંગબેરંગી ચણિયાચોળી ને જુદા જુદા ઝબ્બા કબાટના ખૂણા માંથી જાણે માથું કાઢી બહાર આવતા જોવા મળે છે .

  ગુજરાત બરાબર ગરબા ,અને ગરબા બરાબર ગુજરાત. ગુજરાતી દેશ વિદેશમાં દરેક ક્ષેત્રે આગળ છે. સાથે સાથે ગુજરાતીના ગરબા પણ દેશ ના ખૂણે ખૂણાથી લઇ દુનિયાના દરેક દેશો મા આગળ છે. આપણે લોકો તો નવરાત્રીની ઉજવણી કરવામા કોઈ કસર નથી રાખતા .  પરંતુ શું ખાસ બાળકો પણ સામાન્ય માણસની જેમ જ પોતાનું જીવન સામાન્ય જીવે છે. અને સામાન્ય માણસની જેમ જ દરેક તહેવારો મસ્તી થી ઉજવે છે . તેવી જ બાબતને વિશેષ ધ્યાને લઈને ગોધરા શહેરના પ્રખ્યાત સાઇ ક્રિષ્ના યુવક ગરબા મંડળ દ્વારા ખાસ બાળકો, કે જેઓ બોલી અથવા સાંભળી શકતા નથી ,જેમની સાથે, સામાન્ય લોકો ગરબા રમી શકે તે રીતે નું ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું હતું .  ગોધરા શહેરના બમરોલી રોડ વિસ્તારના મુક્તાનંદ ગરબા મહોત્સવ શેરી ગરબા માટે એક પ્રચલિત નામ છે. જેના પ્રમુખ વિનોદ વીરવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય લોકો જ્યારે પોતાના પરિવાર ,મિત્રો , પ્રિયજનો સાથે ગરબાની મોજ માણે છે, ત્યારે મને વિચાર આવે છે કે , જે ખાસ બાળકો છે , જેમને કુદરતે બોલવાની અને સાંભળવાની શક્તિ નથી આપી, તેવા બાળકો સામાન્ય લોકો સાથે , ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમી, કુદરતે આપેલ ખોટને ભૂલીને તહેવારની મજા માણી શકે , તે માટે છેલ્લા ઘણા વર્ષો થી અમારા મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં 9 માંથી કોઈ પણ એક દિવસે ગોધરા શહેરની ગાંધી સ્લેસિયલ બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા પંચમહાલ જિલ્લાના ખાસ બાળકોને મુક્તાનંદ સોસાયટી ખાતે ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવે છે.  બાળકો સાથે જ મંડળ તેમજ દૂર દૂર થી ગરબા રમવા આવતા લોકો ગરબા રમી શકે તેવું આયોજન ગોઠવવામાં આવે છે. ખાસ બાળકો ને સંભળ્યતું ના હોવા છતાં આ બાળકો તેમના શિક્ષકોના ઈશારાની ભાષાને સમજીને મસ્ત મજાના ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા. આ બાળકોને તેમની શાળા દ્વારા નવરાત્રિના એક મહિના અગાઉથી જ ગરબા કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.સામાન્ય લોકો જ્યારે ખાસ બાળકો સાથે બે તાળી અને ત્રણ તાળી ગરબા રમી રહ્યા હતા , ત્યારે મનમોહક દ્રશ્ય નું સર્જન થયું હતું . ભીની આંખે બાળકોએ પોતાની ખુશી વ્યક્ત કરી ,સામાન્ય લોકો સાથે ગરબા રમી મજા માણી હતી. અંતે બાળકો સાથે મસ્ત મજાનો નાસ્તો કરી મંડળના લોકોએ ધન્યતા અનુભવી હતી.
  First published:

  Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन