Home /News /panchmahal /Panchmahal: બાય બાય નવરાત્રિ; જોજો છેલ્લે-છેલ્લે સરદ પૂનમે ગરબા રમવાનું ચૂકી ન જતા

Panchmahal: બાય બાય નવરાત્રિ; જોજો છેલ્લે-છેલ્લે સરદ પૂનમે ગરબા રમવાનું ચૂકી ન જતા

રવિવારના દિવસે શરદ પૂનમના મહા પર્વ નિમિતે ગોધરા શહેરની ચાર થી પાંચ ગૃહિણીઓએ ભેગા થઈને ભવ્યથી અતિભવ્ય બાય બાય નવરાત્રી 2022 નું આયોજન ગોઠવ્યું છે.

રવિવારના દિવસે શરદ પૂનમના મહા પર્વ નિમિતે ગોધરા શહેરની ચાર થી પાંચ ગૃહિણીઓએ ભેગા થઈને ભવ્યથી અતિભવ્ય બાય બાય નવરાત્રી 2022 નું આયોજન ગોઠવ્યું છે.

  Prashant Samtani, panchmahal:  એવું કહેવાય છે કે , ગુજરાતીઓને ગરબાની ભૂખ ક્યારેય મટતી નથી . લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી હોય, જન્મદિવસ હોય કે કોઈ પણ તહેવાર હોય , ગરબા ન થાય ત્યાં સુધી ગુજરાતીઓનો કોઈ પ્રસંગ પૂરો થતો નથી . હાલમાં જ નવરાત્રીના નવ દિવસ અને દશેરા નો મહાપર્વ પૂર્ણ થયો છે, ત્યારે રવિવારના દિવસે શરદ પૂનમના મહા પર્વ નિમિતે ગોધરા શહેરની ચાર થી પાંચ ગૃહિણીઓએ ભેગા થઈને ભવ્યથી અતિભવ્ય બાય બાય નવરાત્રી 2022 નું આયોજન ગોઠવ્યું છે.

  ત્યારે ગોધરાની જનતા ફરીથી ગરબા રમવા માટે આતુર થઈ ઉત્સાહભેર ગરબામાં ભાગ ભજવવા તૈયાર થઈ ગઈ છે .બીફોર ગરબાનો કોન્સેપ્ટ તો આપણે સાંભળ્યો હતો, પરંતુ આ વર્ષથી બાય બાય નવરાત્રી નો કોન્સેપ્ટ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આતે વળી " સોને પે સુહાગા " જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે "નવરાત્રિના નવ દિવસ તો ખરા જ નવરાત્રી પહેલા બીફોર ગરબા " અને "નવરાત્રી પછી બાય બાય નવરાત્રી, એમ મળીને નવરાત્રિના નવ દિવસો હવે 11 દિવસમાં પરિવર્તન પામ્યા છે .

  વર્ષભરમાં આવતી દરેક પૂર્ણિમાનું મહત્વ છે, પરંતુ શરદ પૂર્ણિમા બાકી બધાથી બહુ ખાસ છે. શાસ્ત્રો મુજબ આ દિવસ સામાન્ય લોકો માટે લાભકારી હોય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવતના આસો સુદ પુનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે.  આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાના કિરણોથી અમૃત વર્ષા થાય છે. તો શરદપૂનમ ના દિવસે ચાંદામામાના અમૃત કિરણો વચ્ચે ગરબા રમવા તૈયાર થઈ જાઓ.  ગોધરા શહેર ના બમરોલી રોડ પર આવેલ ચંદનબાગ ખાતે તારીખ 9 10 2022 રવિવારના રોજ ભવ્યથી અતિ ભવ્ય બાય બાય નવરાત્રી 2020 નું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાની સાથે સાથે શરદપૂનમના સ્પેશિયલ દૂધ પૌવા અને અનેક પ્રકારના અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી પતી ગઈ , એમ કરીને ચણિયાચોલી પાછી કબાટમાં મૂકી દીધી હોય તો ફરી કાઢી લેજો , કેમ કે બાય બાય નવરાત્રી ૨૦૨૨ માં ગરબાની સ્પર્ધા પણ થવાની છે અને જીતનારને મોંઘેરા ઇનામો પણ મળવાના છે.  આમ કહેવાય છે કે , નવરાત્રિના ગરબા નું આયોજન કરવું એ ખૂબ અઘરું અને જવાબદારી ભર્યું કાર્ય હોય છે. દરેક રીતે પહોંચી વળે તેવા વ્યક્તિઓ દ્વારા જ ખાસ કરીને નવરાત્રીના ગરબાઓનું આયોજન કરવામાં આવતું હોય છે.  પરંતુ આ વર્ષે ગોધરાની જ ચાર થી પાંચ ગૃહિણીઓ ગોપી શાહ , ગીતા લુહાણા , દિવ્યા ક્રિષ્નાની, વનિતા સુંદરાની , મુસ્કાન નિરંકારી ,પ્રિયંકા દીક્ષિત એ સાથે મળી ગરબા ના આયોજન માટે , પાર્ટી પ્લોટ ને ભાડે રાખી , તેમજ ગાયક કલાકારોની પાર્ટી અને સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ સાથે ભવ્ય બાય બાય નવરાત્રીનું આયોજન કર્યું છે. ત્યારે ગોધરાની ગરબા પ્રેમી જનતા પણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ સાહસને આવકારી રહ્યા છે અને ઉત્સાહભેર બાય બાય નવરાત્રીમાં ભાગ ભજવવા અને ગરબા ના તાલે નાચવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन