જૂની મશીનરીનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના ચોપડા બનાવે
ગોધરા શહેરના શરાબ બજાર વિસ્તારમાં એક જૂની અને જાણીતી સ્ટેશનરીની દુકાન આવેલી છે , જેને લોકો કાગદીના નામે ઓળખે છે. આ દુકાનને ચોથી પેઢી ચલાવી રહી છે.અબ્દુલ કાદર જૂના જમાનાની મશીનો અને હાથનો ઉપયોગ કરીને વેપારને લગતા જુદા જુદા ચોપડા બનવી રહ્યા છે.જેમાં દેશી નામાના ચોપડા , જુદા જુદા પ્રકારના પત્રકો , ગાદીના ચોપડા, ચામડાના ચોપડા, જુદા જુદા પ્રકારની નાની મોટી નોટો, ગાદીની નોટો, જુદા જુદા પ્રકારના રોજમેળ, નાના-મોટા અડદિયા , ઉઘરાણીની જુદી-જુદી પ્રકારની બુકો, સોદા બૂકો વગેરેનો સમાવેશ થાય છે.
ખાતાવહી,રોજમેળ હવે ઓનલાઈન
વર્તમાન જમાનામાં દિવસને દિવસે કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે,સાથે સાથે લોકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવા લાગ્યા છે. તેમજ બજારમાં એકાઉન્ટને લગતા ઘણા બધા સોફ્ટવેરનું ચલણ આવ્યું છે. વેપારીઓ આજે પોતાની પેઢી અને સંસ્થાના હિસાબો જૂની પદ્ધતિથી ખાતાવહી ,રોજમેળમાં કરવાની બદલે ટેલી, મીરેકલ જેવા ઓનલાઈન સોફ્ટવેરમાં કરતા થયા છે.
ચોપડા બનાવતા ઉદ્યોગને માઠી અસર પડી
વર્ષોથી ચાલતા આવતા ચોપડા બનાવવાના ઉદ્યોગને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. કોમ્પ્યુટરનો વધતો ઉપયોગ એક રીતે તો વેપારીઓને ફાયદો પણ આપે છે. જેના ઉપયોગથી વેપારીઓ સરળતાથી કોઈપણ પ્રકારની ટેકનિકલ સ્કીલસ્ વગર પણ પોતાની સંસ્થાનો એકાઉન્ટ મેન્ટેન કરી શકે છે. આ ઉપરાંત પેપરલેસ પદ્ધતિથી એકાઉન્ટની પ્રક્રિયા થવાથી વૃક્ષો પણ કપાતા બચાવી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Panchmahal