Home /News /panchmahal /પંચમહાલ જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીની તૈયારીઓ શરૂ, આ રીતે કરો પાક વાવણીની તૈયારી

પંચમહાલ જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીની તૈયારીઓ શરૂ, આ રીતે કરો પાક વાવણીની તૈયારી

X
ચોમાસું

ચોમાસું ખેતી, પંચમહાલ

ચોમાસું નજીક આવતા મોટાભાગના ખેડૂતો ડાંગરનો પાક લેતા હોય છે ડાંગરનો પાક સારો રહે તે માટે કેટલીક પૂર્વતૈયારીઓ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કરવામાં આવતી હોય છે. એ બાબતે મનુભાઈ ગઢવીએ મહત્ત્વની વાતો શેર કરી છે.

Shivam Purohit, Panchmahal: ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જગતનો તાત અન્નદાતાઓપોતાના ખેતરોમાં જોતરાઈ ગયા છે. પંચમહાલ તેમજ આસપાસના વિસ્તારમાં ખેડૂતો સારા વરસાદની આગાહીને લઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન નિયમિત વરસાદ ન પડવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયો હતો. તેવામાં આ વર્ષે સારા વરસાદની આગાહીના પગલે ખેડૂતો અગાઉથી જ ચોમાસુ પાકની તૈયારીએ લાગી ગયા છે.

ખેડૂતો પોતપોતાના ખેતરોમાં હાલ ખેતીને લઈ પૂર્વ તૈયારીઓ કરતા નજરે પડી રહ્યા છે.ત્યારે ચોમાસુ પાકને લઈ તૈયારી કરતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે આવેલા છબનપુર ગામના એક ખેડૂત પાસેથી ખેતી કરવાની વિવિધ રીતો અને તૈયારીઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ચોમાસુ પાક લેતા પહેલા ખેડૂતો દ્વારા ખેતરમાં કરવામાં આવેછે ખેતરના દરુ વાડિયા સાફ

ચોમાસામા થતી મુખ્ય ખેતી ડાંગરની હોય છે.આ ડાંગરની ખેતી કઈ રીતે કરવામાં આવે છે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડે છે તે અંગે ખેડૂત જણાવે છે કેચોમાસું નજીક આવતા મોટાભાગના ખેડૂતો ડાંગરનો પાક લેતા હોય છે. ડાંગરનો પાક સારો રહે તે માટે કેટલીક પૂર્વ તૈયારીઓ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કરવામાં આવતી હોય છે.

એ બાબતે મનુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ખેતરમાં છાણીયું ખાતર પુરવાનું હોય છે, શેઢા પાડા સાફ કરવા, દરુ વાડિયા સાફ કરવા તેમજ તૈયાર કરવા તથા જે ડાંગરની ખેતી કરતા હોય તે ખેડૂતો દરુવાડિયુ પ્રથમ તૈયાર કરવાનું હોય છે. તેમજ ઉનાળામાં સુકો કચરો તેમજ કાંટા ખેતર માં આવી જતા હોય છે જેથી ચોમાસું ખેતી કરતા પહેલા તેની સાફ સફાઈ કરી યોગ્ય છાણીયું ખાતર જમીનમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે અને તે ખાતર જમીનમાં મળી જાય અને ત્યારબાદ લેવામાં આવતો પાક સારો ઉતારો આપે છે.
First published: