Home /News /panchmahal /ગોધરા : એસટી વિભાગને દિવાળી ફળી, પાંચ કરોડ કરતા વધુની આવક

ગોધરા : એસટી વિભાગને દિવાળી ફળી, પાંચ કરોડ કરતા વધુની આવક

X
એસ.ટી.

એસ.ટી. બસ સ્ટેન્ડ, ગોધરા

દિવાળી પર્વની ઉજવણી કરવા પોતાના વતન પરત આવતા હોય છે.આવા સમયમાં પ્રાઈવેટ વાહન વ્યવહાર સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરાયો હોવાથી GSRTCનુ ભાડું યથાવત રાખી સુવિધા તથા રૂટમાં વધારો કરવાને કારણે પ્રજામાં એસટી બસ માં મુસાફરી કરવાની લોકપ્રિયતા જોવા મળી.

વધુ જુઓ ...
પેટ્રોલ ડીઝલનાં ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ પ્રજા પ્રાઈવેટ વાહન ની સરખામણી માં એસટી બસ સેવા નો ઉપયોગ વધારે કરી રહી છે. ત્યારે ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ઘણોખરો વર્ગ બહારગામ નોકરી ધંધા કરતા હોય દિવાળી પર્વની ઉજવણી કરવા પોતાના વતન પરત આવતા હોય છે.આવા સમયમાં પ્રાઈવેટ વાહન વ્યવહાર સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરાયો હોવાથી GSRTCનુ ભાડું યથાવત રાખી સુવિધા તથા રૂટમાં વધારો કરવાને કારણે પ્રજામાં એસટી બસ માં મુસાફરી કરવાની લોકપ્રિયતા જોવા મળી.

ત્યારે પંચમહાલ એસટી વિભાગ દ્વારા સુચારુ આયોજન કરાયું હતું જેના પરિણામે એસટી ની આવકમાં પણ વધારો જોવા મળ્યો.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧ કરોડ રૂપિયા જેટલી વધારે આવક થઈ તેમજ આજદિન સુધી કુલ ૫ કરોડ ૩૪ લાખ રૂપિયાની આવક થઈ.તેમજ ઓનલાઇન બુકિંગ સેવા વિષે વિભાગીય નિયામક બી.આર. ડીંડોર દ્વારા શું કહેવામાં આવ્યું... જોઈએ વિડિયો
First published:

Tags: Godhra news, Local News, ST Bus