Home /News /panchmahal /Godhra: કોલેજના 7 મિત્રોએ ટીમ બનાવી શરૂ કર્યું અનોખું કામ, જાણીને કહેશો વાહ,..!

Godhra: કોલેજના 7 મિત્રોએ ટીમ બનાવી શરૂ કર્યું અનોખું કામ, જાણીને કહેશો વાહ,..!

X
ગોધરામાં

ગોધરામાં આ વ્યક્તિ દ્વારા મૂંગા પ્રાણીઓની કરવામાં આવે છે સેવા

ભાવિનની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત પશુઓને સારવાર પૂરી પાડવામાં આવે છે. અને ઇજાગ્રસ્ત પશુઓની સારવાર કરી અને તેનું ધ્યાન રાખે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Godhra | Panch Mahals
Prashant Samtani, Panchmahal - ગોધરા શહેરના M.com નો અભ્યાસ કરતા 24 વર્ષીય યુવાન ભાવિન ભોઈ દ્વારા એક નવા પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભાવિન દ્વારા 6 થી 7 યુવાનોની ટીમ બનાવીને જય માતાજી ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી છે. ભાવિન સમાજ સેવા ક્ષેત્રે ઉતમ કામગીરી કરી રહ્યો છે.

ગોધરા ખાતે રહેતા યુવાન ભાવિન ભોઈ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં રખડતા અબોલ પ્રાણીઓને ભાવિન ભોઈ ની ટીમ દ્વારા ખોરાક પૂરું પાડવામાં આવે છે. દરેક પ્રકારના મૂંગા પશુઓને દર શનિવારના દિવસે ભાવિન ભોઈ તથા તેમની ટીમ દ્વારા ગોધરા તેમજ આજુ બાજુના વિસ્તારોમાં રખડતા પ્રાણીઓને શુદ્ધ ઘીની લાપસી ખવડાવવામાં આવે છે. આ સમગ્ર અભિયાન ભાવિન ભોઈ દ્વારા સ્વ ખર્ચે પોતાની પોકેટ મની બચાવીને મૂંગા પશુઓને ભોજન પૂરો પાડે છે. સાથે સાથે ભાવિન ભોઈ ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર કરવી અને તેમને સ્વસ્થ થવામાં પણ મદરૂપ થાય છે.


ભાવિનની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત પશુઓને સારવાર પૂરી પાડવામાં આવે છે. અને ઇજાગ્રસ્ત પશુઓની સારવાર કરી અને તેનું ધ્યાન રાખે છે.

કોલેજમાં અભ્યાસ કરતા યુવાન દ્વારા કરવામાં આવેલ આ મહા કાર્યને ગુજરાત ભરની જનતા બિરદાવી રહી છે. ભાવિન ભોઈ દ્વારા તેણે કરેલા આ કાર્યોને મોબાઈલ ફોનની મદદથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવ્યા હતા. જેનો હેતુ હતો કે, આ વીડિયો જોઈને અન્ય યુવાનો અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને તેઓ પણ જરૂરિયાતમંદ પ્રાણીઓની મદદ કરવા માટે આગળ આવે.
First published:

Tags: Local 18, Panchmahal, ગોધરા