ગોધરામાં આ જગ્યાએ મળે છે સ્વાદિષ્ટ ચા.,દિવસના 2000 થી 4000 કપ ચાનું વેચાણ.
છગન ટી પોઈન્ટ ના માલિક દીનેકુમારે જણાવ્યું કે સામાન્ય દિવસોમાં 700 થી 1000 કપ ચાનું વેચાણ, જ્યારે વિકેન્ડના દિવસોમાં આશરે 2000 થી 4000 કપ ચાનું વેચાણ થાય છે.
Prashant Samtani,Panchmahal - ભારત દેશ સહીત અન્ય દેશોમાં લોકોની સવાર ચા થી થતી હોય છે. લોકો ચા પીવાના ખુબજ શોખીન હોય છે. કેલાક લોકો તો કલાકે કલાકે ચા પિતા હોય છે. ચા એ દેશના લોકોની પ્રથમ પસંદ છે. લોકોના ચા વગર દિવસનીશરૂઆત થતી હોય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ છગન ટી પોઈન્ટ છેલ્લા 10 વર્ષથી ચા નો ધંધો કરે છે. છગનભાઈની ચાપીવા લોકો દુર દુર થી આવે છે.
ગોધરાની આ ચાની દુકાન પર લાગે છે ગ્રાહકોની લાઈન. -
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ છગન ટી પોઈન્ટ પર લોકો ચા પીવા માટે લાઈનો લગાવે છે. સમગ્ર ગોધરા શહેરમાં 200 ઉપરાંત ચાની દુકાનો છે પરંતુ છગનભાઈની ચા જેવું લોકોને સ્વાદ આખા ગોધરામાંક્યાએ મળતું નથી. લોકો વેટીંગમાં ચાના ઓડરો આપતા હોય છે.
વિકેન્ડના દિવસોમાં 2000 થી 4000 ચા નું વેચાણ. -
છગન ટી પોઈન્ટ ના માલિક દીનેકુમાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સામાન્ય દિવસોમાં આશરે 700 થી 1000 કપ ચાનું વેચાણ થાય છે પરંતુ વિકેન્ડના દિવસોમાં આશરે 2000 થી 4000 કપ ચાનું વેચાણ થાય છે. ચાની કેબીનથી કરી હતી શરૂઆત. –
છગન ટી પોઈન્ટ ના માલિક દીનેકુમારે જણાવ્યું હતું કે પહેલા તેમના પિતા વડોદરામાં તેમના કાકાની દુકાન પર ચાનો ધંધો ચલાવતા હતા. દિનેશ ભાઈ પોતે ગ્રેજ્યુએટ થઇ તેમને પોતાનો સ્ટાર્ટ અપ શરુ કરવાનો ચિચાર આવ્યો ત્યારે તેમને તેમના પિતાજી ના નામથી ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં કેબીનથી શરુ કર્યું ત્યાર બાદ તેમના ચા ના સ્વાદ અને દિનેશભાઈની મહેનત ના કારણે આજે તેમને બસ સ્ટેન્ડ વિસ્તારમાં શ્રીનાથજી કોમ્પલેક્ષ માં પોતાની દુકાન ખરીદી લીધી છે.
ગોધરા શહેરની જનતા આ ચા પાછળ ખુબજ પાગલ છે. લોકો 15 થી 20 કિ.મી. દુર થી પણ અહી ચાપીવા આવે છે.
છગન ટી પોઈન્ટ – શ્રી નાથજી કોમ્પલેક્ષ, અમી આર્કેડ પાસે , બસ સ્ટેન્ડ રોડ,ગોધરા. મોબાઈલ - 9265888285