ગોધરા શહેરના શિક્ષિત યુવકને નોકરી ન મળતા શરુ કર્યું મોચીકામ, જાણો વિગત
ઓમવીરને પોલીસ અથવા આર્મી જોઈન કરવાનો સ્વપ્ન હતો તેથી તેની માટે તેને ખુબજ પ્રેક્ટીસ પણ કરી હતી તેને પોલીસની પરીક્ષાઓ પણ પાસ કરી હતી પરંતુ તેની ઉંચાઈના કરને તે સિલેક્ટ થઇ શક્યો ન હતો.
Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં લોકો સારી નોકરી મેળવવા સારો અભ્યાસ કરે છે, લોકો સારી ફિલ્ડમાં ગ્રેજુએશન કરે છે જેથી તેમને સારી નોકરી મળે અને સારો એવો પગાર મળી રહે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે. પરંતુ અમુક લોકો સાથે એવું પણ થાય છે કે તેઓ સારો એવો અભ્યાસ તો કર્યો હોય છે પરંતુ તેમને નોકરી મળી શકતી નથી. તે લોકો બેરોજગાર રહે છે. લોકો તેમના અભ્યાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ તેમને સારી એવી નોકરી મળીતી નથી. જેથી લોકો નિરાશ થઈને બેસી રહેતાં હોય છે, જો કે કેટલાક એવા પણ યુવાનો છે જેઓ હાર નથી માનતા અને કામ કરવાનું શરૂ કરે છે. આવો જ એક યુવક પંચમહાલમાં રહે છે. જે શિક્ષિત તો છે પરંતુ મોચી કામ કરે છે.
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે બામરોલી રોડ વિસ્તારમાં ઓમવીર મંડેર શિક્ષિત યુવક ધ્વારા નોકરી ન મળતા મોચી કામ શરુ કરવામાં આવ્યું છે. ઓમવીર પોતે બી. કોમ ગ્રેજ્યુએટ છે અને 2 આઈ.ટી.આઈ ના કોર્સ પણ કરેલ છે . તેમ છતાય તેને નોકરી ન મળતા આખરે આ મોચી કામ શરુ કર્યું છે.
ઓમવીર ધ્વારા પંચમહાલ જીલ્લાના હાલોલ મુકામે ઘણી ફેકટરીઓમાં પોતાના બીયોડેટા આપ્યા છે અને ઇનટેરવ્યુ પણ આપ્યા છે પરતું કઇ પણ પોસ્ટ માટે તેમનું સિલેકશન ન થઇ શક્યું. ઓમવીરને પોલીસમાં નોકરી કરવાનું હતું સ્વપ્ન
ઓમવીરને પોલીસ અથવા આર્મી જોઈન કરવાનો સ્વપ્ન હતો તેથી તેની માટે તેને ખુબજ પ્રેક્ટીસ પણ કરી હતી તેને પોલીસની પરીક્ષાઓ પણ પાસ કરી હતી પરંતુ તેની ઉંચાઈના કરને તે સિલેક્ટ થઇ શક્યો ન હતો.
ઓમવીર પોતાની દુકાન પર સિલાઈ કામ, મોચીકામ અને બેગ રીપેરીંગ નું કામ કરે છે .અને પોતાનો ગુજરાન ચલાવે છે તેઓ આ ધંધામાંથી પોતાના પરિવારના સભ્યોનો પણ ગુજરાન ચલાવે છે. ઓમવીર જગદીશભાઈ મંડેર – બામરોલી રોડ, બેંક ઓફ બરોડા સામે ગોધરા મોબાઈલ -7041789702.