Union
Budget 2023

Highlights

Home /News /panchmahal /Godhra: વૈષ્ણદેવીની ટુરમાં યુવતીની પોલીસ જવાનોએ છેડતી કરી, ફરિયાદના નામે પાંચ મહિના ધક્કા ખવડાવ્યા

Godhra: વૈષ્ણદેવીની ટુરમાં યુવતીની પોલીસ જવાનોએ છેડતી કરી, ફરિયાદના નામે પાંચ મહિના ધક્કા ખવડાવ્યા

બે પોલીસ જવાનો દ્વારા તેની સામે ગંદા ઈશારા કરવામાં આવ્યા હતા પરંતુ યુવતીએ આ બાબતને નજરઅંદાજ કરી હતી.

સમગ્ર ટુર દરમિયાન યુવતીને છેડતી કરવા મુદ્દે માનસિક ત્રસ્ત યુવતીએ ટુરમાંથી પરત ફર્યા બાદ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ નોંધાવવા માટે અરજી આપવાની કોશિશ કરી હતી. બીજી તરફ ડાકોરની યુવતીની છેડતી કરનાર બંને યુવકો પોલીસ જવાન હોવાનું તેમજ બંને ખેડાના સેવાલીયા પોલીસ મથકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું.

વધુ જુઓ ...
  રાજેશ જોશી, પંચમહાલ: પાંચ માસ અગાઉ વૈષ્ણદેવીની ટુર (Vaishnadevi's tour)માં ગયેલી ડાકોર (Dakor)ની યુવતીની છેડતી (teasing of a young lady) મામલે ગોધરા રેલવે પોલીસ (Godhra Railway Police) મથકે પોલીસ જવાનો સામે જ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સેવાલીયા પોલીસ મથક (sevaliya Police Station)માં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ સામે ડાકોરની એક યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ કરવા ઉપરાંત યુવતીએ ફરિયાદ નોંધાવવા માટે આપેલી અરજી બાદ પાંચ માસ સુધી પરિણામ નહીં મળતાં બુધવારે રાત્રે ગોધરા રેલવે પોલીસ મથકે આવી ભૂખ હડતાળની ચીમકી સાથે અડિંગો જમાવ્યો હતો. આ દરમિયાન રેલવેના એસપી દ્વારા ફરિયાદ નોંધવા ખાતરી પણ આપવામાં આવ્યા બાદઆખરે ગોધરા રેલવે પોલીસે બે પોલીસ જવાનો સામે યુવતીએ છેડતીના કરેલા આક્ષેપ અન્વયે ફરિયાદ નોંધવામાં આવી છે.

  પ્રાપ્ત વિગતો મુજબ પાંચ માસ અગાઉ જાન્યુઆરીમાં લગભગ 40 જેટલા લોકો સાથે ગ્રુપ ટુરનું આયોજન કરાયું હતું. આ આયોજન મુજબ વૈષ્ણોદેવી ખાતે દર્શન કર્યા બાદ હરવા ફરવાના સ્થળોએ જવા માટે ગ્રુપના તમામ મુસાફરોએ ગોધરા રેલવે સ્ટેશનથી રિઝર્વ કોચ મારફતે જવાનું હતું. આ ગ્રુપમાં ડાકોરની એક યુવતી પણ ગ્રુપ ટુરમાં જોડાઈ હતી. દરમિયાન તે ગોધરા ખાતે ટ્રેનમાં બેસવા આવી હતી. દરમિયાન બે યુવકો દ્વારા તેણી સામે ગંદા ઈશારા કરવામાં આવ્યા હતા પરંતુ યુવતીએ આ બાબતને નજરઅંદાજ કરી હતી. પરંતુ જેનાબાદ પણ યુવતીએ કરેલા આક્ષેપ મુજબ ટ્રેનમાં બેઠા પછી પણ આ યુવકો દ્વારા છેડતી કરી ગંદી કોમેન્ટો પાસ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

  આ પણ વાંચો- women world boxing championships : મહિલા બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

  સમગ્ર ટુર દરમિયાન યુવતીને છેડતી કરવા મુદ્દે માનસિક ત્રસ્ત યુવતીએ ટુરમાંથી પરત ફર્યા બાદ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ નોંધાવવા માટે અરજી આપવાની કોશિશ કરી હતી. બીજી તરફ ડાકોરની યુવતીની છેડતી કરનાર બંને યુવકો પોલીસ જવાન હોવાનું તેમજ બંને ખેડાના સેવાલીયા પોલીસ મથકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીના ભાઈએ આ બંને યુવકોના નામ અને વિગતો મેળવી ગોધરા રેલવે પોલીસને આપ્યા હતા. જેનાબાદ પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહિં આવી હોવાના આક્ષેપ સાથે આખરે યુવતી બુધવારે રાત્રે ગોધરા રેલવે પોલીસ મથકની બહાર જ અડિંગો જમાવી ફરિયાદ નહિ નોંધાઇ ત્યાં સુધી જગ્યા છોડવા નો ઇનકાર કર્યો હતો.

  આ પણ વાંચો- Surat: સુરતમાં તોડ કરવા પહોંચેલા CBI અને માનવાધિકારના ઠગ અધિકારીઓને પોલીસે દબોચી લીધા

  યુવતીને પાંચ મહિના દરમિયાન ખૂબ જ ખરાબ રીતે વર્તન કરી ફરિયાદ નહિ નોંધાવા માટે દબાણ કર્યુ હોવાનો આક્ષેપ પણ યુવતીએ કર્યો હતો. બીજી તરફ યુવતી પોલીસ મથકે ભૂખ હડતાળ કરી બેસી જવાની ચીમકી આપતા જ ગોધરા રેલવે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી બે યુવકો અને પોલીસ જવાનો સામે મોડી રાત્રે છેડતીની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધી હતી. ભોગ બનનાર યુવતીએ પણ અન્ય કોઈ યુવતી આ પ્રકારની હેરાનગતિનો ભોગ ન બને જેથી આ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવી અને યુવકોને કડકમાં કડક અને દાખલા રૂપ સજા કરવા માંગણી કરી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Godhra news, Railway police, ગુજરાત પોલીસ, ગોધરા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन