Home /News /panchmahal /PANCHMAHAL: આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીની કાળી કર્તુત,પ્લાન ઘડી ચોર્યા 47 લાખ રૂપિયા

PANCHMAHAL: આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીની કાળી કર્તુત,પ્લાન ઘડી ચોર્યા 47 લાખ રૂપિયા

પેઢીના કર્મચારીએ મિત્ર સાથે પ્લાન કરી પેઢીના ચોરી લીધા 47 લાખ રૂપિયા

ચોરી અંગે પેઢીમાં કામ કરતા કર્મચારીઓની કડકાઈથી પૂછપરછ કરાતા પેઢીમાંજ કામ કરતા એક કર્મચારી મેહુલસિંહ તખતસિંહ સોલંકીએ 47 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કબુલી લીધુ.

Shivam Purohit, Panchmahal : રાજ્યમાં અવારનવાર ચોરી, લૂંટ , હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.તેવામાં ફરી પંચમહાલના ગોધરા શહેરમાં હાર્દ સમા સેવા ખાતે આવેલ મહેન્દ્ર ભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા પેઢીમાંથી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ચોર કબાટમાં મુકેલા 47 લાખ રૂપિયા રોકડ અને પેઢીના કર્મચારીઓના મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયા હતા.પેઢીમાં ચોરી થતા પેઢીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ તપાસના આદેશ આપ્યા હતા.

પેઢીના કર્મચારીએ મિત્ર સાથે પ્લાન કરી પેઢીના ચોરી લીધા 47 લાખ રૂપિયા

આંગડિયા પઢિમાં ચોરીની ફરિયાદ નોંધાતા પ્રથમ નજરે મનઘડત જેવી ફરિયાદ પોલીસને લાગતા પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ ૪૭ લાખ રૂપિયાની આંગડીયા પેઢીની ચોરીનો ભેદ ઉકેલવા માટે ગોધરા ડીવાયએસપી સી સી ખટાણાના માર્ગદર્શન હેઠળ ગોધરા શહેર પોલીસ અને એલ.સી.બી શાખાની ટીમને તપાસ માટે મેદાનમાં ઉતારી હતી.પોલીસ ટીમ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તમામ લોકોની પૂછપછ હાથ ધરી હતી.પૂછપરછ દરમિયાન પેઢીમાં કામ કરતા કર્મચારીઓની કડકાઈથી પૂછપરછ કરાતા પેઢીમાંજ કામ કરતા એક કર્મચારી મેહુલસિંહ તખતસિંહ સોલંકીએ 47 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કબુલી લીધુ હતું.

પેઢીના કર્મચારીએ કરી હતી 47 લાખ રપિયાની ચોરી,45 લાખ રૂપિયા રીકવર કરાયા.

પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ સોનીવાડ ખાતે આવેલા મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ આંગડિયા પેઢીમાંથી ૪૭ લાખ રૂપિયા રોકડા તથા બે મોબાઇલ ફોનની ચોરીના બનાવ સંદર્ભમાં જણાવ્યું હતું કે ગોધરાના ડીવાયએસપી સી.સી ખટાણાના નેતૃત્વમાં ગોધરા બી.ડિવિઝન પી.આઈ.પીકે અસોડા અને ગોધરા એલ.સી.બી શાખાના પી.આઈ જે એન પરમાર તથા પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા જાહેરમાર્ગો ઉપરના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે શરૂ કરેલી તપાસમાં ૪૭ લાખ રૂપિયાનો ચોર અજાણ્યા નહીં પરંતુ પરિચિત અને જાણીતા ચહેરાઓ હોવાની આશંકાના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: પરિવારમાં ખેલાયો ખુની ખેલ, પુત્ર-પુત્રી સાથે મળી માતાએ નાના દીકરાનું ગળું વાઢી નાંખ્યું

પોલીસની પૂછપરછમાં ખુદ આંગડિયા પેઢીના કર્મચારી મેહુલસિંહ તખતસિંહ સોલંકીએ આ ૪૭ લાખ રૂપિયાના બંડલો પેઢીની બાજુમાં રહેતા મિત્ર દર્શન ઉર્ફે પેન્ટર પંકજભાઈ સોનીને ગતરાત્રે સરકાવીને આપી દીધા હતા.અને રાતોરાત આ લાખો રૂપિયા મોડાસા ખાતે રહેતા પિતરાઇ ભાઇ મહેન્દ્ર પ્રવિણચંદ્ર સોનીના ઘરે મૂકી આવીને ભેજાબાજ દર્શન ઉર્ફે પેન્ટર સોની પરત આવી ગયા હતા.ચોરી અંગે ચોંકાવનારા પ્રકરણના પર્દાફાશ સાથે પોલીસ તંત્રની તપાસ ટીમ દ્વારા મોડાસા ખાતેથી ૪૫ લાખ રૂપિયાના બડલો તાકીદે જપ્ત કરીને આંગડિયા પેઢીના કર્મચારી મેહુલ સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
First published:

Tags: Panchmahal, પંચમહાલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો