ગોધરા શહેર માં આ જગ્યાએ મળે છે સૌરાષ્ટ્રના પ્રખ્યાત વણેલા ગાંઠિયા.
મૂળ ઉપલેટાના રહેવાશી અશોકભાઈ વેકરીયા પોતાના વતન ઉપલેટામાં પહેલા ખેતી કામ કરતા હતા. તેમના કાકા ધ્વારા ગોધરા – ડાકોર રોડ પર ઉદલપુર ચોકડી પાસે વણેલા ગાંઠિયાની દુકાન શરુ કરવામાં આવી હતી.
Prashant Samtani, Panchmahal: ગુજરાત સહીત સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રના વણેલા ગાંઠિયા પ્રખ્યાત છે. લોકો સ્પેશિયલ વણેલા ગાંઠિયા ખાવા દુર દુર થી સૌરાષ્ટ્ર જતા હોય છે. સૌરાષ્ટ્રના વણેલા ગાંઠિયા નાસ્તામાં આગવું સ્થાન ધરાવે છે. તે વણેલા ગાંઠીયાને દરેક લોકો ખાવા પસંદ કારતા હોય છે. ગોધરા શહેરના લોકો પહેલેથીજ ખાવ-પીવાના શોખીન રહ્યા છે. ગોધરા શહેરના લોકો પહેલા વણેલા ગાંઠિયા ખાવા સૌરાષ્ટ્ર જવું પડતું હતું. ગોધરાના બજારમાં વણેલા ગાંઠિયાની માંગ જોતા ૨૦૧૦ માં ઉપલેટા ના મૂળ વતની અશોકભાઈ વેકરીયાએ ગોધરા શહેરના બાવાની મઢી વિસ્તારમાં સૌરાષ્ટ ગાંઠિયા નામથી દુકાન શરુ કરી.
મૂળ ઉપલેટાના રહેવાશી અશોકભાઈ વેકરીયા પોતાના વતન ઉપલેટામાં પહેલા ખેતી કામ કરતા હતા. તેમના કાકા દ્વારા ગોધરા – ડાકોર રોડ પર ઉદલપુર ચોકડી પાસે વણેલા ગાંઠિયાની દુકાન શરુ કરવામાં આવી હતી. તે વણેલા ગાંઠિયાની માંગ જોતા અને ગોધરાના ગ્રાહકોના આગ્રહ ને લીધે વર્ષ 2010 માં અશોકભાઈ એ ગોધરા શહેરના બાવાની મઢી વિસ્તારમાં સૌરાષ્ટ્ર ગાંઠિયા નામથી દુકાન શરુ કરી, જેમાં તેઓ ગાંઠિયા, ભજીયા, જલેબી , ફાફડા વગેરેનો ધંધો શરુ કર્યું.
દીવસના 15થી 20 કિલો ગાંઠિયા વેચાય છે
સૌરાષ્ટ્ર ગાંઠિયા દુકાનમાંથી દિવસ ના 10 થી 20 કિલો વણેલા ગાંઠિયાનો વેચાણ થાય છે. અને વિકેન્ડ ના દિવસોમાં 30 થી 40 કિલો જેટલા ગાંઠિયા વેચાય છે. અશોકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે,ગોધરા શહેરના લોકો વણેલા ગાંઠિયા ખાવા પહેલા સૌરાષ્ટ્ર જતા હતા પરંતુ તેમની દુકાન ખુલ્યા પછી લોકોને સરળતા થી વણેલા ગાંઠિયા મળી રહે છે.
ગોધરાની જનતાનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ગાંઠિયા , ગાયત્રી અને કઠીયાવાડી એક આખા ગુજરાત રાજ્યમાં 70 ઉપરાંત બ્રાન્ચો છે અશોક ભાઈ વેકરીયાના ગ્રુપ ધ્વારા વણેલા ગાંઠિયા અને ભજીયાની દુકાનો ચલાવવામાં આવે છે.